ન્યૂઝ અપડેટ્સ
ADVERTISEMENT
ADVERTISEMENT
કબૂતરોનાં નામે જમીન, બેન્ક બેલેન્સ, મકાન-દુકાન
જોધપુર જિલ્લાનાં અસોપ વિસ્તારમાં જ્યા કબૂતરોનાં નામે જમીન, બેન્ક બેલેન્સ, મકાન, દુકાન છે અને તેમનાં પાન કાર્ડ નંબર પણ છે. કબૂતરો ભાડુ પણ ભરે છે અને તેમનાં ભાડા અને જમીની કિંમતમાંથી ધર્મ-કર્મ સાથે જોડાયેલ કામો કરવામાં આવે છે.
ADVERTISEMENT
કબૂતરોનાં બેન્ક ખાતામાં લાખોની રકમ
જોધપુરથી 90 કિલોમીટર દૂર અસોપમાં કબૂતરોનું બેન્ક બેલેન્સ આશરે 30 લાખ છે અને તેમના નામે છે 364 વીધા જમીન. આ જમીન પર ખેતી માટે બોલીઓ લગાવવામાં આવે છે અને તેની ઇન્કમમાંથી આવતી રકમ કબૂતરોનાં એકાઉન્ટમાં જમા કરવામાં આવે છે. જે જમીનની કિંમત 20 કરોડથી વધારે છે.
ADVERTISEMENT
એક સમયનાં ધનાઢ્ય લોકોએ તેમનો કોઈ વારિસ ના હોવાને લીધે કબૂતરોનાં નામે જમીન લખી દીધી
કહેવામાં આવે છે કે રિયાસતી કાળમાં આસોપનાં અમુક ધનાઢ્ય લોકો જેમનાં કોઈ વારિસ નહોતા, તેમણે પોતાની જમીન કબૂતરોનાં નામે લખી દીધી હતી. અત્યારસુધી આ જમીન 360 વીધા થઈ ચૂકી છે. એટલુજ નહીં કબૂતરોની દેખરેખ માટે એક ટ્રસ્ટ પણ બનાવવામાં આવ્યું છે. જે દર વર્ષે આ જમીનને ખેતી માટે ભાડે આપે છે. જેમાંથી આવતી ઇન્કમથી કબૂતરો માટે દાણા-પાણી ખરીદવામાં આવે છે.
ADVERTISEMENT
કબૂતરો માટે કામ કરવા માટે 100 વર્ષ જુની કબૂતરાન કમિટી છે
હાલ આસોપની યુકો બેન્કમાં કબૂતરોનાં નામે આશરે 30 લાખથી વધારે ધન રાશિ જમા છે. તે ઉપરાંત કબૂતરોનાં નામે તે વિસ્તારમાં ત્રણ પાકી દુકાનો પણ છે. આસોપમાં આ મુક પક્ષીઓ માટે કામ કરનારી 100 વર્ષથી પણ જુની કબૂતરાન કમિટી છે. કમિટીનાં સભ્ય જણાવે છે કે, કસ્બામાં 21 ચબુતરા છે જ્યાં અસંખ્ય કબૂતરો દાણા ખાય છે. જ્યાં કબૂતરો માટે આશરે 10 ક્વિન્ટલ જ્વાર નાંખવામાં આવે છે. જે મહોલ્લામાં કબૂતરો માટે ચબૂતરો ના હોય ત્યાં રહેતા લોકો પણ કબૂતરોને દાણા નાંખવાની જવાબદારી નીભાવે છે.
ADVERTISEMENT
કબૂતરોએ ગૌશાળામાં ચારો ખરીદવા 10 લાખ આપ્યા
આશરે 10-11 વર્ષ પહેલા દુકાળને લીધે અશોક કસ્બામાં સંચાલિત થઈ રહેલ ભગવાન શ્રી કૃષ્ણ ગૌશાળાની આર્થિક સ્થિતિ ખરાબ થઈ ગઈ હતી અને ગૌશાળામાં ચારો પણ ખતમ થઈ ગયો હતો. ચારો ખરીદવા માટે ગૌશાળા સિમિત પાસે બજેટ પણ નહોતુ, તેવામાં ગામનાં કરોડપતિ કબૂતર જ કામમાં આવ્યા હતા. ગામ માટે કબૂતરણ ટ્રસ્ટે ગૌશાળાને 10 લાખ રૃપિયાની સહાયતા કરી, જેથી ગૌશાળાની ગાયો માટે ચારો ખરીદવામાં આવ્યો.
સંકળાયેલા મુદ્દાઓ