ન્યૂઝ અપડેટ્સ
Last Updated: 10:41 AM, 1 June 2026
ADVERTISEMENT
નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી (NIA) અને જમ્મુ-કાશ્મીર પોલીસે તપાસ દરમિયાન બે મોબાઇલ ફોન વિશે મહત્વની માહિતી મેળવી છે. આ બંને ફોન આતંકવાદીઓ પાસેથી મળ્યા હતા જેમને 28 જુલાઈ 2025ના રોજ દચિગામ જંગલ વિસ્તારમાં સુરક્ષા દળોએ એન્કાઉન્ટરમાં ઠાર કર્યા હતા. મૃત આતંકવાદીઓમાં ફૈસલ જટ્ટ ઉર્ફે સુલેમાન શાહ, હબીબ તાહિર ઉર્ફે જિબ્રાન અને હમઝા અફગાનીનો સમાવેશ થતો હતો. તેમની પાસેથી શાઓમી કંપનીના બે ફોન મળ્યા હતા. એક રેડમી 9T અને બીજો રેડમી નોટ 12 મોડલનો ફોન હતો.
ADVERTISEMENT
તપાસમાં જાણવા મળ્યું કે રેડમી 9T ફોન જાન્યુઆરી 2021માં કરાચીની ટેક સિરાત પ્રાઇવેટ લિમિટેડ નામની કંપની દ્વારા આયાત કરવામાં આવ્યો હતો. આ ફોનની ખરીદી અને શિપમેન્ટ માટે પાકિસ્તાનની ફૈસલ બેંક દ્વારા નાણાકીય વ્યવસ્થા કરવામાં આવી હતી. દસ્તાવેજોમાં ડિલિવરી સરનામું પણ ફૈસલ બેંકની કરાચી સ્થિત મુખ્ય શાખાનું દર્શાવવામાં આવ્યું હતું.
તપાસ એજન્સીઓનું માનવું છે કે આ ફોન મોટી શિપમેન્ટનો ભાગ હતો. ત્યારબાદ કોઈ રીતે અથવા પ્રિ પ્લાન્ડ યોજના હેઠળ આ ફોન આતંકી સંગઠન લશ્કર-એ-તૈયબા સુધી પહોંચાડવામાં આવ્યો હતો. સૌથી ચોંકાવનારી બાબત એ છે કે આ ફોન 2021માં ખરીદાયા બાદ એપ્રિલ 2025ના પહલગામ હુમલા સુધી એક પણ વખત ચાલુ કરવામાં આવ્યો ન હતો. એટલે કે લગભગ ચાર વર્ષ સુધી ફોનબંધ સ્થિતિમાં રાખવામાં આવ્યો હતો. જેથી સાબિત થાય છે કે ફોન ખાસ આતંકી હુમલા માટે જ સાચવી રાખવામાં આવ્યો હતો. બીજો ફોન રેડમી નોટ 12 હતો જે 2023માં લાહોર સ્થિત એર લિંક કમ્યુનિકેશન્સ લિમિટેડ દ્વારા ખરીદવામાં આવ્યો હતો. આ ફોન પણ લગભગ બે વર્ષ સુધી બંધ રહ્યો હતો અને હુમલા પહેલાં જ સક્રિય કરવામાં આવ્યો હતો.
ADVERTISEMENT
તપાસ દરમિયાન વધુ એક મહત્વની માહિતી સામે આવી છે. આતંકવાદીઓએ આ ફોનમાં મોબાઇલ નેટવર્ક અથવા ઇન્ટરનેટનો ઉપયોગ કર્યો નહોતો. તેના બદલે તેઓ લાંબા અંતરના રેડિયો કમ્યુનિકેશન ટેકનોલોજીનો ઉપયોગ કરતા હતા જે વધુ સુરક્ષિત માનવામાં આવે છે અને તેની ટ્રેકિંગ કરવું મુશ્કેલ હોય છે. જોકે ફોનમાંથી કેટલીક તસવીરો અને નકશા મળી આવ્યા છે. તેમાં બૈસરન મેદાન વિસ્તારની માહિતી તેમજ 30 માર્ચ 2025ના રોજ આતંકવાદીઓ દ્વારા લગાવવામાં આવેલા ટેન્ટની તસવીરો પણ મળી છે. આ પુરાવાઓ તપાસને આગળ વધારવામાં મહત્વના સાબિત થઈ રહ્યા છે.
ADVERTISEMENT

આ પણ વાંચોઃ કેવું રહેશે 1 જૂનનું હવામાન, આ વિસ્તારોમાં વરસાદ, ભારે પવન, IMDનું એલર્ટ
ADVERTISEMENT
ફૈસલ બેંકનું નામ પણ તપાસમાં ચર્ચામાં આવ્યું છે. જોકે હાલમાં પહલગામ હુમલામાં બેંકની સીધી સંડોવણીના કોઈ પુરાવા મળ્યા નથી. તેમ છતાં અગાઉ પણ આંતરરાષ્ટ્રીય મીડિયા અહેવાલોમાં આ બેંકનું નામ આતંકવાદી સંગઠનો સાથે જોડાયેલા નાણાકીય વ્યવહારોમાં સામે આવ્યું હોવાનું જણાવાયું હતું. ઉલ્લેખનીય છે કે પહલગામ હુમલામાં આતંકવાદીઓએ પર્યટકોને નિશાન બનાવ્યા હતા.
અહેવાલો અનુસાર હુમલાખોરોએ કેટલાક લોકોને તેમનો ધર્મ પૂછ્યા બાદ ગોળી મારી હતી. તે સમયે પહલગામમાં મોટી સંખ્યામાં પ્રવાસીઓ હાજર હતા. તપાસ એજન્સીઓ હવે આ સમગ્ર નેટવર્ક, ફોનની સપ્લાય ચેઇન અને આતંકવાદીઓને મળેલી મદદ અંગે વધુ તપાસ કરી રહી છે. અત્યાર સુધી મળેલા પુરાવાઓએ એક વખત ફરી પાકિસ્તાન સાથે જોડાયેલા આતંકી તત્વોની ભૂમિકા અંગે ગંભીર સવાલો ઉભા કર્યા છે.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ