ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ભારત / કેવું રહેશે 1 જૂનનું હવામાન, આ વિસ્તારોમાં વરસાદ, ભારે પવન, IMDનું એલર્ટ

photo-story

6 ફોટો ગેલેરી

આગાહી / કેવું રહેશે 1 જૂનનું હવામાન, આ વિસ્તારોમાં વરસાદ, ભારે પવન, IMDનું એલર્ટ

Last Updated: 11:49 PM, 31 May 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

આવતીકાલે એટલે કે 1 જૂને દેશના વિવિધ રાજ્યોમાં હવામાન કેવું રહેશે તે અંગે હવામાન વિભાગે આગાહી કરી છે. જેમાં વિવિધ રાજ્યોમાં હવામાન મિક્સ રહેવાની શક્યતા છે. ચાલો તેના વિષે વિગતવાર જાણીએ.

1/6

photoStories-logo

1. હવામાનની આગાહી

ભારતીય હવામાન વિભાગ દ્વારા તાજેતરમાં જાહેર કરાયેલી આગાહી મુજબ 1 જૂને દેશના વિવિધ રાજ્યોમાં હવામાન મિક્સ રહેવાની શક્યતા છે. જેમાં દક્ષિણ પશ્ચિમ ચોમાસું કેરળના દરિયાકાંઠે પહોંચી ગયું છે અને તેના પ્રભાવને કારણે દક્ષિણ ભારતમાં વરસાદની એક્ટિવિટીમાં વધારો થયો છે. તો ઉત્તર પશ્ચિમ ભારતના ઘણા ભાગોમાં હજુ પણ ગરમી અને ગરમીના મોજાની આગાહી છે.

આ તસવીર શેર કરો

logo logo logo

2/6

photoStories-logo

2. સાઉથ ઇન્ડિયા

સોમવારે સાઉથ ભારતના રાજ્યો કેરળ, કર્ણાટક, તમિલનાડુ, આંધ્રપ્રદેશ અને તેલંગાણામાં વાદળછાયું આકાશ, વાવાઝોડા અને અમુક સ્થળોએ મધ્યમથી ભારે વરસાદ પડવાની શક્યતા છે. જેમાં કેરળ અને દરિયાકાંઠાના કર્ણાટકમાં વરસાદ પડી શકે છે. તો ગોવા અને કોંકણ ક્ષેત્રમાં પણ વરસાદ પડી શકે છ જેના કારણે તાપમાનમાં ઘટાડો થશે.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

3/6

photoStories-logo

3. ઉત્તરપૂર્વના રાજ્યો

ઉત્તરપૂર્વ ભારતના રાજ્યો આસામ, મેઘાલય, અરુણાચલ પ્રદેશ, નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ અને ત્રિપુરામાં વરસાદની પ્રવૃત્તિ સૌથી વધુ સક્રિય રહેવાની શક્યતાછે. જેમાં અનેક વિસ્તારોમાં ભારે વરસાદ, વાવાઝોડા અને ભારે પવનની આગાહી કરવામાં આવી છે. તો પર્વતીય વિસ્તારોમાં ભૂસ્ખલન અને નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની શક્યતા છે.

આ તસવીર શેર કરો

logo logo logo

4/6

photoStories-logo

4. પૂર્વ ભારત

પૂર્વ ભારતમાં પશ્ચિમ બંગાળ, ઓડિશા, ઝારખંડ અને બિહારના અનેક ભાગોમાં વાદળછાયું આકાશ રહેવાની શક્યતા છે. આ દરમિયાન વાવાઝોડાની સંભાવના છે. પશ્ચિમ બંગાળ અને સિક્કિમના ઉત્તરીય જિલ્લાઓમાં પ્રમાણમાં ભારે વરસાદ પડી શકે છે. જેમાં બિહાર અને ઝારખંડના કેટલાક વિસ્તારોમાં વાવાઝોડા અને વીજળી પણ પડી શકે છે. આ વિસ્તારોમાં તાપમાન સામાન્યથી થોડું ઓછું રહેવાની શક્યતા છે જેનાથી ગરમીથી થોડી રાહત મળશે.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

5/6

photoStories-logo

5. ઉત્તર ભારત

ઉત્તર ભારતના રાજ્યો જેમાં કે ઉત્તર પ્રદેશ, દિલ્હી, હરિયાણા, પંજાબ, રાજસ્થાન અને ઉત્તરાખંડમાં હવામાન મિક્સ રહેવાની શક્યતા છે. જેમાં પશ્ચિમ રાજસ્થાન અને હરિયાણા અને પંજાબના કેટલાક ભાગોમાં ગરમ ​​પવન અને ઉચ્ચ તાપમાન રહેવાની શક્યતા છે. જેમાં પૂર્વીય ઉત્તર પ્રદેશ અને ઉત્તરાખંડના અમુક વિસ્તારોમાં વાદળછાયું આકાશ અને હળવો વરસાદ થવાની શક્યતા છે. દિલ્હી-એનસીઆરમાં આંશિક વાદળછાયું આકાશ રહેવાની શક્યતા છે જેમાં ગરમ ​​અને ભેજવાળું હવામાન રહેશે. હિમાચલ પ્રદેશ અને જમ્મુ અને કાશ્મીરના પર્વતીય પ્રદેશોમાં હળવો વરસાદ અને વાવાઝોડાની શક્યતા છે.

આ તસવીર શેર કરો

logo logo logo

6/6

photoStories-logo

6. મધ્ય અને પશ્ચિમ ભારત

મધ્ય અને પશ્ચિમ ભારતમાં મધ્યપ્રદેશ, છત્તીસગઢ, મહારાષ્ટ્ર અને ગુજરાતમાં પણ હવામાનમાં ફેરફાર થવાની શક્યતા છે. જેમાં વિદર્ભ, મરાઠવાડા અને મધ્યપ્રદેશના અમુક ભાગોમાં વાવાઝોડા અને વરસાદની શક્યતા છે. ગુજરાતમાં ચોમાસા પહેલાની એક્ટિવિટી સક્રિય રહી શકે છે. જૂનની શરૂઆતમાં દેશના મોટાભાગના ભાગોમાં તાપમાન સામાન્યથી ઉપર રહેવાની શક્યતા છે પરંતુ દક્ષિણ અને પૂર્વીય પ્રદેશોમાં વરસાદ ગરમીથી રાહત લાવશે તેવી શક્યતા છે.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

forecast weather heavy rains
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ