origin of ram setu dhanushkodi it is closest point to see sri lanka
ના હોય! /
ભારતની આ જગ્યાએથી જોવા મળે છે શ્રીલંકા, અહીંયા રાત્રે જનાર ક્યારે જીવિત પાછુ આવતું નથી
Team VTV04:10 PM, 06 Oct 19
| Updated: 04:17 PM, 06 Oct 19
દેશમાં ઘણી એવી જગ્યાઓ છે જેના માટે ખૂબ જ ઓછું જાણીએ છીએ. એમાંથી એક જગ્યા છે ધનુષકોડી. આ જગ્યા એકદમ સૂમસામ છે. જ્યાંથી શ્રીલંકા જોવા મળે છે. જો કે આ જગ્યા હંમેશાથી શાંત ન હતી. એક સમયે આ લોકોથી ભરેલી હતી. પરંતુ આ જગ્યા પૂરી રીતે સૂમસામ થઇ છે.
ભારતની ધનુષકોડી જગ્યા પરથી શ્રીલંકા જોવા મળે છે
આ જગ્યા દક્ષિણ ભારતના રાજ્ય તમિલનાડુના પૂર્વ તટ પર રામેશ્વરમ દ્વીપના કિનારા પર છે
રાત થતા પહેલા અહીંયાથી લોકોને પાછા મોકલી દેવામાં આવે છે
વિવિધતાઓ વાળા આપણા દેશમાં ઘણી એવી જગ્યાઓ છે જેના માટે ખૂબ જ ઓછું જાણીએ છીએ. એમાંથી એક જગ્યા છે ધનુષકોડી. આ જગ્યા દક્ષિણ ભારતના રાજ્ય તમિલનાડુના પૂર્વ તટ પર રામેશ્વરમ દ્વીપના કિનારા પર છે. જેને ભારતની અંતિમ જગ્યા પણ કહેવામાં આવે છે. આ જગ્યા એકદમ સૂમસામ છે. જ્યાંથી શ્રીલંકા જોવા મળે છે. જો કે આ જગ્યા હંમેશાથી શાંત ન હતી. એક સમયે આ લોકોથી ભરેલી હતી. પરંતુ આ જગ્યા પૂરી રીતે સૂમસામ થઇ છે.
જણાવી દઇએ કે ધનુષકોડી ભારત અને શ્રીલંકાની વચ્ચે સ્થિત છે. જે બંને દેશોની વચ્ચે એકમાત્ર એવી જમીન સીમા છે જે પાક જલસંધિમાં બાલૂના ટીલા પર સ્થિત છે જે માત્ર 50 ગજની લંબાઇમાં છે. આટલું જ નહીં એના કારણે આ જગ્યાને વિશ્વની લઘુતમ સ્થાનોમાંથી એક માનવામાં આવે છે.
આમ તો આ જગ્યા પર દિવસના સમયે ભારે સંખ્યામાં લોકો ફરવા આવે છે. પરંતુ રાત થતા પહેલા અહીંયાથી લોકોને પાછા મોકલી દેવામાં આવે છે. કારણ કે અંધારું થયા બાદ અહીંયા ફરવાની મનાઇ છે. લોકો સાંજ થતા પહેલા જ અહીંયાથી રામેશ્વરમ જતા રહે છે. જણાવી દઇએ કે ધનુષકોડીથી રામેશ્વરમ સુધીનો રસ્તો 15 કિલોમીટર લાંબો છે અને આ પણ સૂમસામ છે. જ્યાં કોઇને પણ ડર લાગી શકે છે. કારણ કે આ વિસ્તારને રહસ્યમયી માનવામાં આવે છે.
જણાવી દઇએ કે વર્ષ 1964માં આવેલા ભયાનક વાવાઝોડા પહેલા ધનુષકોડી ભારતનું એક ડેવલોપ પર્યટન અને તીર્થ સ્થળ હતું. ત્યારે આ જગ્યા પર રેલવે સ્ટેશન, હોસ્પિટલ, ચર્ચ, હોટલ અને પોસ્ટઓફિસની કમી નહતી. 1964માં આવેલા ભયંકર વાવાઝોડામાં બધો નાશ થઇ ગયો. કહેવાય છે કે ત્યારે 100 થી વધારે યાત્રીઓ વાળી એક રેલગાડી સમુદ્રમાં ડૂબી ગઇ હતી. ત્યારબાદથી આ જગ્યા બિલકુલ સૂમસામ થઇ ગઇ.
એવું માનવામાં આવે છે કે ધનુષકોડી જ એવી જગ્યા છે જ્યાંથી દરિયાની ઉપર રામસેતુનું નિર્માણ શરૂ કરવામાં આવ્યું હતું. કહેવાય છે કે આ જગ્યા પર ભાગવાન રામે હનુમાનને એક પુલનું નિર્માણ કરવાનો આદેશ આપ્યો હતો. જેની પરથી થઇને વાનર સેના લંકા જઇ શકે, જ્યાં રાવણે માતા સીતાને હરણ કરીને રાખ્યા હતા. આ જગ્યા પર ભગવાન રામથી જોડાયેલા ઘણા મંદિરો આજે પણ મોજૂદ છે.
કહેવામાં આવે છે કે રાવણના ભાઇ વિભીશણના અનુરોધ પર ભગવાન રામે પોતાના ધનુષ માટે એક બાજુથી સેતુને તોડી નાંખ્યો હતો. એટલા માટે એનું નામ ધનુષકોટી પડી ગયું.