ન્યૂઝ અપડેટ્સ
VTV / ગુજરાત / સુરતના સમાચાર / તણાવની સ્થિતિ વચ્ચે સુરત પહોંચ્યું લડાકુ જહાજ 'INS સુરત', ભારતનો દુશ્મન દેશને કડક મેસેજટ
Last Updated: 12:48 PM, 1 May 2025
ADVERTISEMENT
સુરત શહેર માટે એક ગૌરવપૂર્ણ ક્ષણ હતી જ્યારે યુદ્ધની તણાવભરી સ્થિતિ વચ્ચે ભારતીય નૌકાદળનું આધુનિક યુદ્ધ જહાજ INS સુરત શહેરના અદાણી પોર્ટ, હજીરા ખાતે પહોચ્યું. આ જહાજ ભારતમાં બનેલું સૌથી આધુનિક ટેકનોલોજીથી સજ્જ મિસાઇલ ડિસ્ટ્રોયર છે. PM નરેન્દ્ર મોદી દ્વારા INS સુરતનું લોકાર્પણ થયા બાદ આ પ્રથમ વખત છે કે આ જહાજ ગુજરાત આવી પહોંચ્યું છે.
ADVERTISEMENT

INS સુરતનું પોર્ટ પર રાજ્યસભાના સાંસદ ગોવિંદ ધોળકિયા અને સુરતના કલેક્ટર દ્વારા ઔપચારિક સ્વાગત કરવામાં આવ્યું. આ જહાજ હવે સુરતમાં બે દિવસ માટે હજીરાના અદાણી પોર્ટ પર રહેશે. આવતીકાલે પોલીસ ઓફિસરો, NCCના વિદ્યાર્થી તેમજ નાગરિકોને પણ આ જહાજની અંદરની મુલાકાત લેવાની ખાસ તક મળશે.
ADVERTISEMENT
આ INS સુરતનું આગમન એ સંકેત આપે છે કે ભારત યુદ્ધ જેવી કોઈપણ પરિસ્થિતિ માટે સંપૂર્ણ રીતે તૈયાર છે. ખાસ કરીને જ્યારે પાકિસ્તાન અને ચીન વચ્ચે તણાવની સ્થિતિ ઊભી થઈ છે, ત્યારે ભારત પોતાના લશ્કરી સાધનો અને શક્તિનો પ્રદર્શન કરીને દુશ્મનોને સ્પષ્ટ સંદેશ આપી રહ્યો છે કે દેશ સંપ્રભુતા માટે કોઈ પણ મૂલ્ય ચૂકવવા તૈયાર છે.
ADVERTISEMENT
INS સુરત જેવી ટેકનોલોજીકલ રીતે સજ્જ યુદ્ધ જહાજ ભારતની દરિયાઈ સુરક્ષા ક્ષમતા વધારવામાં ખૂબ જ મહત્વનું યોગદાન આપે છે
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ