બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 10:01 PM, 2 August 2026
પાકિસ્તાનના સ્વાતમાં સ્યુસાઇડ અટેક થયો છે. જેમાં રવિવારે સ્વાતમાં કાબલ પોલીસ સ્ટેશનના ગેટ બહાર થયેલા આત્મઘાતી હુમલામાં ઓછામાં ઓછા 7 લોકોના મોત થયા છે અને 18 ઘાયલ થયા છે. સ્વાતના જિલ્લા પોલીસ અધિકારી મુજબ આત્મઘાતી હુમલાખોરે ત્યારે વિસ્ફોટકમાં ધમાકો કર્યો જ્યારે પોલીસકર્મીઓએ તેને પોલીસ સ્ટેશનના પ્રવેશદ્વાર પર રોકવાનો અને તપાસ કરવાનો પ્રયાસ કર્યો હતો.
ADVERTISEMENT
પાકિસ્તાની મીડિયા અનુસાર પોલીસે આ અંગે કહ્યું કે, “આ અટેકમાં શરૂઆતમાં સાત લોકોના મોત થયા અને 18 અન્ય ઘાયલ થયા. અમારી પોલીસ હાઈ અલર્ટ પર છે અને કોઈપણ અણધારી પરિસ્થિતિનો સામનો કરવા માટે સંપૂર્ણ તૈયાર છે. જેમાં સુરક્ષા દળોએ વિસ્તારની ઘેરાબંધી કરી દીધી છે અને વધુ પુરાવા ભેગા કરવા માટે તપાસ ચાલુ છે.”
سوات کبل تھانے کے مرکزی گیٹ کے سامنے دھماکہ ہوا ہے، پولیس اہلکاروں سمیت متعدد شہری زخمی ہوگئے۔۔۔مقامی زرائع https://t.co/MOU179O9IT pic.twitter.com/7UspQs7mhi
— Farzana Ali (@farzanaalispark) August 2, 2026
ADVERTISEMENT
આ ધમાકો ત્યારે થયો જ્યારે સ્વાત ઘાટીમાં તાજેતરમાં વધેલી આતંકવાદી હિંસા વિરુદ્ધ કાબલ ચોક પર લોકોનું એક મોટું વિરોધ પ્રદર્શન ચાલી રહ્યું હતું. આ જોરદાર ધમાકામાં અનેક લોકો હતાહત થયા હતા ત્યારબાદ પોલીસ, રેસ્ક્યુ ટીમ અને સ્થાનિક અધિકારીઓએ તરત જ ઈમરજન્સી કાર્યવાહી શરૂ કરી હતી.
ઉલ્લેખનીય છે કે, સ્વાત અમન જિર્ગા (સ્થાનિક આદિવાસી પરિષદ)એ સ્વાતમાં શાંતિ રેલીનું આયોજન કર્યું હતું. તેમાં ભાગ લેનારાઓએ નારા લગાવ્યા અને પ્લેકાર્ડ ઉપાડ્યા હતા જેમાં આ વિસ્તારમાં શાંતિની માંગ કરાઈ રહી હતી, જ્યાં છેલ્લા ઘણા મહિનાઓમાં સુરક્ષાની સ્થિતિ બગડી છે.
ADVERTISEMENT
આ હુમલામાં ઘાયલ થયેલા લોકોને સારવાર માટે નજીકના સૈદુ શરીફ ટીચિંગ હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા. સાથે સુરક્ષા કર્મીઓએ વિસ્તારની ઘેરાબંધી કરીને સર્ચ ઓપરેશન શરૂ કર્યું છે. અધિકારીઓ હુમલા સાથે જોડાયેલી પરિસ્થિતિઓની તપાસ કરી રહ્યા છે. સેનાના જવાનો પણ મોકાના સ્થાને આવ્યા હતા.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.