બ્રેકિંગ ન્યુઝ

logo
logo

RCBvSRH: રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની 35 રને જીત, RCB 206/7 (20), SRH 171/8 (20)

logo

108 ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે સી આર પાટીલની મુલાકાત, ક્ષત્રિય સમાજનો રોષ માત્ર પરશોત્તમ રૂપાલા સામે છે, ઘણા આગેવાનો રાજકોટ સભા ગયા હતા તે મળવા માટે આવ્યા છે, તેમણે કહ્યું છે કે રોષ ભાજપ સામે કે નરેન્દ્ર મોદી સામે નથી, માત્ર રૂપાલા સામે છે

logo

ક્ષત્રિય સમાજને ફરી અપીલ કરું છે કે તમારી લાગણી દુભાઈ છે ક્ષમા આપવા અમારી વિનંતી છે: સી આર પાટીલ

logo

રાજસ્થાનના જેસલમેરમાં વાયુસેનાનું ટોહી વિમાન ક્રેશ થયું, ઢાણીના જજિયા ગામ પાસે ક્રેશ થયા બાદ વિમાન આગમાં ખાક, ટોહી વિમાન માનવ રહિત વિમાન છે

logo

વધુ એકવાર કચ્છની ધ્રૂજી ધરા, કચ્છના ગઢશીશામાં અનુભવાયો ભૂકંપનો આંચકો, રિક્ટર સ્કેલ પર 2.9ની નોંધાઈ તીવ્રતા, ગઢશીશાથી 27 કિ.મી. દૂર નોંધાયું ભૂકંપનું કેન્દ્રબિંદુ

logo

વડોદરાના હરણી તળાવમાં દુર્ઘટના કેસ: ગુજરાત હાઇકોર્ટે ખાતાકીય અને આર્થિક તપાસના આપ્યા આદેશ, શહેરી વિકાસ વિભાગના પ્રિન્સિપલ સેક્રેટરી કરશે તપાસ ,18 જાન્યુઆરીએ હરણી દુર્ઘટનામાં 12 બાળકો અને 2 શિક્ષકો સહિત 14 લોકોના થયા હતા મોત

VTV / વિશ્વ / opec+ declared the cut in oil production

એલાન / રશિયાએ તેલમાં કર્યો મોટો ખેલ: OPEC+ દેશોએ ઉત્પાદનમાં મૂક્યો કાપ, અમેરિકા પર મોટું સંકટ

Khevna

Last Updated: 11:19 AM, 6 October 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

OPEC + દેશોએ તેલના ઉત્પાદનમાં કાપ મૂકવાનું એલાન કર્યું છે, જેનો સીધો ફાયદો રાશિયાને થશે, જ્યારે અમેરિકાની માંગ ઓપેક + દેશોએ નકારી દીધી છે.

  • ઓપેક + દેશોએ તેલના ઉત્પાદનમાં ઘટાડાનું કર્યું એલાન 
  • અમેરિકાએ કરી ઉત્પાદન વધારવાની માંગ 
  • ઓપેક દેશોએ અમેરિકાની માંગ નકારી દીધી 

 

રશિયાએ તેલ ઉત્પાદક દેશ ઓપેક સાથે મળીને મોટો ખેલ કર્યો છે. ઓપેક + નામથી પ્રસિદ્ધ આ સંગઠને તેલ ઉત્પાદનમાં કાપનું એલાન કર્યું છે. આવામાં પહેલાથી જ ઓછા ઉત્પાદનને કારણે ચરમ સીમા પર પહોંચેલી તેલની કિંમતોમાં વધારાનું અનુમાન છે. અમેરિકા સહિત પશ્ચિમી દેશો પહેલાથી જ ઓપેક દેશો સાથે તેલના ઉત્પાદનને વધારવાની વિનંતી કરતાં હતા. અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઈડને તો આ માટે સાઉદી અરબની યાત્રા પણ કરી હતી. સાઉદી ક્રાઉન પ્રિન્સ મોહમ્મદ બિન સલમાનને લઈને બાઈડન શરૂઆતથી જ કડક વલણ વ્યક્ત કરતાં આવ્યા છે, પણ મજબૂરી આવી તો તેમની સાથે દ્વિપક્ષીય બેઠક પણ કરવી પડી. જોકે, બાઈડનની આ યાત્રા વ્યર્થ રહી અને સાઉદીએ તેલ ઉત્પાદન વધારવાની મનાઈ કરી દીધી. 

સાઉદીએ કહ્યું કે નિર્ણયમાં રશિયાનો કોઈ હાથ નથી 
હવે તેલ ઉત્પાદનમાં કાપ કર્યા બાદ ઓપેકના વાસ્તવિક નેતા સાઉદી અરબે સ્પષ્ટતા આપી છે. સાઉદી અરબે કહી દીધું છે કે ઉત્પાદનમાં 20 લાખ બેરલ પ્રતિ દિવસનો કાપ પશ્ચિમમાં વધતાં વ્યાજ દરો અને નબળી વૈશ્વિક અર્થવ્યવસ્થાને જવાબ આપવા માટે જરૂરી હતો. આ કાપ વૈશ્વિક આપૂર્તિના 2 ટકા સમાન છે. સાઉદીએ તેલની કિંમતોમાં વધારા માટે ઓપેક+ સમૂહમાં સામેલ રશિયા સાથે મિલીભગતની અટકળોને નકારી દીધી છે. સાઉદીએ કહ્યું કે પશ્ચિમી દેશ  ઓપેક + સમૂહની નિંદા ધનના અહંકારને કારણે કરે છે. 

અમેરિકાએ કરી ઓપેક+ દેશોની નિંદા 
આ દરમિયાન વ્હાઇટ હાઉસે પણ ઓપેકના આ નિર્ણય પર નિવેદન જાહેર કર્યું છે. વ્હાઇટ હાઉસે જણાવ્યું હતું કે પ્રમુખ જો બાઈડન નક્કી કરશે કે ભાવમાં ઘટાડો કરવા માટે બજારમાં વધુ સ્ટ્રેટજીક તેલના સ્ટોક છોડવા કે કેમ. વ્હાઇટ હાઉસે જણાવ્યું હતું કે ઓપેકના ઉત્પાદન ક્વોટામાં ઘટાડો કરવાના ટૂંકા દૃષ્ટિના નિર્ણયથી રાષ્ટ્રપતિ નિરાશ છે, જ્યારે વૈશ્વિક અર્થતંત્ર (રશિયન પ્રમુખ વ્લાદિમીર) પુતિનના યુક્રેન પરના આક્રમણની નકારાત્મક અસરનો સામનો કરી રહ્યું છે. 

અમેરિકા વિરુદ્ધ એક થયા સાઉદી અરબ અને રશિયા  
જો બાઈડનનાં રાષ્ટ્રપતિ બન્યા બાદથી જ અમેરિકા અને સાઉદી અરબના સંબંધોમાં તણાવ આવી ગયો છે. અમેરિકાએ હૂતી બળવાખોરોનો સામનો કરી રહેલા સાઉદી અરબને અધવચ્ચે જ છોડી દીધું હતું. આવામાં સાઉદી અરબે રશિયા સાથે નિકટતા વધારી છે. સાઉદી અરબે યુક્રેનના રશિયાની કાર્યવાહીની નિંદા કરી નથી, પણ દેશ તેલને લઈને વધારે નિકટ આવ્યા છે. સાઉદી અરેબિયા પણ તેના તેલમાંથી મહત્તમ આવક મેળવવા માંગે છે. સાથે જ રશિયા પણ ઈચ્છે છે કે સાઉદીને સાથે લઈને તે અમેરિકા અને પશ્ચિમી દેશો દ્વારા તેના પર લગાવવામાં આવેલા પ્રતિબંધોને નબળા બનાવી શકે.

ઓપેક દેશોએ અમેરિકાની માંગ નકારી દીધી 
અમેરિકા ઈચ્છે છે કે સાઉદી અરબ સહિત ઓપેક દેશો તેલનું ઉત્પાદન વધારે, જેથી ભારત - ચાઈના  જેવા વિકાસશીલ દેશો રશિયાની જગયાએ ખાડી દેશો પાસેથી ઓઇલ ખરીદી શકશે અને આ કારણે રશિયાની કમાણી અટકી જશે. ઓપેક દેશોએ અમેરિકાની આ માંગને નકારી દીધી છે અને આનો સીધો લાભ રાશિયાને થઈ રહ્યો છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ