બ્રેકિંગ ન્યુઝ
VTV / લાઈફસ્ટાઈલ / Technology / ટેક અને ઓટો / લોન્ચ પહેલા લીક થયું Pixel 11 સીરીઝનું રાજ! કિંમતથી લઇ સ્પેસિફિકેશન વિષે જાણો
Last Updated: 03:14 AM, 5 April 2026
ગૂગલની આગામી પિક્સેલ 11 સિરીઝ તેના લોન્ચ પહેલા જ લીક થઈ ગઈ છે. પિક્સેલ 11, પિક્સેલ 11 પ્રો અને હવે પિક્સેલ 11 પ્રો XL ના રેન્ડર સપાટી પર આવ્યા છે, જે ફ્લેગશિપ સિરીઝની ડિઝાઇન અને પરફોર્મન્સ વિશેની મુખ્ય ડીટેલ જાહેર થઇ છે. જોકે કંપનીએ હજુ સુધી નવા મોડેલની ઓફીશીયલ જાહેરાત કરી નથી, પરંતુ સિરીઝ પહેલા કરતાં વધુ પ્રીમિયમ દેખાય છે.
ADVERTISEMENT

ADVERTISEMENT
Pixel 11 Pro XL માં 6.8-ઇંચ LTPO AMOLED ડિસ્પ્લે હોઈ શકે છે, જે અગાઉના મોડેલ જેવી જ હોઈ શકે છે. Pixel 11 અને Pixel 11 Pro માં 6.3-ઇંચ સ્ક્રીન હોવાની અપેક્ષા છે. Google ના ફોલ્ડેબલ મોડેલ, Pixel 11 Pro Fold, પણ સમાચારમાં છે, જેમાં 6.4-ઇંચ કવર ડિસ્પ્લે અને 8-ઇંચ આંતરિક સ્ક્રીન હોવાની અપેક્ષા છે. બધા ફોનમાં AMOLED પેનલ હોવાની અપેક્ષા છે, જે વધુ સારો રંગ અને સરળ અનુભવ પ્રદાન કરશે. ડિસ્પ્લે સાઈઝ અને ક્વોલીટીને જોતાં આ સિરીઝ કન્ટેન્ટ જોવા અને ગેમિંગ માટે શાનદાર સાબિત થઈ શકે છે.
Pixel 11 સિરીઝમાં Google નું નવું Tensor G6 પ્રોસેસર હોઈ શકે છે જે હજુ સુધી લોન્ચ થયું નથી. આ ચિપમાં 7-કોર CPU હોવાની શક્યતા છે અને તે સુધારેલ AI પર્ફોમન્સ આપવા પર ફોકસ કરશે. તેમાં MediaTek M90 મોડેમ અને Titan M3 સુરક્ષા ચિપ પણ હોઈ શકે છે. Pixel 11 Pro XL 16GB RAM અને 256GB સ્ટોરેજ સાથે શરૂ થવાની શક્યતા છે. બેઝ મોડેલ 12GB RAM અને 128GB સ્ટોરેજ સાથે આવી શકે છે.
ADVERTISEMENT
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.