બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

logo

ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર

logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

VTV / ગુજરાત / Passed NEET, had to go all the way to the Supreme Court for admission Knowing the struggle of Bhavnagar doctor Ganesh you too will salute

પ્રેરણાનો સ્ત્રોત / NEET પાસ કરી, એડમિશન માટે છેક સુપ્રીમ કોર્ટ સુધી જવું પડ્યું: ભાવનગરના ડૉક્ટર ગણેશનો સંઘર્ષ જાણી તમે પણ કરશો સલામ

Vishal Dave

Last Updated: 08:03 PM, 1 March 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

પહેલા હાઇકોર્ટ માં મંજૂરી ના મળતા નિરાશા થઇ પરંતુ ત્યારબાદ બાદ સુપ્રીમ માંથી મંજૂરી મળતા આખરે ગણેશને ભાવનગરની મેડિકલ કોલેજમાં 2019માં પ્રવેશ મળ્યો

ભાવનગર જિલાના તળાજા તાલુકાના ગોરખી ગામે રહેતા અને તળાજા ની  એક સ્કૂલમાં થી 12 મુ ધોરણ  પાસ કરીને પોતાની ઓછી ઊંચી ના કારણે મેડિકલ કોલેજમાં પ્રવેશ મેળવવા માટે અનેક સંઘર્ષ કરીને આખરે ગણેશ બારૈયા હવે તબીબ બની ચુક્યો છે 

ગણેશ બારૈયા એવા અનેક લોકો માટે પ્રેરણારૂપ છે.. જેઓ નાની નાની બાબતોમાં હિંમત હારી જતા હોય છે.. માત્ર 3 ફૂટના ગણેશે એ કરી બતાવ્યુ છે જેને જોઇને આજે ભલભલા મોંમાં આંગળા નાંખી રહ્યા છે.. અનેક સંઘર્ષ અને પડકારોનો સામનો કરીને ગણેશે એમબીબીએસ પાસ કરી લીધું છે.. અને હાલ સરકારી હોસ્પિટલમાં ઇન્ટર્નશિપ કરી રહ્યો છે. 

હાઇકોર્ટે મંજુરી ન આપી તો સુપ્રીમ કોર્ટમાં ગયો 

 માત્ર 3 ફૂટ ની હાઈટ ધરાવતો ગણેશ  નાનપણ થી તબીબ બનાવ ની ઈચ્છા રાખતો અને જે તેનું સ્વપ્નું હવે પૂર્ણ થતા તેની ખુશી નો કોઈ પાર નથી ..માત્ર 3 ફૂટની અત્યંત ઓછી હાઈટ  ધરાવતો ગણેશ મેડિકલ કોલેજમાં પ્રવેશ મેળવા થનગનતો  હતો અને પહેલા હાઇકોર્ટ માં મંજૂરી ના મળી નિરાશ થયો પરંતુ ત્યારબાદ બાદ  સુપ્રીમ માંથી મંજૂરી મળતા આખરે તેને ભાવનગર ની મેડિકલ કોલેજમાં 2019 માં પ્રવેશ મેળવવા મંજુરી મળી હતી અને હવે 2024 માં તે એમ બી બી એસ ની ડિગ્રી પ્રાપ્ત કરી શક્યો છે અને હાલ ભાવનગર ની સિવિલ માં તે ઇન્ટરશીપ કર રહ્યો છે 

આ પણ વાંચોઃ હવેથી હાઉસિંગ સોસાયટીઓ મન ફાવે તેમ નહીં ઉઘરાવી શકે ટ્રાન્સફર ફી, વિધાનસભામાં સરકારને સત્તા આપતું બિલ પસાર

 

ભણવામાં હોંશિયાર હતો પરંતુ આર્થિક પરિસ્થિતિ નહોતી સારી 

ભાવનગર જિલ્લા ના ગોરખી ગામે રહેતા બારૈયા વિઠ્ઠલભાઇ નો પુત્ર ગણેશ નાનપણ થી જ ભણવામાં હોશિયાર હતો ગણેશનો  પરિવાર ખેતીવાડીનો વ્યવસાય કરે છે અને તે આર્થિક રીતે સક્ષમ ન હોઇ શાળા ના ટ્રસ્ટી એ તેને આર્થિક મદદ કરીને ભણાવ્યો હતો..  ગણેશ હવે વિશ્વ ના સૌથી ઓછી હાઈટ ધરાવતો તબીબ બન્યો છે તેમ તેના મેડિકલ કોલેજના  ડીન  કહી રહ્યાં છે 
કહેવાય છે કે અડગ મનના માનવી ને હિમાલય પણ નડતો નથી તેમ ગણેશ ને તબીબ બનતા કોઈ રોકી શક્યું નથી અને તેણે તેના માતા પિતાના સપનાને પૂર્ણ કર્યુ છે 


VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ