બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ધર્મ / Travel / Plan a Tour at chotila chamunda mata in Navratri Festival

નવરાત્રિ 2019 / પહાડ પર બિરાજતી માતા ચામુંડા કરશે ભક્તોની મનોકામના પૂરી, નવરાત્રિએ કરો અચૂક દર્શન

Published By: Bhushita

Last Updated: 02:57 PM, 26 September 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

મા શક્તિ આરાધના માટે માના ચામુંડા સ્વરૂપની આરાધના મહત્વની છે. સાથે જ તેના ચમત્કારી ધામ ચોટીલાની વાત તો અનોખી છે. મા ચામુંડાનું ચમત્કારી ધામ દૂર દૂરથી ભક્તોને તેના તરફ આકર્ષિત કરે છે. માની મમતામયી મૂરત જોઇએ ભક્તો પણ ધન્યતાની અનૂભૂતિ કરે છે. અહીં પહોંચ્યાં બાદ ભક્તની કોઈ ઇચ્છા અધૂરી નથી રહેતી. મા ચામુંડાના આશિષ સાથે ભક્તોની મનોકામનાઓ પૂરી થાય છે.

  • ચોટીલા ડુંગર પર બિરાજમાન છે મા ચામુંડા
  • જેને ચંડ મૂંડ રાક્ષસનો કર્યો હતો સંહાર
  • સિદ્ધધામ ઋષિઓની તપોભૂમિ છે ચોટીલા

સુરેન્દ્રનગર પાસે આવેલું છે આ મંદિર

હરિયાળા ચોટીલા ડુંગર પર બિરાજતા માં ચોટીલાનું ધામ, શક્તિ અને ભક્તિનો સંગમ કરતું એવું પરમ ધામ છે. જ્યાં પહોંચતાં જ  મન ઝંકૃત થઇ જાય છે.  સુરેન્દ્રનગર જિલ્લાનું પાવન શક્તિ સિદ્ધ સ્થળ એટલે ચોટીલા. સુરેન્દ્રનગરથી અંદાજે ૬૫ કિલોમીટર દૂર આવેલું આ ધામની ગણના શક્તિપીઠમાં તો નથી થતી પરંતુ તેનું મહત્વ શક્તિપીઠથી જરાય ઓછું પણ ન આંકી શકાય. મા ચામુડાએ ચંડી અને ચામુંડા એમ દ્રી સ્વરૂપ ધારણ કર્યું. તેની પાછળનો તેમનો ઉદ્દેશ પણ આસૂરી શક્તિનો નાશ કરવાનો હતો. 

ચોટીલા મંદિરનો ફાઈલ ફોટો

શા માટે ચામુંડા માતા દ્વિ સ્વરૂપે પૂજાય છે?

કહેવાય છે કે ચંડ મૂંડ નામના બે રાક્ષસો અતિ શક્તિશાળી હતા. તેના ત્રાસથી દેવતાઓ પણ પરેશાન હતા. આ સમયે દેવતાઓએ માતાજી સમક્ષ તેનો વધ કરવા માટે પ્રાર્થના કરી અને માતાજીએ દ્રી સ્વરૂપ ધારણ કર્યાં. ચંડી ચામુંડા અને ચંડમૂંડનો વધ કરી દીધો. આ કારણથી ચામુંડા માતાજી દ્વી સ્વરૂપે પૂજાય છે. 

આ રીતે તૈયાર થયો ચોટીલાનો ડુંગર 

આ ચોટીલનો આ ડુંગર જ્વાળામુખીના વિસ્ફોટથી બનેલો ડુંગર છે. ચોટીલા ડુંગર પર અંદાજે 155 વર્ષ પહેલા એક નાની ઓરડી હતી. જ્યાં રહી મહંત ગુલાબગિરિ ગોસાઈ ચામુંડા માતાજીની સેવા પૂજા કરતા હતા અને સમયાંતરે તેમના તપ સાધના બળે ખ્યાતિ વધી અને ભવ્ય મંદિરનું નિર્માણ થયું. મા ચામુંડાના દિવ્ય દર્શન માટે ભક્તોએ 635 પગથિયા ચઢવા પડે છે. મા પ્રત્યેનો અપાર ભાવ અને અતૂટ શ્રદ્ધાથી પ્રરાઈને આવતા ભક્તો હસતા હસતાં ચોટીલાનો ડુંગર ચઢે છે અને મંદિરમાં સ્થાપિત દ્રી સ્વરૂપ માની દિવ્ય પ્રતિમાના દર્શન કરીને માની સાક્ષત હયાતીની અનુભૂતિ કરે છે. 

ચોટીલા મંદિરનો ફાઈલ ફોટો

બારે મહિના રહે છે ભક્તોની ભીડ

ચોટીલા ખાતે આમ તો બારે મહિના ભક્તોની ભીડ જોવા મળતી હોય છે. પરંતુ ખાસ કરીને પૂનમ અને રવિવાર તેમજ રજાના દિવસોમાં મોટી સંખ્યામાં ભક્તો દર્શનાર્થે ઉમટી પડે છે. અહીં આવનાર ભાવિકોનું માનવું છે કે જે પણ મનોરથ લઇને માના દ્રારે આવે છે. તેની દરેક કામના મા અવશ્ય પૂર્ણ કરે છે. અહીં પદ યાત્રા કરીને આવવાનું પણ વિશેષ મહત્વ છે. ભાવિકો તેની કામાની પૂર્તિ માટે અહીં પરપાળા આવે છે અને મનોરથને માના આશિષ મળતા જય ચંડી ચામુંડાના નાદ સાથે પરત ફરે છે. ખાસ કરીને  નવરાત્રિમાં  હજારોની સંખ્યામાં દર્શનાર્થીઓ ઉમટી પડશે અને સમગ્ર માહોલ 'બોલો ચામુંડા માત કી જય'ના નાદ સાથે ગુંજી ઉઠે છે.

સંકળાયેલા મુદ્દાઓ

Navratri 2019 Temple Travel chotila surendranagar ચામુંડા માતા ચોટીલા મંદિર Dharma

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ