બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

logo

ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર

logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

VTV / Assembly election 2023 / ગુજરાત / અન્ય જિલ્લા / Pabubha Manek got angry as the youth asked questions

લાલઘુમ / એ ભાઈ એય... શાંતિથી વાત કરો: ગુસ્સે ભરાયા પબુભા માણેક, ત્રણ યુવાનોએ મચાવ્યો હતો હોબાળો

Malay

Last Updated: 03:30 PM, 24 November 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

દ્વારકામાં ભાજપના ઉમેદવાર પબુભા માણેકને ગોકલપર ગામે સભામાં યુવાનોએ વિકાસ અને રોજગારી મામલે ધારદાર સવાલો કરતા મામલો ઉગ્ર બન્યો હતો. સ્થાનિક કંપનીમાં રોજગારી મુદ્દે યુવાનોએ સવાલો પૂછતા પબુભા માણેક લાલઘુમ થઈ ગયા હતા.

 

  • પબુભા માણેકને યુવકોએ ધારદાર સવાલો કર્યા
  • વિકાસ અને રોજગારી મામલે સવાલોને લઈ મામલો ઉગ્ર બન્યો
  • યુવાનોએ સવાલો પૂછતા પબુભા માણેક થયા લાલઘુમ

ગુજરાત વિધાનસભાની ચૂંટણીને આંગળીના વેઢે ગણી શકાય એટલા જ દિવસો બાકી રહ્યા છે. ગુજરાતમાં 1 અને 5 ડિસેમ્બરે મતદાન થવાનું છે. તેને ધ્યાનમાં રાખીને તમામ રાજકીય પક્ષો તનતોડ મહેનત કરી રહ્યા છે. ચૂંટણી પ્રચારમાં નીકળેલા ઉમેદવારોને કડવા અનુભવો થઈ રહ્યાં છે. કોઈક જગ્યા લોકો પાંચ વર્ષનો હિસાબ માંગી રહ્યા છે તો કોઈક જગ્યાએ વાયદા યાદ કરાવી રહ્યાં છે. 

પબુભા માણેકને કડવો અનુભવ થયો 
કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોર, રાપરના કોંગ્રેસના વર્તમાન ધારાસભ્ય સંતોકબેન અરેઠીયા બાદ હવે દ્વારકાના ભાજપના ઉમેદવાર પબુભા માણેકને કડવો અનુભવ થયો છે. દ્વારકાના ગોકલપર ગામે સભામાં પબુભા માણેકને ધારદાર સવાલો પૂછ્યા હતા. 

પબુભા માણેક સામે યુવકોએ ઉઠાવ્યા સવાલો
ગોકલપર ગામે યુવાનોએ વિકાસ અને રોજગારી મામલે સવાલો પૂછતા મામલો ઉગ્ર બન્યો હતો. સ્થાનિક યુવાનોએ કંપનીઓમાં રોજગારી મુદ્દે સવાલો કરતા પબુભા માણેક ગુસ્સે થયા હતા. તેમણે માઈક હાથમાં લઈને યુવકોને ખખડાવ્યા હતા. તેમણે યુવકોને શાંતિથી વાતચીત કરવા જણાવ્યું હતું. આ સમગ્ર ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. 

મતદારે સવાલ કરતાં પબુભાએ પિત્તો ગુમાવ્યો
આ પહેલા પણ પબુભાનો વીડિયો વાયરલ થયો હતો. ચૂંટણી પ્રચાર દરમિયાન એક ગામમાં પબુભા માણેક પોતાના ટેકેદારો સાથે ગયા હતા. આ દરમિયાના મતદારે  સવાલ કરતા પબુભા ગુસ્સે ભરાયા હતા અને મોટી સંખ્યામાં લોકોની હાજરી વચ્ચે મતદારને બરાબરનો ઘઘલાવી નાખ્યો હતો. એટલું જ નહીં વિપક્ષ પાસેથી 'રોકડા કરી લીધા છે'? તેવું કહીને ધમકાવ્યો હતો. ત્યારબાદ મતદારને મિટિંગમાંથી બહાર નીકળી જવાનું પણ કહ્યું હતું. બીજી બાજુ આ વીડિયો જૂનો હોવાનો પણ દાવો કરવામાં આવી રહ્યો છે. આ વાયરલ વીડિયોની VTV પુષ્ટિ કરતું નથી.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ