ન્યૂઝ અપડેટ્સ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / રાજસ્થાન સ્કૂલ ફરી આવી વિવાદમાં, પ્રવેશને બદલે વિદ્યાર્થીઓને LC આપી દેતા વાલીઓમાં રોષ
Last Updated: 02:32 PM, 1 May 2025
ADVERTISEMENT
અત્યારના સમયમાં ભણતર ખૂબજ અધુરું અને મોંઘું બની ગયું છે, જેના કારણે વાલીઓ અને સ્કૂલ સંચાલકો વચ્ચે વિવાદો સામાન્ય બનતા જાય છે. ખાસ કરીને ખાનગી શાળાઓમાં ફી, એડમિશન અને સંચાલન અંગે વારંવાર પ્રશ્નો ઊઠતા રહે છે. તાજેતરમાં, અમદાવાદના શાહીબાગ વિસ્તારમાં આવેલી રાજસ્થાન સ્કૂલ ફરી એક વખત વિવાદમાં આવી છે. વિદ્યાર્થીઓના પ્રવેશ (એડમિશન) મુદ્દે સ્કૂલ અને વાલીઓ વચ્ચે તણાવ સર્જાયો છે.
ADVERTISEMENT

ગત વર્ષે સ્કૂલ દ્વારા વિદ્યાર્થીઓને પ્રવેશ ના આપતા સ્કૂલ વિવાદમાં આવી હતી ત્યારે આ વર્ષે ફરી એક વખત 250 વિદ્યાર્થીઓને પરિણામ લેવા આવ્યા ત્યારે LC આપી દીધા હતા. 8માં ધોરણમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને ધોરણ 9માં પ્રવેશ ના આપતા વાલીઓએ સ્કૂલમાં હોબાળો કર્યો હતો.
ADVERTISEMENT

સમ્રગ મામલાની વાત કરીએ તો સ્કૂલે ધોરણ 8ના વિદ્યાર્થીઓને LC (લિવિંગ સર્ટિફિકેટ) આપી દીધું છે, પરંતુ ધોરણ 9માં પ્રવેશ આપવા ઇનકાર કર્યો છે. આ કારણે વાલીઓમાં ભારે આક્રોશ ફાટી નીકળ્યો છે. પરિસ્થિતિ એટલી બગડી ગઈ કે સ્કૂલના દરવાજા બહાર વાલીઓએ હોબાળો કર્યો. સ્કૂલ સંચાલકોએ વાલીઓને મળવા મનાઈ ફરમાવતા, વાલીઓની સ્થિતિ વધુ ગંભીર બની ગઈ.
ADVERTISEMENT
ADVERTISEMENT
વાલીએ જણાવ્યું હતું કે, અમારા બાળકો વર્ષોથી આ સ્કૂલમાં ભણે છે.આજે જ્યારે પરિણામ લેવા આવ્યા ત્યારે અચાનક જ સ્કૂલ દ્વારા એલસી આપી દેવામાં આવ્યું તો અધવચ્ચે અમારા બાળકોને કઈ સ્કૂલમાં પ્રવેશ મળશે.સ્કૂલ દ્વારા અમને કહેવામાં આવ્યું કે અમારી પાસે પૂરતી ફેકલ્ટી નથી જેના કારણે અમે વર્ગો બંધ કરવાના છીએ. વાલીઓએ અમદાવાદ જિલ્લા શિક્ષણાધિકારીને આ મામલે લેખિતમાં ફરિયાદ આપી છે અને બાળકના ભવિષ્ય માટે યોગ્ય કાર્યવાહી કરવાની માંગ ઉઠાવી છે.
સંકળાયેલા મુદ્દાઓ