બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 01:38 PM, 17 September 2025
Jobs in Canada: નોકરી કરવા માટે કે અભ્યાસ કરવા માટે ભારતીય યુવાનોમાં કેનેડા પહેલી પસંદ છે, ત્યારે કેનેડામાં નોકરી મેળવવા ઇચ્છુક લોકો અને વિદ્યાર્થીઓ માટે એક નિરાશાજનક સમાચાર સામે આવ્યા છે. હાલમાં કેનેડામાં નોકરી બજારની સ્થિતિ ખૂબ જ ખરાબ છે, જે તાજેતરમાં જ કેનેડિયન સરકાર દ્વારા બહાર પાડવામાં આવેલા એક રિપોર્ટમાં સામે આવ્યું છે.
ADVERTISEMENT
ઓગસ્ટના આંકડાઓ ચિંતાજનક
સરકારી એજન્સી સ્ટેટિસ્ટિક્સ કેનેડા દ્વારા બહાર પાડવામાં આવેલા લેબર ફોર્સ સર્વે રિપોર્ટ પ્રમાણે, ઓગસ્ટ મહિનામાં શ્રમ બજારની સ્થિતિ થઈ છે. કેનેડામાં નોકરીઓમાં 66,000નો ઘટાડો નોંધાયો છે. આ સતત બીજો મહિનો છે કે જ્યારે દેશમાં રોજગારી ઘટી છે. કેનેડામાં ઓગસ્ટ મહિનામાં બેરોજગારી દર પણ 7.1% સુધી પહોંચી ગયો છે, જે જુલાઈની સરખામણીમાં 0.2 ટકા વધારે છે. કોરોના રોગચાળાના બે વર્ષ 2020 અને 2021ને બાદ કરીને આ સંખ્યા 2016 પછી બેરોજગારીનું સૌથી ઊંચું સ્તર છે. ખાસ કરીને 24 થી 54 વર્ષની વયના લોકોમાં 58,000 નોકરીઓ ગઈ છે. રિપોર્ટમાં આપેલી માહિતી પ્રમાણે, ઓગસ્ટમાં દેશમાં આશરે 16 લાખ લોકો બેરોજગાર હતા, જયારે બેરોજગારી દર જુલાઈની સરખામણીમાં 2.2% વધ્યો છે, એટલે કે 34,000 લોકોનો નોકરી જતી રહી છે. જો કે છટણી દર પણ 1.0% પર છે.
ADVERTISEMENT
યુવાનોમાં વધી બેરોજગારી
યુવાનોમાં પણ બેરોજગારી દરમાં વધારો થયો છે. ઓગસ્ટમાં યુવાનોનો બેરોજગારી દર 14.5% હતો, જે 2010ના સપ્ટેમ્બર પછીનો સૌથી વધારે છે. આમાં કોવિડ રોગચાળાના બે વર્ષ પણ સામેલ નથી. 15 થી 24 વર્ષના યુવાનોને પાર્ટ-ટાઈમ નોકરીઓ મેળવવામાં ભારે મુશ્કેલી પડે છે, જેનાથી એ સ્પષ્ટ થાય છે કે કેનેડામાં હાલની પરિસ્થિતિ કેટલી ખરાબ છે. ખાસ કરીને આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI) ના વધતા પ્રભાવને કારણે યુવાનો માટે નોકરી શોધવી વધુ પડકારજનક બની રહી છે.
ADVERTISEMENT

ભારતીયો માટે ખરાબ સમાચાર
ADVERTISEMENT
આ પરિસ્થિતિ ખાસ કરીને ભારતીય વિદ્યાર્થીઓ અને કામદારો માટે ચિંતાજનક છે. વડાપ્રધાન માર્ક કાર્નેએ બેરોજગારી દર ઘટાડવા માટે ટેમ્પરરી ફોરેન વર્કર પ્રોગ્રામ (TFWP)ના નિયમોને સખત બનાવવાનો પ્લાન કર્યો છે. ત્યારે જો આ નિયમો સખત બન્યા, તો ભારતીયો માટે અહીં નોકરી મેળવવી મુશ્કેલ બની જશે. જણાવી દઈએ કે મોટા ભાગના ભારતીય કામદારો TFWP દ્વારા જ કેનેડામાં નોકરી કરવા જાય છે અને TFWP દ્વારા જ મોટાભાગની બ્લુ કોલર નોકરીઓ મળે છે.
આ પણ વાંચો: અમેરિકામાં કઇ જૉબ સૌથી વધારે છે સિક્યોર? જેની માટે જોઇશે આ ડિગ્રી, જાણો
ADVERTISEMENT
મોટાભાગના ભારતીય વિદ્યાર્થીઓ કેનેડામાં ઉચ્ચ શિક્ષણ મેળવીને અહીં જ નોકરી મેળવવાના સપના જોતા હોય છે ત્યારે અહીં વધતા બેરોજગારીના દરને કારણે કેનેડામાં ભારતીય અભ્યાસ કરવા જતા ભારતીય વિદ્યાર્થીઓને પણ અસર થશે. આ ભારતીય વિદ્યાર્થીને અભ્યાસ પૂર્ણ કર્યા પછી નોકરી મેળવવામાં મુશ્કેલી આવશે. કારણ કે વધતી બેરોજગારીના કારણે નોકરીમાં સ્થાનિક લોકોને પ્રાથમિકતા આપવામાં આવશે, જેના કારણે કેનેડામાં અભ્યાસ કરતા ભારતીય વિદ્યાર્થીઓને અભ્યાસ બાદ રોજગાર મેળવવામાં પડકાર ઉભા થઈ શકે છે.
સંકળાયેલા મુદ્દાઓ
Vidhata is the news editor at VTV Digital, highlighting voices and stories that matter.
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.