બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / NRI News / કેનેડા કે US નહીં, આ દેશ બન્યો ભારતીય વિદ્યાર્થીઓની પહેલી પસંદ, જાણો કેમ

NRI / કેનેડા કે US નહીં, આ દેશ બન્યો ભારતીય વિદ્યાર્થીઓની પહેલી પસંદ, જાણો કેમ

Published By: Vidhata Gothi

Last Updated: 01:58 PM, 13 December 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Study Abroad: ઉચ્ચ શિક્ષણ માટે ઘણા યુવાનો વિદેશ જવાનું પસંદ કરતા હોય છે ત્યારે હવે ભારતીય વિદ્યાર્થીઓમાં કેનેડા કે ઓસ્ટ્રેલિયાને બદલે અન્ય એક દેશ પહેલી પસંદ બનીને સામે આવ્યો છે. જાણો આ જગ્યાએ અભ્યાસ કરવા જવા માટેના 5 કારણો.

Ireland Higher Education: યુએસ, કેનેડા, ન્યુઝીલેન્ડ અને ઓસ્ટ્રેલિયા સિવાય ભારતીય યુવાનો યુરોપિયન દેશોમાં પણ અભ્યાસ કરવાનું પસંદ કરે છે, પણ ત્યાં અભ્યાસ કરવા માટે જે-તે દેશની સ્થાનિક ભાષા શીખવી પડે છે. એવામાં યુવાનો હાયર-એજ્યુકેશન માટે બ્રિટન જવાનું પસંદ કરે છે, કારણ કે ત્યાં અંગ્રેજીમાં શિક્ષણ આપવામાં આવે છે. જયારે આજે વાત કરીએ બ્રિટનની બાજુમાં આવેલા આ દેશ વિશે કે જ્યાં પણ બ્રિટનની જેમ જ અંગ્રેજીમાં શિક્ષણ આપવામાં આવે છે. આજે જે દેશની વાત કરી રહ્યા છીએ એ છે આયર્લેન્ડ.

માહિતી પ્રમાણે, આયર્લેન્ડમાં 7000થી વધુ ભારતીય વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે. ગયા વર્ષે આયર્લેન્ડમાં અભ્યાસ માટે 40000થી વધુ વિદેશી વિદ્યાર્થીઓ આવ્યા હતા. આ એક મોટી સંખ્યા છે. માહિતી પ્રમાણે, અહીં ભારતીય મહિલા વિદ્યાર્થીઓની સંખ્યામાં 60 ટકા વધારો થયો હતો. એનાથી એ સ્પષ્ટ છે કે આયર્લેન્ડ મહિલાઓની સુરક્ષાની દ્રષ્ટિએ શ્રેષ્ઠ છે. અહીંની શિક્ષણ વ્યવસ્થા પણ ઘણી નોંધપાત્ર છે. ચાલો જાણીએ શા માટે ભારતીય વિદ્યાર્થીઓ અહીં અભ્યાસ માટે આવવાનું પસંદ કરે છે.

વિદ્યાર્થીઓને મળે છે પાર્ટ-ટાઇમ નોકરીની મંજૂરી

સૌથી પહેલા વાત કરીએ નોકરીની મંજૂરી વિશે, કારણ કે જયારે પણ કોઈ વિદ્યાર્થી વિદેશમાં અભ્યાસ માટે જાય તો ત્યાં તેઓ પાર્ટ-ટાઇમ નોકરી કરતા હોય છે. ત્યારે આયર્લેન્ડ પણ અન્ય દેશોની જેમ વિદ્યાર્થીઓને પાર્ટ-ટાઇમ નોકરી કરવાની મંજૂરી આપે છે. અહીં અભ્યાસની સાથે અઠવાડિયામાં 20 કલાક કામ કરવાની મંજૂરી છે. રજામાં વિદ્યાર્થીઓને 40 કલાક સુધી કામ કરવાની મંજૂરી મળે છે. સાથે જ અભ્યાસ પૂર્ણ થયા પછી પોસ્ટ-ગ્રેજ્યુએશન વર્ક પરમિટ પણ મળે છે.

સલામત વાતાવરણ

બીજું કારણ છે કે આ દેશમાં અભ્યાસ કરવો સલામત માનવામાં આવે છે. આ દેશ ગ્લોબલ પીસ ઇન્ડેક્સ 2025માં બીજા નંબર પર હતો, એટલે કે તે વિશ્વનો બીજો સૌથી સુરક્ષિત દેશ છે, અહીં રાતે મુસાફરી કરવી પણ સલામત માનવામાં આવે છે. અગાઉ જણાવ્યા પ્રમાણે, અહીં ભારતીય મહિલા વિદ્યાર્થીઓની સંખ્યામાં 60 ટકા વધારો થયો છે, એટલે કે આ દેશ મહિલાઓ માટે સલામત છે. આ પણ એક મોટું કારણ છે.

અહીંની ટોચની યુનિવર્સિટી

આયર્લેન્ડની ઘણી યુનિવર્સિટી છે કે જે અભ્યાસ માટે શ્રેષ્ઠ માનવામાં આવે છે, જેમ કે - ટ્રિનિટી કોલેજ ડબલિન, યુનિવર્સિટી કોલેજ ડબલિન, યુનિવર્સિટી ઓફ ગેલવે, યુનિવર્સિટી કોલેજ કોર્ક અને ડબલિન સિટી યુનિવર્સિટી વિદ્યાર્થીઓમાં ઘણી લોકપ્રિય છે. આયર્લેન્ડમાં અભ્યાસ કરતા દર 10 વિદ્યાર્થીઓમાંથી 1 વિદ્યાર્થી વિદેશી છે. એટલે કે વિદેશી વિદ્યાર્થીઓમાં પણ આ દેશ ઉચ્ચ શિક્ષણ માટે પ્રખ્યાત છે.

vtv app promotion

ઇનોવેશન અને રિસર્ચ

વિશ્વના ટોચના 1% રિસર્ચ ઇન્સ્ટિટ્યૂશનમાં આયર્લેન્ડની યુનિવર્સિટીઓ અને કોલેજોની ગણતરી થાય છે. અહીં સામાજિક વિજ્ઞાન, કુદરતી વિજ્ઞાન, માનવતા અને આરોગ્યસંભાળ સહિત 19 ક્ષેત્રોમાં ઉચ્ચ શિક્ષણ આપવામાં આવે છે. આ યુનિવર્સિટીઓમાં ગ્રેજ્યુએશન અને માસ્ટર ડિગ્રીના વિદ્યાર્થીઓને ઇનોવેશન અને રિસર્ચના અભ્યાસક્રમમાં એપ્લાય કરવા માટે પુષ્કળ તકો આપે છે.

આ પણ વાંચો: હવે UKએ બદલ્યાં વિઝા માટેના નિયમો, જેની ભારતીય વિદ્યાર્થીઓને થશે મોટી અસર!

નોકરીની ભરપૂર તક

આયર્લેન્ડમાં ગ્રેજ્યુએશન અને માસ્ટર ડિગ્રી લેવા જાઓ છો, તો નોકરીની તકો પણ ભરપૂર મળી જશે. આયર્લેન્ડને રિસર્ચ સેન્ટર્સનું ઘર માનવામાંઆવે છે. આ દેશમાં 1000થી વધારે મલ્ટીનેશનલ કંપનીઓ છે, જેમાં ટેક કંપનીઓ, ફાર્માસ્યુટિકલ કંપનીઓ, ડાયગ્નોસ્ટિક કંપનીઓ, ગેમિંગ કંપનીઓ, તબીબી ઉપકરણ કંપનીઓ પણ સામેલ છે, જ્યાં નોકરીની ઉત્તમ તક મળી જાય છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Ireland Higher Education Benefits of Studying in Ireland Study Abroad

Published by

Vidhata Gothi

Vidhata is the news editor at VTV Digital, highlighting voices and stories that matter.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ