ન્યૂઝ અપડેટ્સ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / પશુપાલકો આનંદો, આ ડેરીએ પ્રતિકિલો ફેટના ભાવમાં કરી વધારાની જાહેરાત
Last Updated: 03:17 PM, 1 May 2025
ADVERTISEMENT
ગુજરાતના સ્થાપના દિવસે પંચમહાલ ડેરીએ મોટી જાહેરાત કરી છે. જે અંતર્ગત પશુપાલકોને હવે એક કિલો ફેટ દિઠ 20 રૂપિયા વધારે મળશે. ગુજરાત ગૌરવ દિવસની ઉજવણીના અવસર પર આ જાહેરાત કરાઇ છે. પંચામૃત ડેરીના ચેરમેન જેઠા ભરવાડે પશુપાલકો માટે આ મોટી જાહેરાત કરી છે. આ જાહેરાતથી પંચમહાલ, મહીસાગર, અને દાહોદના લાખ્ખો દુધ ઉત્પાદકોને લાભ મળશે.
ADVERTISEMENT
ગુજરાતનું સહકારી ક્ષેત્ર સમગ્ર રાષ્ટ્ર માટે રોલ મોડલ રહ્યું છે. પંચામૃત ડેરી એ ત્રણ જિલ્લા પંચમહાલ, મહીસાગર અને દાહોદ સાથે સંકળાયેલ દૂધ મંડળીઓનું એક વિશાળ સહકારી માળખું છે. જેના થકી આજે ગ્રામ્ય વિસ્તારોમાં દૂધ મંડળીઓને નવતર રાહ ચિંધી આર્થિક સમૃધ્ધિના દ્રારા ખોલ્યા છે.
આ પણ વાંચોઃ રાજસ્થાન સ્કૂલ ફરી આવી વિવાદમાં, પ્રવેશને બદલે વિદ્યાર્થીઓને LC આપી દેતા વાલીઓમાં રોષ
ADVERTISEMENT
પંચામૃત દૂધ સંઘ દ્રારા અમલ કરેલ વિવિધ યોજનાઓ અને માળખાકીય સુવિધાઓની વિગત જોઇએ તો વિવિધ યોજનાઓ હેઠળ દૂધાળા પશુ ખરીદીમાં સહાય કરે છે, દૂધ મંડળીઓ માટે મીલ્કો ટેસ્ટીંગ મશીન આપ્યા છે. દૂધ મંડળીઓને નવીન દૂધઘર બાંધકામ માટે સહાય કરી છે , દૂધ મંડળીઓને ગોડાઉન બાંધકામ માટે સહાય કરી છે. આ ઉપરાંત દૂધ મંડળીઓને બલ્ક કુલર સ્થાપના ઉપરાંત દૂધાળા પશુના ડેરી ફાર્મ સ્થાપવાની યોજના હેઠળ પણ સહાય આપવામાં આવી છે.
સંકળાયેલા મુદ્દાઓ