બ્રેકિંગ ન્યુઝ
VTV / Tech & Auto / one nation one fastag scheme will be implemented from 1st december know how will it work and how will it affect
રસ્તા પરિવહન અને રાજમાર્ગ મંત્રી નીતિન ગડકરીએ સોમવારે આયોજિત ઇન્ડિયન મોબાઇલ કોંગ્રેસમાં 'વન નેશન વન ફાસ્ટેગ' સ્કીમની શરૂઆત કરી. આ સ્કીમ 1 ડિસેમ્બર 2019થી સમગ્ર દેશમાં લાગૂ થશે. આ સ્કીમ લાગૂ થયા બાદ સમગ્ર દેશમાં કોઇ પણ વાહન રોકડ વગર ટોલ આપ્યા વગર ક્યાંય પણ ટ્રાવેલ કરી શકશે. સરકાર સતત કેશલેસ સિસ્ટમને પ્રોત્સાહન આપી રહી છે અને ટ્રાન્સપોર્ટ સેક્ટરમાં ફાસ્ટેગ એનું સૌથી મોટું ઉદાહરણ છે.
ADVERTISEMENT

નીતિન ગડકરીએ આ બાબતે જણાવ્યું છે કે,
હાલ દેશમાં રાષ્ટ્રીય રાજ્યમાર્ગો પર કુલ 527 ટોલ પ્લાઝા છે, જેમાંથી 380 ટોલ પ્લાઝાની તમામ લેન ફાસ્ટેગથી લેસ થઇ ગઇ છે. બાકીના રસ્તાને પણ ફાસ્ટેગ લેસ કરવામાં આવી રહ્યા છે. એક ડિસેમ્બરથી દેશના તમામ ટોલ પ્લાઝા પર આવી વ્યવસ્થા થઇ જશે. ફાસ્ટેગની ખૂબીઓ જણાવતા એમને કહ્યું કે ફાસ્ટેગની વ્યવસ્થા લાગૂ થયા બાદ ટોલ પ્લાઝા પર ટ્રાફિક થશે નહીં જેનાથી લોકોનો સમય બચશે.
ADVERTISEMENT

આવી રીતે મેળવો ફાસ્ટેગ
KYC માટે જરૂરી આઇડી પ્રૂફ જેવા પાન કાર્ડ, આધાર કાર્ડ, ડ્રાઇવિંગ લાયસન્સ આપ્યા બાદ તમારું ફાસ્ટેગ અકાઉન્ટ બની જાય છે. એના માટે પાસપોર્ટ સાઇઝના ફોટાની જરૂર પડે છે. ફાસ્ટેગને તમામ ટોલ પ્લાઝા અને કેટલીક બેંકોથી ઑનલાઇન ખરીદી શકાય છે. આ ઉપરાંત તમે ટોલ પ્લાઝાને અમેઝન ઇન્ડિયાથી પણ ખરીદી શકો છો. સત્તાવાર વેબસાઇટ પ્રમાણે વન ટાઇમ ટેગ ડિપૉઝીટની રકમ જમા કરીને એને લઇ શકાય છે. કાર, જીપ અને વાન માટે આ 200 રૂપિયા જ્યારે ટ્રેક અને ટ્રેક્ટર માટે આ 500 રૂપિયા છે.
ADVERTISEMENT
આવી રીતે કરો રિચાર્જ
ફાસ્ટેગને રિચાર્જ કરવા માટે તમે ક્રેડિટ કાર્ડ, ડેબિટ કાર્ડ, આરટીજીએસ અને નેટ બેંકિંગનો પ્રયોગ કરી શકો છો, તમે તમારા ફાસ્ટેગ ખાતામાં ઓછામાં ઓછા 100 રૂપિયા અને વધારેમાં વધારે એક લાખ રૂપિયા રાખી શકો છો.

ADVERTISEMENT
આવી રીતે કરે છે કામ
જણાવી દઇએ કે ફાસ્ટેગ વાહનના વિન્ડસ્ક્રીનમાં લગાવવામાં આવે છે. એમાં રેડિયો ફ્રિક્વેન્સી આઇડેન્ટીફિકેશન લાગેલું હોય છે. એનાથી જેવું તમારું વાહન ટોલ પ્લાઝાની નજીક પહોંચે છે એવું જ સેન્સર સ્ક્રીન પર લાગેલું ફાસ્ટેગ સેન્સ કરી લેશે અને તમારા અકાઉન્ટ માંથી પૈસા કપાઇ જશે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.