બ્રેકિંગ ન્યુઝ

logo
logo

મહાદેવ બેટિંગ એપ કેસ: અભિનેતા સાહિલ ખાનની મુંબઈ પોલીસની SIT દ્વારા ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદીનો આજે ઝંઝાવાતી ચૂંટણી પ્રચાર, કર્ણાટકમાં 4 રેલીને કરશે સંબોધન

logo

લોકસભા ચૂંટણી 2024: પૂર્વ PAAS કન્વીનર અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા CR પાટીલની હાજરીમાં ભાજપમાં જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024 / 'કોંગ્રેસ અને આપ પાર્ટીના લોકો જુઠ્ઠાણાં ચલાવે છે' અમિત શાહે વિપક્ષને આડે હાથ લીધું

logo

લોકસભા ચૂંટણી: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગોધરામાં વિજય સંકલ્પ સભા, જનસભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા

logo

લોકસભા ચૂંટણી 2024: મુંબઈ નોર્થ સેન્ટ્રલથી પૂનમ મહાજનનું પત્તુ કપાયું, આતંકી કસાબને ફાંસી અપાવનારા ઉજ્જવલ નિકમને ભાજપે ટિકિટ આપી

VTV / ગુજરાત / અમદાવાદ / A one-time charge levied by the State Government through the Housing Board

મોટા સમાચાર / હવેથી હાઉસિંગ સોસાયટીઓ મન ફાવે તેમ નહીં ઉઘરાવી શકે ટ્રાન્સફર ફી, વિધાનસભામાં સરકારને સત્તા આપતું બિલ પસાર

Vishal Khamar

Last Updated: 04:02 PM, 1 March 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રાજ્ય સરકાર દ્વારા હાઉસિંગ બોર્ડનાં આવાસોનાં રિડેવલપમેન્ટની વહીવટી ફી અને ચાર્જમાં રાહત આપી છે. સરકાર દ્વારા ટ્રાન્સફર ફી વન ટાઈમ તેમજ દસ્તાવેજની લેટ ફી પણ વન ટાઈમ કરી મકાન ધારકોને રાહત આપવાનો મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે.

ગુજરાત હાઉસિંગ બોર્ડ અને સ્લમ ક્લિયરન્સ સેલ દ્વારા રાજ્યમાં મકાનો માટે વસૂલવામાં આવતી ટ્રાન્સફર ફી, વહીવટી ચાર્જ તથા અન અધિકૃત બાંધકામની વપરાશ ફી ની રકમમાં રાહત આપવા અંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં ઉચ્ચ સ્તરીય બેઠક યોજવામાં આવી હતી. ત્યારે ગુજરાત સરકારે હાઉસિંગ બોર્ડ દ્વારા વસુલવામાં ટ્રાન્સફર ફી, વહીવટી ચાર્જ અને અનઅધિકૃત બાંધકામની વપરાશ ફી ની રકમમાં મકાન ધારકોને રાહત આપવાનો મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. મકાન માલીકોએ ટ્રાન્સફર ફી વન ટાઈમ કરી છે. 

પાવર ઓફ એટર્નીનાં આધારે ટ્રાન્સફર ફી વન ટાઈમ વસૂલાશે
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તેમજ ગુજરાત હાઉસિંહ બોર્ડ દ્વારા વિસ્તૃત પ્રેઝન્ટેશન કરીને પ્રવર્તમાન સ્થિતિની સમીક્ષા બેઠક યોજી હતી. તેમજ હાઉસિંગ બોર્ડનાં મકાનોમાં ટ્રાન્સફર ફી ના કિસ્સામાં મૂળ લાભાર્થી બાદ ઉત્તરોત્તર પાવર ઓફ એટર્નીનાં આધારે લેવાતી દરેક ટ્રાન્સફર ફી વન ટાઈમ વસૂલવામાં આવશે. 

વિલંબથી થતા દસ્તાવેજોમાં વિલંબિત ચાર્જ વન ટાઈમ વસૂલાશે
મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા ગુજરાત હાઉસિંગ બોર્ડની યોજનાઓ જેમાં ભાડા ખરીદ સમય પૂરો થોય હોય કે મકાનની 100 ટકાની રકમ ભરપાઈ કર્યા બાદ વિલંબથી થતા દસ્તાવેજોમાં વિલંબિત ચાર્જ પેટે પ્રતિ વર્ષે રૂા. 1 હજારની જગ્યાએ વન ટાઈમ વસૂલાત EWS માટે રૂા. 2 હજાર, LIG માટે રૂા. 4 હજાર, MIG માટે રૂા. 6 હજાર અને HIG માટે રૂા. 10 હજાર કરવાનો નિર્ણય કર્યો છે. 

વધુ વાંચોઃ આવતીકાલે CM સહિત ગુજરાતનું મંત્રીમંડળ જશે અયોધ્યા, કરશે પ્રભુ રામલલાના દર્શન

આવાસ ધારકોનાં હિતમાં કરાયો નિર્ણય
ગુજરાત સરકાર દ્વાર આવાસ ધારકોનાં હિતમાં નિર્ણય કર્યો છે.  ગુજરાત હાઉસિંગ બોર્ડનાં આવાસ ધારકોને આર્થિક રાહત સાથે ફી ભરવામાં સરળતા આપતો નિર્ણયો કર્યા છે.  મુખ્યમંત્રીનાં આ નિર્ણયને કારણે જૂના અને જર્જરીત મકાનોનાં રિ-ડેવલપમેન્ટની પ્રક્રિયા ઝડપી થવાને કારણે ઈઝ ઓફ લિવિંગ વધશે.  ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં યોજાયેલી આ બેઠકમાં મુખ્યમંત્રીનાં અધિક મુખ્ય સચિવ પંકજ જોષી, શહેરી વિકાસ અગ્ર સચિવ અશ્વિનીકુમાર, હાઉસિંગ કમિશ્નર સંદીપ વસાવા તેમજ સચિવ આર.જી. ગોહિલ ઉપસ્થિત રહ્યા હતા. 

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળવવા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ