બ્રેકિંગ ન્યુઝ
VTV / NRI News / શિકાગોમાં ઈમિગ્રન્ટ્સ વિરૂદ્ધ કાર્યવાહી, બોર્ડર પેટ્રોલ ઓફિસરે બોલાવી તવાઇ, જાણો એક્શન
Last Updated: 11:52 AM, 18 September 2025
US Action Against Immigrants: લૉસ એન્જેલસમાં ઈલીગલ ઇમિગ્રન્ટ્સ વિરુદ્ધ હાથ ધરવામાં આવેલી અત્યારસુધીની સૌથી મોટી કાર્યવાહીની આગેવાની કરનાર બોર્ડર પેટ્રોલ ઓફિસર ગ્રેગરી બોવિનો હાલમાં શિકાગોમાં આવી પહોંચ્યા છે. મંગળવારે તેમણે જણાવ્યું હતું કે, તેમની ટીમ દ્વારા 16 સપ્ટેમ્બરના રોજ કેટલાક શંકાસ્પદ વ્યક્તિઓની ધરપકડ કરવામાં આવી છે. તેમજ તેમણે એ દાવો પણ કર્યો કે આ કાર્યવાહી ખાસ કરીને એવા ગેરકાયદે લોકો સામે છે જેઓ ગુનાહિત પ્રવૃત્તિઓમાં સંકળાયેલા હોવાનું જણાય છે.
ADVERTISEMENT
ગ્રેગરી બોવિને મંગળવારે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર એક વીડિયો પોસ્ટ કરીને જણાવ્યું હતું કે તેમણે ક્રિમિનલ ઈલીગલ એલિયન્સની ધરપકડ કરી છે અને તેમનું મિશન ચાલુ રહેશે. આ જ પોસ્ટમાં તેમણે એવો પણ દાવો કર્યો કે આ કામગીરીને હવે વધુ સઘન બનાવવામાં આવી છે અને ઘણી ધરપકડો પણ કરવામાં આવી છે.
Well, Chicago, we’ve arrived!
— Commander Op At Large CA Gregory K. Bovino (@CMDROpAtLargeCA) September 16, 2025
Operation At Large is here to continue the mission we started in Los Angeles—to make the city safer by targeting and arresting criminal illegal aliens.#DHS #CBP #USBP #BorderPatrol #OpAtLarge #Chicago pic.twitter.com/qvdBiHT4LN
ADVERTISEMENT
ગ્રેગરી બોવિનોનું શિકાગોમાં આગમન એ તરફ સંકેત આપે છે કે આગામી દિવસોમાં શહેરમાં ઇમિગ્રેશન એન્ફોર્સમેન્ટની કાર્યવાહી મોટા પાયે શરૂ થઈ શકે છે. બીજી તરફ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે સોમવારે ટેનેસીના મેમ્ફિસમાં નેશનલ ગાર્ડ્સ મોકલવાના ઓર્ડર પર સાઇન કર્યા બાદ જણાવ્યું હતું કે મેમ્ફિસમાં પણ વોશિંગ્ટન ડી.સી. જેવી રીતે ક્રિમિનલ ઈલીગલ એલિયન્સનો સફાયો કરવામાં આવશે અને ત્યારબાદ શિકાગોનો પણ વારો આવશે. જો કે ડેમોક્રેટ નેતાઓએ ટ્રમ્પ પર આ કાર્યવાહીને માત્ર રાજકીય શોબાજી ગણાવી છે. તેમનું કહેવું છે કે ટ્રમ્પ ઈલીગલ ક્રિમિનલ્સના બહાને લોકોમાં ભય ફેલાવી રહ્યા છે અને હકીકતમાં આ બધાથી સામાન્ય લોકોની સુરક્ષા પર કોઈ મોટો અસર થવાનો નથી.
ડિપાર્ટમેન્ટ ઓફ હોમલેન્ડ સિક્યોરિટીએ ગયા સપ્તાહે જ શિકાગો અને આસપાસના વિસ્તારોમાં ઈલીગલ એલિયન્સને પકડવા માટે વિશિષ્ટ ઓપરેશન શરૂ કરવાની જાહેરાત કરી હતી. વિભાગના જણાવ્યા અનુસાર સેન્ચ્યુરી સિટીઓ અને રાજ્ય પોલીસ દ્વારા મળતી મર્યાદિત સહકારની કારણે ફેડરલ ઓથોરિટીઝને આવા ઈલીગલ એલિયન્સની ધરપકડ કરવામાં મુશ્કેલી પડી રહી છે.
ADVERTISEMENT
🤔Think that illegal aliens are more careful not to break laws while living secretly in the U.S.? Think again…🤨
— Commander Op At Large CA Gregory K. Bovino (@CMDROpAtLargeCA) September 14, 2025
This illegal alien from Guatemala—arrested in Inglewood, CA—has a criminal record:
‼️Driving without a license
‼️Driving under the influence
So while living here… pic.twitter.com/V7ZCSZdQGL
અને તેથી આવી કાર્યવાહી જરૂરી બની છે. ત્યારે ઈલીનોયના ગવર્નર પ્રિત્ઝકરે આ ઓપરેશન તેમજ બોર્ડર પેટ્રોલ ઓફિસર ગ્રેગરી બોવિનોના શિકાગો આવવા બાબતે કડક વિરોધ કર્યો છે. તેમણે આરોપ મૂક્યો છે કે બોવિનો એવા લોકોની વિરુદ્ધ પણ હિંસાત્મક કાર્યવાહી માટે ઓળખાતા છે, જે ક્રિમિનલ નહીં હોય. ગવર્નરે એવો ગંભીર આક્ષેપ પણ કર્યો કે ફેડરલ એજન્ટ્સ વ્યક્તિના ચામડીના રંગ અને ભાષાના આધાર પર લોકોને નિશાન બનાવે છે. જે માનવાધિકારના ઉલ્લંઘન સમાન છે.
ADVERTISEMENT
DHS (ડિપાર્ટમેન્ટ ઓફ હોમલેન્ડ સિક્યોરિટી) ની સેક્રેટરી ક્રિસ્ટી નોમે મંગળવારે શિકાગોમાં હાજર હોવાનું જણાવ્યું હતું અને જણાવ્યું કે તેમના વિભાગ દ્વારા હુમલાઓમાં સંડોવાયેલા દારૂ પીને વાહન ચલાવનારા અને કોઈનો પીછો કરવાનો ગુનો કરનારા ઈલીગલ એલિયન્સની ધરપકડ કરવામાં આવી રહી છે. તેમણે એ પણ કહ્યું કે મંગળવારે આવા અનેક ઈલીગલ એલિયન્સને જેલ ભેગા કરવામાં આવ્યા હતા. આ વચ્ચે ઈલીનોયના ગવર્નર JB પ્રિત્ઝકરે DHS સેક્રેટરી ક્રિસ્ટી નોમેની મુલાકાત અંગે કહ્યું કે તેઓ માત્ર થોડા કલાકો માટે જ શિકાગોમાં આવ્યા હતા. તેમણે આ સમયગાળામાં શહેરમાં ફેડરલ એજન્ટ્સ શું કામ કરી રહ્યા છે અને આગામી દિવસોમાં કઈ પ્રકારની કાર્યવાહી થવાની છે. તે સંબંધિત પ્રશ્નોના જવાબો આપવાનું ટાળી દીધું હતું.
2 MILLION illegal aliens are out of the United States of America in less than 250 days.
— Tricia McLaughlin (@TriciaOhio) September 17, 2025
Thank you to @POTUS Trump, @Sec_Noem and our brave DHS law enforcement officers.
ADVERTISEMENT
લૉસ એન્જેલસમાં ગ્રેગરી બોવિનોની આગેવાની હેઠળ થયેલી ઈમિગ્રેશન એન્ફોર્સમેન્ટ દરમિયાન એવા આક્ષેપો થયા હતા કે અધિકારીઓ લોકોના ચહેરા જોઈને તેઓ ઈલીગલ છે કે નહીં તેનું અનુમાન લગાવી તેમના પાસેથી ઓળખપત્ર (આઈડી) માંગતા હતા. આ બાબતે ફેડરલ કોર્ટે ટ્રમ્પ સરકારને કડક શબ્દોમાં ચેતવણી આપતાં કહ્યું હતું કે આ ભેદભાવપૂર્ણ કાર્યવાહી ન કરવામાં આવે.
ફેડરલ કોર્ટના આ નિર્ણય બાદ અપીલ્સ કોર્ટ પણ આ ઓર્ડરને યથાવત રાખતા સરકાર સુપ્રીમ કોર્ટમાં ગઈ હતી. જ્યાંથી તેમને રાહત મળી હતી. અમેરિકાની સર્વોચ્ચ અદાલતે સરકારે લૉસ એન્જેલસમાં અગાઉ જેવી જ પ્રક્રિયા ચાલુ રાખી શકે તેવા આદેશ સાથે કામગીરી ચાલુ રાખવાની મંજૂરી આપી દીધી હતી.
ADVERTISEMENT
વધુ વાંચો: કેનેડામાં નોકરીનું સ્વપ્ન જોનારા વિદ્યાર્થીઓ માટે માઠા સમાચાર, ભારતીયો ખાસ વાંચે

આમ તો શિકાગોમાં પણ ICEની કાર્યવાહીનો વિરોધ થઈ જ રહ્યો છે અને ગયા અઠવાડિયે જ શુક્રવારના દિવસે ICEના એજન્ટ દ્વારા એક મેક્સિનને શૂટ કરી દેવાતા ખાસ્સો હોબાળો પણ મચ્યો હતો. જોકે શિકાગોમાં હજુ સુધી LA જેવું આક્રમક ઈમિગ્રેશન એન્ફોર્સમેન્ટ શરૂ નથી થયું.
સંકળાયેલા મુદ્દાઓ
Priyankka Triveddi is the senior news editor at VTV Digital, highlighting voices and stories that matter.
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.