બ્રેકિંગ ન્યુઝ

logo
logo

અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર

logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

logo

ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર

VTV / ભારત / One girl two boyfriends and secret room badaun boy murder in love triangle

ખૂની પ્રણય ત્રિકોણ / પ્રેમિકાએ 'સેક્સી હથિયાર'થી આશિકને મરાવી નાખ્યો, સિક્રેટ રુમમાં બન્યું સનસનીખેજ, પ્રેમમાં નહીં પડો !

Hiralal

Last Updated: 05:33 PM, 9 April 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

યુપીના બદાયુમાં પ્રેમી સાથે મળીને બોયફ્રેન્ડની હત્યા કરનાર યુવતીની ધરપકડ કરાઈ છે.

એક છોકરીને ચાહનારા બે છોકરા હોય તેવા કિસ્સામાં સરવાળે એકની હત્યા થઈ જતી હોય છે. ઘણા દાખલામાં આવું જોવામાં આવ્યું છે. ફરી એક વાર પ્રણય ત્રિકોણમાં મર્ડરની મોટી ઘટના બની છે. યુપીના બદાયૂંમાં શિવાંશુ ગૌતમ હત્યા કેસમાં પોલીસે યુવતીની ધરપકડ કરીને તેને જેલમાં મોકલી આપી છે. પૂછપરછમાં યુવતીની કબૂલાત સાંભળીને પોલીસ પણ આશ્ચર્યચકિત થઈ ગઈ હતી. તે કોઈ પણ જાતના ખચકાટ વિના આખી ઘટના વર્ણવતી રહી. યુવતીએ કહ્યું કે શિવાંશુ અને સની સાથે તેની મિત્રતા છે. શિવાંશુ સાથે દોઢ વર્ષ સુધી તેના પ્રેમ સંબંધ હતા. જ્યારે તેના અન્ય બોયફ્રેન્ડ સનીને આ વાતની જાણ થઇ તો તે શિવાંશુની પાછળ પડી ગયો. આના પર બંનેએ મળીને તેને મારવાનું ષડયંત્ર રચ્યું હતું. યુવતીએ જણાવ્યું કે તેણે શિવાંશુને યોજના મુજબ મળવા માટે રૂમમાં બોલાવ્યો હતો. સની પહેલેથી જ ત્યાં છુપાયો હતો. હવે તનુ અને શિવાશું સેક્સ કરવા લાગ્યાં હતા અને આ દરમિયાન રુમમાં છુપાયેલા સનીએ તેને મારી નાખ્યો હતો. 

વધુ વાંચો : ખેડૂતે ખરીદ્યા 11 કરોડના ઇલેક્ટોરલ બોન્ડ, રૂપિયાની લાલચ આપી કંપનીના અધિકારીએ કરી છેતરપિંડી

છોકરી અને બે છોકરા વચ્ચે હતી સારી મિત્રતા 
બરેલીના સિવિલ લાઇન્સ વિસ્તારમાં આવેલા આરિફપુર નવાદાનો રહેવાસી 21 વર્ષીય શિવાંશુ ગૌતમ બીએસસી થર્ડ યરનો વિદ્યાર્થી હતો. તે પિતાની કરિયાણાની દુકાને બેસતો હતો. 2 એપ્રિલની સાંજે તે મિત્રના ઘરે જાઉં છું તેમ કહીને બાઇક પર નીકળ્યો હતો. સોમવારે બરેલીના વંશિંગલા પાસે રેલવે ટ્રેક પાસે આવેલી ઝાડીઓમાંથી શિવાંશુનો મૃતદેહ મળી આવ્યો હતો. આ કેસમાં પોલીસે તેના બોયફ્રેન્ડ સની કશ્યપ સાથે મળીને તનુ સામે હત્યાનો ગુનો દાખલ કર્યો હતો. પોલીસ પૂછપરછ દરમિયાન તનુએ જણાવ્યું હતું કે શિવાંશુ અને સની બંને સારા મિત્રો છે. આ ત્રણેય નેટવર્ક માર્કેટિંગ સાથે સંકળાયેલા હતા. જેના કારણે તેના બોયફ્રેન્ડ સનીએ લગભગ દોઢ વર્ષ પહેલા શિવાંશુ સાથે તેની ઓળખાણ કરાવી હતી. તેણે અને શિવાંશુએ વાત કરવાનું શરૂ કર્યું. શરૂઆતમાં સનીએ ક્યારેય આનો વિરોધ કર્યો નહોતો. આ કારણે શિવાંશુ સાથે તનુની નિકટતા વધી ગઇ હતી. તનુએ જરૂર પડ્યે ઘણી વખત શિવાંશુ પાસેથી પૈસા પણ લીધા હતા.

તનુએ શિવાશું સાથે હતા શારીરિક સંબંધો 
આ દરમિયાન તેણે શિવંશુ સાથે અનેકવાર શારીરિક સંબંધ પણ બાંધ્યા હતા. જેના કારણે શિવાંશુ દરરોજ તેને મળવાનું કહેતો હતો. જ્યારે તેના અન્ય બોયફ્રેન્ડ સનીને આ વાતની જાણ થઇ તો તેણે વિરોધ કરવાનું શરૂ કરી દીધું. તનુ પણ સનીને પ્રેમ કરતી હતી અને સનીની વાતોમાં આવી ગઈ હતી અને શિવાંશુને રસ્તામાંથી હટાવવાની યોજના બનાવી અને 2 એપ્રિલે શિવાંશુને બરેલી બોલાવ્યો. જ્યાં બંને બે કલાક સુધી ફરતા રહ્યા હતા. આ પછી તે લગભગ દસ વાગ્યે સુભાષ નગર સ્થિત ઘરે પહોંચ્યાં હતા અને પછી શિવાશું અને તનુ સેક્સ કરવા લાગ્યાં હતા આ દરમિયાન રુમમાં છુપાયેલા સનીએ શિવાશુંનું ગળું ભીંસી નાખ્યું હતું પછી બંનેએ લાશને રૂમમાં સંતાડી દીધી હતી.

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ