ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / NRI News / ટ્રમ્પની પોલીસે ભારતીય એન્જિનિયરને મારી ચાર ગોળી, સામાન્ય વાતમાં જીવ ગયો, મામલો ચોંકાવનારો

NRI / ટ્રમ્પની પોલીસે ભારતીય એન્જિનિયરને મારી ચાર ગોળી, સામાન્ય વાતમાં જીવ ગયો, મામલો ચોંકાવનારો

Published By: Vidhata Gothi

Last Updated: 12:18 PM, 19 September 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

NRI News: કેલિફોર્નિયામાં એક ભારતીય સોફ્ટવેર એન્જિનિયરનો તેના રૂમમેટ સાથે કથિત રીતે ઝઘડો થયો. આ પછી અમેરિકાની પોલીસે તેને ગોળી મારી દીધી. જાણો શું છે સમગ્ર મામલો.

ADVERTISEMENT

અમેરિકાના કેલિફોર્નિયામાં પોલીસે એક ભારતીય એન્જિનિયરને ગોળી મારી દીધી. મોહમ્મદ નિઝામુદ્દીન નામના આ વ્યક્તિનો તેના રૂમમેટ સાથે કથિત રીતે વિવાદ થઈ ગયો હતો. તેલંગાનાના નિઝામુદ્દીનના પરિવારે તેના મૃતદેહને પાછો લાવવા માટે વિદેશ મંત્રાલય પાસેથી મદદ માટે અપીલ કરી છે. નિઝામુદ્દીને ગોળી મારી દેવામાં આવી એ પહેલા તેણે સાર્વજનિક રીતે જાતીય ઉત્પીડન અને નોકરીમાં સમસ્યાઓ વિશે ફરિયાદ કરી હતી.

nizamuddin-post

મોહમ્મદ નિઝામુદ્દીને ફ્લોરિડાથી કમ્પ્યુટર સાયન્સમાં માસ્ટર ડિગ્રી મેળવી હતી. આ પછી તે કેલિફોર્નિયાની એક કંપનીમાં કામ કરી રહ્યો હતો, પરંતુ તેને ત્યાંથી કાઢી મૂકવામાં આવ્યો. નિઝામુદ્દીને લિંક્ડઇન પર એક પોસ્ટ કરીને આરોપ લગાવ્યો હતો કે તેને ખોટી રીતે નોકરીમાંથી કાઢી મૂકવામાં આવ્યો છે અને તેના પગારમાં છેતરપિંડી કરવામાં આવી છે. આટલું જ નહીં, નિઝામુદ્દીને તેની સાથે થઈ રહેલા જાતીય ભેદભાવ વિશે પોસ્ટ પણ શેર કરી હતી.

vtv app promotion

પોલીસે નિઝામુદ્દીનને મારી દીધી ચાર ગોળી

માહિતી પ્રમાણે, નિઝામુદ્દીનને ચાર ગોળી મારવામાં આવી હતી. સાન્ટા ક્લેરા પોલીસના નિવેદન પ્રમાણે, 911 પર છરાબાજીનો એક કૉલ આવ્યો હતો. માહિતી મળતાં જ પોલીસ અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચ્યા. પોલીસે જણાવ્યું કે જ્યારે તેઓ પહોંચ્યા, ત્યારે એક વ્યક્તિ હાથમાં છરી લઈને ઉભો હતો. જયારે તેને પોલીસની વાત ન માની તો ગોળી મારી દેવામાં આવી. નિવેદનમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે વ્યક્તિનો રૂમમેટ નીચે પડેલો હતો અને તેને ઘણી જગ્યાએ ઇજાઓ થઈ હતી. આ ઘટના 3 સપ્ટેમ્બરના રોજ બની હતી.

આ પણ વાંચો: શિકાગોમાં ઈમિગ્રન્ટ્સ વિરૂદ્ધ કાર્યવાહી, બોર્ડર પેટ્રોલ ઓફિસરે બોલાવી તવાઇ, જાણો એક્શન

પરિવાર વિદેશ મંત્રાલય પાસેથી માંગી મદદ

મજલિસ બચાવો તહરીકના પ્રવક્તા અમજદ ઉલ્લાહ ખાને નિઝામુદ્દીનના પરિવાર સાથે મુલાકાત કરી. તેમણે તેના પિતા મોહમ્મદ હસનુદ્દીન અને અન્ય સંબંધીઓ સાથે વાત કરી. અમજદે વિદેશ મંત્રાલયને પત્ર લખીને મદદ માંગી છે. તે મૃતદેહને ભારત પાછો લાવવા માંગે છે. તેમણે પત્રમાં એમ પણ લખ્યું છે કે આ મામલાની ગંભીરતાથી તપાસ કરવામાં આવે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Indian Techie Shot Dead California US Police

Published by

Vidhata Gothi

Vidhata is the news editor at VTV Digital, highlighting voices and stories that matter.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ