ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / NRI News / ભારતીય સ્ટુડન્ટ્સને ન્યુઝીલેન્ડમાં મળે છે લાખોની સ્કૉલરશિપ, જાણો એપ્લાય કરવા માટે વિગતો

NRI / ભારતીય સ્ટુડન્ટ્સને ન્યુઝીલેન્ડમાં મળે છે લાખોની સ્કૉલરશિપ, જાણો એપ્લાય કરવા માટે વિગતો

Published By: Vidhata Gothi

Last Updated: 10:09 AM, 24 January 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Study in New Zealand: વિદેશમાં ઉચ્ચ અભ્યાસ કરવાની ઇચ્છા ધરાવતા ભારતીયો વચ્ચે ન્યુઝીલેન્ડ એક પોપ્યુલર ડેસ્ટિનેશન બની રહ્યું છે. મોટી સંખ્યામાં ભારતીય સ્ટુડન્ટ્સ અહીં અભ્યાસ માટે જઈ રહ્યા છે.

ADVERTISEMENT

University of Auckland Scholarships: ન્યુઝીલેન્ડમાં ઉચ્ચ અભ્યાસ માટે જતાં ભારતીય સ્ટુડન્ટ્સ માટે સારા સમાચાર છે. અહીંની ઑકલેન્ડ યુનિવર્સિટી ભારતીય સ્ટુડન્ટ્સને 'ઇન્ડિયા હાઈ એચિવર્સ સ્કૉલરશિપ' આપે છે. આ અંતર્ગત સ્ટુડન્ટ્સને 20 હજાર ન્યુઝીલેન્ડ ડૉલર એટલે કે લગભગ 10.70 લાખ રૂપિયા આપવામાં આવશે. આ સ્કૉલરશિપ એ સ્ટુડન્ટ્સને મળશે, જે યુનિવર્સિટીમાં અંડરગ્રેજ્યુએટ, પોસ્ટગ્રેજ્યુએટ ડિપ્લોમા કે માસ્ટર્સ પ્રોગ્રામમાં અભ્યાસ કરવા માંગે છે. આ સ્કૉલરશિપની શરૂઆત 2022 માં કરવામાં આવી હતી.

ઇન્ડિયા હાઈ એચિવર્સ સ્કૉલરશિપનો હેતુ ભારતના વિદ્યાર્થીઓને ન્યુઝીલેન્ડમાં જઈને અભ્યાસ કરવાની તક આપવાનો છે. દર વર્ષે 30 ભારતીય સ્ટુડન્ટ્સને આ સ્કૉલરશિપ આપવામાં આવે છે. વર્ષમાં બે વાર આ સ્કૉલરશિપ આપવામાં આવે છે. સ્કૉલરશિપ માટે અરજી કરવાની શરૂઆત 19 ફેબ્રુઆરી 2026 થી થશે, જ્યારે એપ્લાય કરવાની છેલ્લી તારીખ 2 એપ્રિલ 2026 છે. દરેક સ્કૉલરશિપ દ્વારા યુનિવર્સિટીમાં અભ્યાસ કરવા માટે આપવામાં આવતી ટ્યુશન ફી કવર થાઈ જાય છે. આનાથી વિદ્યાર્થીઓનો અભ્યાસનો ખર્ચો ઘણો ઘટી જાય છે.

vtv app promotion

કોણ કરી શકે એપ્લાય?

આ સ્કૉલરશિપ માટે માત્ર ભારતીય વિદ્યાર્થીઓ જ એપ્લાય કરી શકે છે. તેમણે ફૂલ-ટાઈમ કોર્સમાં એડમિશન લેવું પડશે. અંડરગ્રેજ્યુએટ કોર્સ, પોસ્ટગ્રેજ્યુએટ ડિપ્લોમા અને માસ્ટર્સ ડિગ્રી સાથે જોડાયેલા કોર્સના અભ્યાસ માટે જ આ સ્કૉલરશિપ આપવામાં આવે છે. આ સ્કૉલરશિપની શરૂઆત એટલા માટે કરવામાં આવી હતી કે જેથી વિદેશમાં અભ્યાસનો ખર્ચ ઘટાડી શકાય. સાથે જ ન્યુઝીલેન્ડમાં અભ્યાસ માટે ભારતીય વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરી શકાય. દર વર્ષે મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ આ સ્કૉલરશિપ માટે એપ્લાય કરે છે.

આ પણ વાંચો: અમેરિકાની યુનિ.ઓમાં ભારતીય સ્ટુડન્ટ્સની સંખ્યામાં 75 % નો ઘટાડો, જાણો કારણ

કઈ રીતે એપ્લાય કરવું?

વિદ્યાર્થીઓને સ્કૉલરશિપ માટે ઓનલાઈન જ એપ્લાય કરવાનું હોય છે. યુનિવર્સિટીનું કહેવું છે કે સ્ટુડન્ટ્સે અરજી કરતાં પહેલા સ્કૉલરશિપ માટેની યોગ્યતા ચેક કરી લેવી જોઈએ. AskAuckland એક ઓનલાઈન હેલ્પ સેન્ટર છે, જે એપ્લિકેશન પ્રોસેસ, જરૂરી ડોક્યુમેન્ટ્સ અને લાયકાત સાથે જોડાયેલા તમામ સવાલોનો જવાબ આપે છે. સામાન્ય રીતે અરજદારને અરજી સમયે એકેડમિક ટ્રાનસ્ક્રિપ્ટ, ભારતીય નાગરિક્તાનો પુરાવો અને કોર્સની વિગતોની જરૂર પડે છે, જેમાં એડમિશન લેવું છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

University Of Auckland Study In New Zealand Scholarship For Indian Students

Published by

Vidhata Gothi

Vidhata is the news editor at VTV Digital, highlighting voices and stories that matter.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ