બ્રેકિંગ ન્યુઝ
Vishal Khamar
Last Updated: 07:57 AM, 14 April 2024
સુરત ખાતે આવેલ મેજિકા વોટર પાર્કમાં એક યુવક દ્વારા પ્રતિબંધિત વિસ્તારમાં ઘૂસી જઈ પેલેસ્ટાઈન દેશનાં ચિન્હવાળી ટી-શર્ટ સાથે નારા લગાવ્યા હતા. આ યુવકને અટકાવવાની કોશિષ કરતા આઠ થી દસ જેટલા યુવકોએ ભેગા મળી સિક્યુરિટી ઓફિસર સહિત બે લોકો પર જીવલેણ હુમલો કર્યો હતો. જેને લઈ પોલીસ અધિકારીનો કાફલો ઘટનાં સ્થળે દોડી ગયો હતો. તેમજ આ સમગ્ર બાબતે પુણા પોલીસ સ્ટેશનમાં અજાણ્યા શખ્શ વિરૂદ્ધ ફરિયાદ નોંધવામાં આવી હતી.
ADVERTISEMENT
સિક્યુરિટી મેનેજરને માથામાં પ્લાસ્ટિકની ડોલ મારતા ગંભીર ઈજા પહોંચી
મેજિકા વોટર પાર્કમાં પ્રતિબંધિત વિસ્તારમાં ઘુસેલ યુવકને સિક્યુરિટી મેનેજર દ્વારા તેઓને અટકાવવાની કોશિષ કરતા 8 થી 10 જેટલા યુવકોએ સિક્યુરિટી મેનેજર સહિત બે વ્યક્તિઓ સિક્યુરિટી મેનેજરને માથામાં પ્લાસ્ટિકની ડોલ મારતા ગંભીર ઈજા પહોંચતા તેને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો.
ADVERTISEMENT
વધુ વાંચોઃ રૂપાલા સાધુ-સંતોના શરણે, પાળીયાદ ધામના નિર્મળાબા, બલિયાવડ શક્તિધામના દેવલઆઈની કરી મુલાકાત
યુવક દ્વારા સિક્યુરીટી સ્ટાફ સાથે બોલાચાલી તેમજ તકરાર કરેલીઃ પી.કે.પટેલ (એસીપી, સુરત)
આ સમગ્ર બાબતે સુરત એસીપી પી.કે.પટેલે જણાવ્યું હતું કે, જે વોટર પાર્કમાં એમ્બીઝમેન્ટ માટે પબ્લીક આવતી હોય છે. તે પૈકી ત્યાં વેબ સાઈડ હતી. જ્યાં એક વ્યક્તિએ સ્ટેજ ઉપર જવાની જગ્યા ન હોય તે જગ્યાએ ચડી જઈ બુમા બુમ કરેલી અને પોતે ટી-શર્ટ પહેરેલી તે ટી-શર્ટ ઉંચી કરી લોકોનું ધ્યાન ખેંચેએ પ્રકારની હરકત કરેલી જેથી એ ટી-શર્ટ ઉપર કોઈ દેશનો સિમ્બોલ હોઈ સિક્યુરીટીનાં માણસોને ધ્યાને આવતા જે પ્રતિબંધિત વિસ્તારમાંથી તેને હટાવવા માટે પહોંચી જતા તેને પકડીને હટાવતા તે દરમ્યાન તેની સાથેનાં અન્ય વ્યક્તિઓ પણ ત્યાં સાથે આવી ગયેલા અને સિક્યુરીટી સ્ટાફ સાથે બોલાચાલી તકરાર કરેલી.
VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળવવા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ઈંગ્લેન્ડની ભારત ટૂર / વનડે-ટી20 સીરિઝ માટે ભારતે આ સ્ટાર ખેલાડીને ન આપ્યાં વીઝા, ઈંગ્લેન્ડને પડ્યો મોટો ફટકો
ઉત્તરાયણ સ્પેશ્યલ / ગુજરાતમાં આ સ્થળે ઉત્તરાયણ પર નથી ચગતા પતંગ, પણ દશેરાએ થાય છે ઉજવણી
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
ઈંગ્લેન્ડની ભારત ટૂર / વનડે-ટી20 સીરિઝ માટે ભારતે આ સ્ટાર ખેલાડીને ન આપ્યાં વીઝા, ઈંગ્લેન્ડને પડ્યો મોટો ફટકો
ઉત્તરાયણ સ્પેશ્યલ / ગુજરાતમાં આ સ્થળે ઉત્તરાયણ પર નથી ચગતા પતંગ, પણ દશેરાએ થાય છે ઉજવણી
ADVERTISEMENT