બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ભારત / અજબ ગજબ / પહેલગામમાં પ્રવાસીઓ માટે જીવન-મરણનો સવાલ બનેલા આ કલમા છે શું? આતંકીઓએ કેમ પૂછ્યાં? મોટો ભેદ ખુલ્યો

પહેલગામ એટેક / પહેલગામમાં પ્રવાસીઓ માટે જીવન-મરણનો સવાલ બનેલા આ કલમા છે શું? આતંકીઓએ કેમ પૂછ્યાં? મોટો ભેદ ખુલ્યો

Published By: Hiralal Parmar

Last Updated: 07:26 PM, 25 April 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

પહેલગામ હુમલામાં લોકોના જીવન મરણનો આધાર બનેલા એવા કલમા આખરે છે શું? અને આતંકવાદીઓએ પ્રવાસીઓને કલમા વાંચવાનું જ કેમ કહ્યું? આ સવાલના અહીં જવાબ અપાયાં છે.

પહેલગામ હુમલામાં આતંકવાદીઓ પ્રવાસીઓને કલમા પઢવાનું કહેતાં હતા અને જેમને કલમા ન આવડ્યાં તેમને ગોળીએ વીંધી નાખ્યાં હતા, જેમને કલમા આવડતાં હતા તેઓ બચી ગયાં હતા તેવા પણ કેટલાક કિસ્સા સામે આવ્યાં હતા. મોટાભાગના પીડિતોએ આતંકીઓના 'કલમા' સવાલનો ઉલ્લેખ કર્યો હતો અને સ્પસ્ટ કહ્યું હતું કે આતંકીઓએ કલમા પઢવાનું કહ્યું હતું અને ન આવડવાં પર ગોળી મારી દીધી હતી. હવે સવાલ એ છે કે પ્રવાસીઓ માટે જીવન-મરણનો સવાલ થઈ પડેલા આ કલમા આખરે છે શું? આતંકીઓએ પ્રવાસીઓને કલમા જ પઢવાનું કેમ કહ્યું? અહીં કલમાનો ભેદ ખોલવામાં આવ્યો છે.

શું છે કલમા

કલમા એક અરબી શબ્દ છે જેનો અર્થ વચન અથવા શપથ થાય છે અને કલમા જાણનાર અને માનનાર વ્યક્તિને જ સાચો મુસલમાન ગણવામાં આવે છે. ઈસ્લામમાં માનનારાઓએ કલમાનો પાઠ કરવો અને તેમાં વિશ્વાસ રાખવો જરૂરી છે. કલમાનો પાઠ કરવાથી ખબર પડે છે કે વ્યક્તિ અલ્લાહમાં વિશ્વાસ રાખે છે અને મુહમ્મદ સાહેબને પોતાના છેલ્લા પયગંબર માને છે. દુનિયાના કોઈપણ ભાગમાં મુસ્લિમ હોવાની પહેલી અને સૌથી મહત્વપૂર્ણ નિશાની એ છે કે તે કલમાને જાણે છે અને તેમાં વિશ્વાસ રાખે છે. કલમા ખાલી શબ્દો જ નથી, પરંતુ અલ્લાહ અને તેના પયગંબર પ્રત્યે શ્રદ્ધા અને ભક્તિની અભિવ્યક્તિ છે. નિયમિતપણે કલમાનો પાઠ કરવો એ મુસ્લિમો માટે ફક્ત અલ્લાહની ઉપાસના કરવાની અને પયગંબર મુહમ્મદના ઉપદેશોનું પાલન કરવાની તેમની પ્રતિબદ્ધતાની યાદ અપાવવાનો એક માર્ગ છે.

કલમા કેટલા પ્રકારના?

ઈસ્લામમાં કૂલ 6 પ્રકારના કલમાનો ઉલ્લેખ છે. સૌથી મહત્વપૂર્ણ પહેલો કલમો તૈય્યબ (પવિત્રતા) છે, જેમાં 'લા ઇલાહા ઇલ્લાહુ મુહમ્મુર રસુલુલ્લાહ, એવું કહેવાયું છે જેનો અર્થ થાય છે, 'અલ્લાહ સિવાય કોઈ ભગવાન નથી અને મુહમ્મદ અલ્લાહના રસૂલ છે.' બાકીના પાંચ કલમામાં, કલમા શહાદત, કલમા તમજીદ, કલમા તૌહીદ, કલમા ઇસ્તિફફર અને કલમા રદ્દ એ કુફ્ર સામેલ છે. ઉલ્લેખનીય છે કે ઈસ્લામ ધર્મના છેલ્લા પયગંબર હજરત મોહમ્મદ સાહબે બનાવેલાં પાંચ નિયમોમાં એક કલમા પણ છે, બાકીના ચારમાં નમાઝ, રોજા, જકાત, હજ સામેલ છે.

વરિષ્ઠ પત્રકાર અને લેખક મજ્કૂર આલમનું શું કહેવું છે

વરિષ્ઠ પત્રકાર અને લેખક મજ્કૂર આલમના જણાવ્યાનુસાર, કોઈને પણ કલમાનો પાઠ કરવા માટે દબાણ કરીને ઇસ્લામમાં ધર્મ પરિવર્તન કરાવવું એ ગુનો છે. આ શ્લોક, પવિત્ર કુરાનની સુરા બકરાહ, શ્લોક 256 માં, સ્પષ્ટપણે કહેવામાં આવ્યું છે કે ઇસ્લામમાં કોઈપણ પ્રકારની બળજબરી નથી. પવિત્ર કુરાનની સુરા યુનુસમાં હાજર 'લૌ શા'આ રબ્બુકા' શ્લોકમાં કહેવામાં આવ્યું છે કે 'જો અલ્લાહ ઈચ્છતો હોત, તો પૃથ્વી પર હાજર બધા લોકો મુસ્લિમ હોત.' જ્યારે ભગવાને તેમને બળજબરીથી મુસ્લિમ બનાવ્યા નથી, તો શું તમે તેમને બળજબરીથી મુસ્લિમ બનાવશો? બળજબરી, છેતરપિંડી કે બળજબરીથી કોઈને ઇસ્લામ સ્વીકારવા માટે મજબૂર કરવું એ ગુનો છે. કુરાનમાં કહેવામાં આવ્યું છે કે નિર્દોષ લોકોની હત્યા ઇસ્લામ વિરુદ્ધ છે. અલ્લાહે પવિત્ર કુરાનની સુરાતુન્નિસાની આયત 93માં કહ્યું છે કે જે કોઈ જાણી જોઈને કોઈની હત્યા કરે છે, તેની સજા નર્ક છે. પોતાના ફાયદા માટે નિર્દોષ લોકોને મારવા એ એક મોટો ગુનો છે.

વધુ વાંચો : 'ગોળી માર્યા બાદ લાશ સાથે આતંકીઓએ'... પહેલગામમાં પતિની હત્યા બાદ પત્નીએ વર્ણવ્યો ખૌફનાક બનાવ

શું મુસ્લિમો માટે કલમા જરૂરી છે?

દરેક મુસ્લિમ માટે કલમા જાણવો અને માનવો ફરજિયાત છે. કારણ કે આ દ્વારા વ્યક્તિને મુસ્લિમ કહેવામાં આવે છે. કલમા માત્ર એક ધાર્મિક વિધિ નથી પણ ઈસ્લામિક જીવન અને શ્રદ્ધાનો મૂળ પાયો પણ છે.

પહેલગામના આતંકીઓને કલમાનો સાચો અર્થ ખબર જ નહોતી

કલમા શાંતિ અને ભાઈચારાનો ઉપદેશ આપે છે, કલમા ન આવડતાં હોય તેની હત્યા કરવાનું ઈસ્લામમાં ક્યાંય પણ કહેવાયું નથી. ઈસ્લામને જાણનારા માને છે કે જો આતંકવાદીઓને ઈસ્લામનો ખરો અર્થ ખબર હોત તો તેઓ નિર્દોષ પ્રવાસીઓની હત્યા ન કરેત.

કલમા પઢવાનું કહીને આતંકીઓ શું સાબિત કરવા માગતા હતા?

જે પાક્કો મુસલમાન હોય છે તેને કલમા આવડતાં જ હોય છે અને આવા લોકો જાણવાની સાથે તેને પૂરા વિશ્વાસથી માનતાં હોય છે એવું આતંકીઓ જાણતાં હતા અને તેથી તેમને ખબર હતી કે જો આમાં જે મુસ્લિમ હશે તેને કલમા આવડતાં જ હશે અને જે મુસ્લિમ નહીં હોય તેમને નહીં આવડતાં હોય છે. એક રીતે હિંદુ મુસ્લિમ નક્કી કરવા માટે આતંકીઓ કલમા નામના ધાર્મિક હથિયારનો ઉપયોગ કર્યો હતો.

શું છે પહેલગામ હુમલો

22 એપ્રિલ 2025ના રોજ જમ્મુ કાશ્મીરના અનંતનાગ જિલ્લામાં આવેલા સુંદર હિલ સ્ટેશન પહેલગામમાં 5-6 આતંકીઓએ ફરવા આવેલા સેંકડો પ્રવાસીઓ પર ફાયરિંગ કર્યું હતું જેમાં 26થી વધુના મોત થયાં હતા. આતંકવાદીઓ પ્રવાસીઓને પકડી પકડીને કલમા પઢવાનું કહેતાં હતા અને જેને ન આવડ્યાં તેમને ગોળીએ વીંધી નાખ્યાં હતા.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લે સ્ટોર/ એપ સ્ટોર પર જઈને અથવા આ લાઈન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Pahalgam terror attack pahalgam attack news Islam Kalma meaning

Published by

Hiralal Parmar

Hiralal Parmar is a Senior Editor at VTV Gujarati, with 20 years of extensive experience in journalism.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ