ન્યૂઝ અપડેટ્સ
7 ફોટો ગેલેરી
Last Updated: 02:28 PM, 6 October 2025
1/7
પ્રકાશ અને ખુશીનો તહેવાર દિવાળી દર વર્ષે આસો અમાસના દિવસે ઉજવવામાં આવે છે. આ દિવસ અસત્ય, બુરાઈ પર સારા અને અંધકાર પર પ્રકાશના વિજયનું પ્રતીક છે. આ પ્રસંગે ઘર અને આંગણાથી લઈને મંદિરો સુધી, દરેકને દીવાઓથી પ્રકાશિત કરવામાં આવે છે અને દેવી લક્ષ્મી અને ભગવાન ગણેશની પૂજા કરવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે દિવાળી દરેકના જીવનમાં સમૃદ્ધિ, નવી ઉર્જા અને ખુશીઓ લાવે છે. આ જ કારણ છે કે તે માત્ર એક તહેવાર નથી પરંતુ પાંચ દિવસ સુધી ચાલતો ભવ્ય ઉત્સવ છે. તે ધનતેરસથી શરૂ થાય છે અને ભાઈબીજ સુધી ચાલુ રહે છે.
2/7
ADVERTISEMENT
3/7
આ વર્ષે કાળી ચૌદશ/ નાની દિવાળી 19 ઓક્ટોબર 2025 ના રોજ ઉજવવામાં આવશે. તેને નરક ચતુર્દશી તરીકે પણ ઓળખવામાં આવે છે. આ દિવસે, સાંજે, ભગવાન યમ માટે ઘરના મુખ્ય પ્રવેશદ્વાર પર ચાર મુખવાળો દીવો પ્રગટાવવામાં આવે છે. વધુમાં, ઘરમાં સકારાત્મક ઉર્જા લાવવા માટે દીવાઓનું દાન કરવાનો રિવાજ છે.
4/7
દર વર્ષે આસો અમાસે દિવસે દિવાળી ઉજવવામાં આવે છે. આ વર્ષે અમાવસ્યા તિથિ 20 ઓક્ટોબરના રોજ બપોરે 3:44 વાગ્યે શરૂ થશે. આ તિથિ 21 ઓક્ટોબરના રોજ સાંજે 5:54 વાગ્યે સમાપ્ત થશે. દિવાળીના દિવસે સૂર્યાસ્ત પછી લક્ષ્મી પૂજા કરવામાં આવતી હોવાથી, આ વર્ષે દિવાળી 20 ઓક્ટોબર, 2025 ના રોજ ઉજવવામાં આવશે. આ દિવસે પૂજા માટેનો શુભ સમય સાંજે 7:08 થી 8:18 વાગ્યા સુધીનો રહેશે.
ADVERTISEMENT
5/7
કેલેન્ડર મુજબ કાર્તિક મહિનાના શુક્લ પક્ષ ની પ્રતિપદા તિથિ 21 ઓક્ટોબરના રોજ સાંજે 5:54 વાગ્યે શરૂ થાય છે. આ તિથિ બીજા દિવસે, 22 ઓક્ટોબરના રોજ રાત્રે 8:16 વાગ્યે સમાપ્ત થાય છે. માટે ગુજરાતીઓનું બેસતું વર્ષ અને ગોવર્ધન પૂજાનો તહેવાર 22 ઓક્ટોબરના રોજ ઉજવવામાં આવશે.
6/7
ADVERTISEMENT
7/7
ધર્મને લગતો આ આર્ટિકલ માત્ર અલગ-અલગ મળતી માહિતીને આધારિત છે. નહીં કે તમે તેને સત્ય જ માની લો. કારણ કે ધર્મ દરેકની આસ્થાનો વિષય છે. અહીં આપવામાં આવેલી જાણકારીને અનુસરતા પહેલા ધર્મ કે શાસ્ત્ર આધારિત જ્ઞાન ધરાવનારા વિદ્ધાનોની સલાહ લેવી અતિ આવશ્યક રહેશે. નહીં તો કોઇ મુશ્કેલી સર્જાય તો જવાબદારી vtvgujarati.com નહીં રહે. કારણ કે આ આર્ટિકલ ફક્ત ન્યૂઝના હેતુસર પબ્લિશ કરવામાં આવ્યો છે
સંકળાયેલા મુદ્દાઓ
ટોપ સ્ટોરીઝ