બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / રાજકોટના સમાચાર / Parshottam Rupala met with the monks and saints and held a meeting.

PHOTOS / રૂપાલા સાધુ-સંતોના શરણે, પાળીયાદ ધામના નિર્મળાબા, બલિયાવડ શક્તિધામના દેવલઆઈની કરી મુલાકાત

Dinesh Chaudhary

Last Updated: 11:14 PM, 13 April 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Lok sabha Election 2024: પરષોત્તમ રૂપાલાએ સાધુ સંતો સાથે બેઠક યોજી હતી. જેમાં પાળીયાદ ધામના ગાદીપતીએ રૂપાલા સાથે બેઠક કરી વિવિધ ચર્ચાઓ કરી હતી

લોકસભાની ચૂંટણીને લઈ દેશભરના રાજકારણમાં ભારે ગરમાવો જોવા મળી રહ્યો છે. ત્યારે ગુજરાતની રાજકોટ બેઠકના ભાજપ ઉમેદવાર પરષોત્તમ રૂપાલાની વિવાદિત ટીપ્પણીને લઈ સર્જાયેલો વિવાદ હવે શાંત પડી રહ્યું છે. ક્ષત્રિય સમાજમાં પ્રસરેલો રોષ હવે ધીરે ધીરે શાંત પડી રહ્યો છે. પરષોત્તમ રૂપાલાએ સાધુ-સંતોની સાથે મુલાકાત કરી બેઠક યોજી હતી.

રૂપાલાની સાધું-સંતો સાથે બેઠક
ક્ષત્રિય સમાજના વિવાદિત નિવેદન વચ્ચે રૂપાલાએ સાધુ સંતો સાથે બેઠક યોજી હતી. જેમાં પાળીયાદ ધામના ગાદીપતીએ રૂપાલા સાથે બેઠક કરી વિવિધ ચર્ચાઓ કરી હતી પાળીયાદ ધામના ભયલુ બાપુએ તેમજ બલિયાવડ શક્તિધામના આઈશ્રી દેવલઆઈએ પણ મુલાકાત કરી હતી. જે બેઠકમાં ક્ષત્રિય સમાજના આગેવાનો પણ હાજર રહ્યાં હતાં.

જામસાહેબે શું કહ્યું હતું ?
જામસાહેબે કહ્યું હતું કે, રૂપાલા ક્ષત્રિય આગેવાનો અને ધર્મગુરૂઓ સામે માફી માગે તો માફી આપવી જોઈએ. જામનગરના રાજવી જામસાહેબે કહ્યું કે, ક્ષમા વિરસ્ય ભૂષણમ એ ક્ષત્રિયોનો ધર્મ છે અને એ ધર્મે રૂપાલાને માફી આપવી જોઈએ. જામસાહેબે એમ પણ ઉમેર્યું હતું કે, રૂપાલા બે વાર માફી માગી એ પૂરતી નથી. તેમણે સામાજિક આગેવાનો અને ધર્મગુરૂઓની માફી માગવી જોઈએ.

વાંચવા જેવું: કોંગ્રેસે બાકી રહેલા 4 ઉમેદવારો કર્યા જાહેર, રૂપાલા સામે દિગ્ગજ નેતાને ઉતાર્યા, જુઓ લિસ્ટ

જાણો સમગ્ર વિવાદ 
રાજકોટ બેઠકના ઉમેદવાર પરશોત્તમ રૂપાલાએ રજવાડા અંગે એક નિવેદન આપ્યું હતું. જે વીડિયો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે.  તેમણે કહ્યું હતું કે, રૂખી સમાજે ધર્મ કે વ્યવહાર નહોતો બદલ્યો. સૌથી વધુ દમન થયુ છતા રૂખી સમાજ નહોતો ઝૂક્યો. વધુમાં કહ્યું હતું કે, મહારાજાઓએ અંગ્રેજો સામે રોટી-બેટીના વ્યવહાર કર્યા હતો. રૂપાલાના નિવેદનથી ક્ષત્રિય સમાજમાં રોષ જોવા મળી રહ્યો છે. 

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

સંકળાયેલા મુદ્દાઓ

Lok Sabha Election 2024 Parshottam Rupala News Parshottam Rupala Statement ચૂંટણી 2024 લોકસભા ચૂંટણી 2024 Lok Sabha Election 2024
Dinesh Chaudhary

Dinesh Chaudhary is a journalist at VTV Gujarati, covering breaking news, politics, and social issues with deep insights and a commitment to truth.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ