બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / Travel / Plan a Tour At Zanzari Waterfall near Ahmedabad in Monsoon Season

ટ્રાવેલ / ચોમાસામાં ધોધની મજા માણવા અમદાવાદની નજીક છે આવેલી છે જગ્યા, વન ડે પિકનિક માટે છે બેસ્ટ

Published By: Bhushita

Last Updated: 03:39 PM, 10 September 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અમદાવાદમાં અને અમદાવાદની નજીક ફરવાલાયક ઘણાં સ્થળો આવેલાં છે. પરંતુ રવિવાર હોય કે એકાદ ફેસ્ટિવલ હોય અને વન-ડે પિકનિક કરવી હોય તો તમે વાત્રક નદી પર આવેલ આ ઝાંઝરી વોટરફોલ જઈ શકો છો.

ગુજરાતમાં હાલ ચોમાસુ ચાલી રહ્યું છે ત્યારે જંગલ વિસ્તારમાં આવેલા ધોધ પણ સક્રિય થઇ જાય છે. ચોમાસાની સીઝનમાં ખાસ કરીને લોકો વરસાદ અથવા નદીનું પાણી ધોધ સ્વરૂપે પડતુ હોય છે એવા પિકનિક સ્પોટ પર ફરવા જવાનું વધુ પસંદ કરશો. 

વાત્રક નદી પર આવેલ આ ઝાંઝરી વોટરફોલ પ્રવાસીઓને પોતાની સુંદરતાથી આકર્ષે છે. દહેગામથી થોડેક આગળ જતાં આ વોટરફોલ આવે છે, જ્યાં તમે પ્રાકૃત્તિક સૌંદર્યની મજા માણી શકો છો. સાથે જ ફોટોગ્રાફી માટે પણ આ સ્થળ પ્રખ્યાત છે. સાથે જ અહીં પ્રવાસીઓ માટે કેમલ રાઇડ પણ ઉપલબ્ધ છે.

દહેગામનું લોકેશન એવી જગ્યા પર છે કે જે પોતાનામાં અનેકવિધ સંભાવનાઓ ધરાવે છે. અમદાવાદ-નરોડાથી લગભગ ૨૦ કીમી દુર અને ગુજરાતના પાટનગર ગાંધીનગરથી ૨૫ કીમી દુર આ સ્થળ આવેલું છે. અમદાવાદ અને ગાંધીનગર બંને ગુજરાતના ગ્રોથ એન્જીન ગણાતા મહાનગરો છે અને બંનેથી લગભગ સમાન અંતરે ત્રિભેટા પર દહેગામ આવેલું છે. હવે થોડીક એવી બાબતો પર નજર નાખીએ જે દહેગામને પ્રવાસન સ્થળ તરીકે વિકસિત કરી શકે છે અને સ્થાનિક યુવાનો માટે રોજગારીની નવી તકો ઉપલબ્ધ કરાવી શકે છે.

ઝાંઝરી વોટરફોલ

દહેગામથી લગભગ ૪૦ કીમી દુર આવેલો ઝાંઝરી વોટરફોલ અમદાવાદ ગાંધીનગરમાં એક લોકપ્રિય ટૂરીઝમ ડેસ્ટીનેશન છે અને ત્યાં જવાનો રસ્તો મોટાભાગે દહેગામ થઈને જ પસાર થઈ જાય છે જો કોઈ રીતે આ ટુરીસ્ટોને દહેગામના ઈતિહાસ અને દહેગામમાં આવેલા ૨-૪ સ્થળોના દર્શન કરવા માટે આકર્ષિત કરવામાં આવે તો ચોક્કસપણે ઝાંઝરીથી પરત ફરતા કે જતા લોકો દહેગામના પ્રવાસન સ્થળ પણ નિહાળવાનુ પસંદ કરશે. અને આ માટે મદદરુપ બની શકે છે. દહેગામના કેટલાક વિશેષ આકર્ષણો. દહેગામ પોતે ૬૦૦ વર્ષ જુનો ઈતિહાસ ધરાવે છે અને એટલે જ અંહીની અનેક બાબતો પ્રવાસીઓને આકર્ષી શકે છે. પ્રાકૃતિક સૌંદર્યનો નજારો જોવાની સાથે પર્યટકો ધોધ નીચે ન્હાવાનો લ્હાવો પણ માણતા હોય છે.

સંકળાયેલા મુદ્દાઓ

Picnic Travel Waterfall Zanazri ahmedabad gujarat ઝાંઝરી વોટરફોલ Travel

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ