ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / બિઝનેસ / on-petro-diesel-price-union-finance-minister-nirmala-sitharama-says-in-the-next-gst-council-if-that-discussion-comes-up-i-will-be-glad-to-have-it-on-the-agenda

તમારા કામનું / તો શું પેટ્રોલ-ડીઝલની કિંમતો પર કોઈ ગુડ ન્યૂઝ આપશે મોદી સરકાર? જાણો નાણાંમંત્રીનો જવાબ

Published By: Nirav

Last Updated: 08:38 PM, 23 March 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સંસદના નીચલા ગૃહમાં નિર્મલા સીતારામને કહ્યું, એક સભ્યએ મુદ્દો ઉઠાવ્યો કે પેટ્રોલ અને ડીઝલને જીએસટીની અંડરમાં લાવવા જોઈએ. જો કે હું કહીશ કે પેટ્રોલ અને ડીઝલ પર સૌથી વધુ ટેક્સ આજે મહારાષ્ટ્રમાં છે.

ADVERTISEMENT

  • પેટ્રોલ-ડીઝલ પર નાણાંમંત્રીએ કર્યું નિવેદન 
  • જીએસટીમાં લાવવાની માંગણી પર નાણાંમંત્રીએ દર્શાવી તૈયારી
  • લોકો પર વધી રહ્યો છે મોંઘવારીનો બોજો 

પેટ્રોલ-ડીઝલની આસમાની કિમતોથી લોકો પરેશાન છે. દેશના કેટલાક ભાગોમાં, જ્યાં પેટ્રોલની કિંમત 100 રૂપિયાને પાર પહોંચી ગઈ છે, તો બીજી તરફ ડીઝલનો ભાવ 90ને પાર પહોંચી ગયો છે. આવી સ્થિતિમાં સામાન્ય લોકોમાં સવાલ ઉભો થયો છે કે તેઓ ઇંધણના વધતાં જતાં ભાવથી તેઓ કેટલા સમયમાં રાહત મેળવી શકશે. અને આવું થશે કે કેમ એ પણ સવાલ છે, કેન્દ્રીય નાણાં પ્રધાન નિર્મલા સીતારામને મંગળવારે લોકસભા ટીવી પર નાણાં વિધેયક પર ચર્ચાના જવાબમાં કેન્દ્ર વતી પરિસ્થિતિ અંગે સ્પષ્ટતા કરી.

કેન્દ્ર અને રાજ્ય બંને ટેક્સ વસૂલે છે : નાણાંમંત્રી 

નિર્મલા સીતારામને કહ્યું - "જ્યાં સુધી પેટ્રોલ-ડીઝલ પરના ટેક્સની વાત છે ત્યાં સુધી કેન્દ્ર અને રાજ્ય બંને ટેક્સ લાદે છે.... કેન્દ્ર સરકાર જે ટેક્સ લે છે તેમાં રાજ્ય સરકારોનો હિસ્સો પણ હોય છે." કેન્દ્રીય નાણાં પ્રધાને આગળ કહ્યું - " જો રાજ્ય સરકારો ઈચ્છે તો આ મુદ્દા (પેટ્રોલ ડીઝલને જીએસટીમાં સમાવેશ કરવા પર) ની આગામી જીએસટી કાઉન્સિલની બેઠકમાં ચર્ચા થઈ શકે છે."

નીચલા ગૃહમાં નાણાંમંત્રીએ વધુમાં કહ્યું - એક સભ્યએ એવો મુદ્દો ઉઠાવ્યો કે પેટ્રોલ અને ડીઝલને જીએસટીની સીમામાં લાવવા જોઈએ, તો હું કહી દઉં કે પેટ્રોલ અને ડીઝલ પર સૌથી વધુ ટેક્સ આજે મહારાષ્ટ્રમાં છે. હું કોઈપણ એક રાજ્યમાં વધુ કે ઓછા ટેક્સ પર આંગળી નથી ઉઠાવી રહી. જો કે વાસ્તવિક મુદ્દો એ છે કે ઓઇલ પર માત્ર કેન્દ્ર સરકાર દ્વારા જ નહીં પરંતુ રાજ્ય સરકારો દ્વારા પણ ટેક્સ વસૂલવામાં આવે છે.


 

સંકળાયેલા મુદ્દાઓ

Finance Ministry GST Nirmala Sitharaman petrol diesel price hike પેટ્રોલ-ડીઝલ Important

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ