બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / Politics / PK Laheri's big hand in accomplishing the mission of bringing Amrish Der to BJP

ઓપરેશન / ઓપરેશન લોટસની અંદરની વાત, વાયા દિલ્લી કનેક્શનથી અંબરીષ ડેરના કેસરિયા થયા, પી.કે બસ નામ જ કાફી છે

Published By: Vishal Dave

Last Updated: 10:35 PM, 6 March 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

નિષ્ણાતોનાં મતે ડેરને ભાજપમાં લાવવાનું કામ પી.કે.લહેરીએ કર્યુ છે.. જે સી.આર.પાટીલ સાથે અંબરીષ ડેરના માતાશ્રીના ખબર પૂછવા ગયા હતા

હાલ કોંગ્રેસમાંથી ભાજપમાં જઇ રહેલા નેતાઓનો મુદ્દો ચર્ચામાં છે..  અંબરીષ ડેર અને અર્જૂન મોઢવાડિયા પછી ભૂપત ભાયાણીએ પણ કોંગ્રેસને રામરામ કહી દીધા છે.. પરંતુ લોકસભા પહેલા ભાજપના ઓપરેશન લોટ્સમાં અંબરીષ ડેરને મનાવવામાં એક વ્યક્તિની ભૂમિકા ખુબ મહત્વપૂર્ણ છે.. અને તે છે પી.કે.લહેરી.. તેઓ  સી.આર.પાટીલ સાથે ડેરના ઘરે પણ જોવા મળ્યા હતા..

પી.કે.લહેરી  સી.આર.પાટીલ સાથે અંબરીષ ડેરના માતાશ્રીના ખબર પૂછવા ગયા હતા

અંબરીશ ડેર ગુજરાત કોંગ્રેસનો યુવા ચહેરો ગણાતા હતા.. તો અર્જૂન મોઢવાડિયા ધારાસભ્યની સાથે-સાથે દિગ્ગજ નેતા.. પરંતુ બંનેએ કોંગ્રેસને અલવિદા કહી ભાજપનો ખેસ ધારણ કર્યો.. જો કે હાલ ચર્ચા અંબરીષ ડેરની કરવી છે.. નિષ્ણાતોનાં મતે ડેરને ભાજપમાં લાવવાનું કામ પી.કે.લહેરીએ કર્યુ  છે.. જે સી.આર.પાટીલ સાથે અંબરીષ ડેરના માતાશ્રીના ખબર પૂછવા ગયા હતા.. અને તસવીરોમાં માયાભાઈ આહીરની સાથે સોફા પર બેઠા છે.. અને આજ કારણે નિષ્ણાતોનું માનવું છે કે, અંબરીષ ડેરનું ઓપરેશન દિલ્લીથી પાર પાડવામાં આવ્યું છે.. અને તેમાં પી.કે.લહેરીની મુખ્ય ભૂમિકા છે..

આ પણ વાંચોઃ લોકસભા ચૂંટણી: ભાજપે વિધાનસભા દીઠ પ્રભારી અને સંયોજકની નિમણૂક કરી, જુઓ લિસ્ટ

પી.કે.લહેરી ગુજરાતના પૂર્વ મુખ્ય સચિવ છે

તો આપને જણાવીએ દઈએ કે, પી.કે.લહેરી ગુજરાતના પૂર્વ મુખ્ય સચિવ છે.. સિવિલ સર્વિસમાં તેમની કારકિર્દી દરમિયાન, તેમણે વિવિધ વિભાગોમાં કામ કર્યું છે. તેમણે ભારત સરકારમાં એક્ઝિક્યુટિવ ડિરેક્ટર- નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ફેશન ટેક્નોલોજી તરીકે પણ કામ કર્યું છે. તેમણે ગુજરાતના પાંચ મુખ્ય પ્રધાનો સાથે તેમના મુખ્ય સચિવ તરીકે કામ કર્યું હતું. જેમાં તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી સાથે પણ તેઓ કામ કરી ચૂક્યા છે.. અને આજ કારણે તેઓ પ્રધાનમંત્રી મોદીના ખુબ વિશ્વાસુ વ્યક્તિઓમાંના એક માનવામાં આવે છે.. અને આ કારણે જ તેમણે ડેરને ભાજપમાં લાવવામાં તેમણે મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવ્યાનું માનવામાં આવી રહ્યું છે.. 

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો


 

સંકળાયેલા મુદ્દાઓ

Ambarish Der BJP Election Loksabha Election Mission PK Laheri c.r.patil Operation

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ