ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / NRI News / અમેરિકામાં કઇ જૉબ સૌથી વધારે છે સિક્યોર? જેની માટે જોઇશે આ ડિગ્રી, જાણો

NRI / અમેરિકામાં કઇ જૉબ સૌથી વધારે છે સિક્યોર? જેની માટે જોઇશે આ ડિગ્રી, જાણો

Published By: Nidhi Panchal

Last Updated: 09:45 AM, 13 September 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અમેરિકાની અર્થવ્યવસ્થા ભારે ઉથલપાથલમાંથી પસાર થઈ રહી છે, અનેક ક્ષેત્રોમાં મોટી સંખ્યામાં નોકરીઓ ગુમાઈ રહી છે. આવા સમયમાં, એક નોકરી એવી છે જેને અમેરિકામાં સૌથી સુરક્ષિત માનવામાં આવી છે – નર્સ પ્રેક્ટિશનરની નોકરી.

ADVERTISEMENT

અમેરિકાની અર્થવ્યવસ્થા આ દિવસોમાં ભારે ઉથલપાથલમાંથી પસાર થઈ રહી છે. વિવિધ ક્ષેત્રોમાં રોજગારની અનિશ્ચિતતા વધી રહી છે. દરરોજ એવી ખબર આવે છે કે મોટી કંપનીઓ પોતાના કર્મચારીઓને નોકરીમાંથી કાઢી રહી છે. ખાસ કરીને ટેક સેક્ટરમાં છટણીનો સૌથી મોટો ફટકો લાગ્યો છે, જ્યાં જાણીતી કંપનીઓએ હજારો લોકોને નોકરી ગુમાવવાનો વારો આવ્યો છે. આ પરિસ્થિતિને કારણે ઘણા લોકો હવે અમેરિકામાં નોકરી કરવા માટે બે વાર વિચાર કરી રહ્યા છે. પરંતુ આવા મુશ્કેલ સમયમાં એક સવાલ સૌથી મહત્વનો છે – એવી કઈ નોકરી છે જેને અમેરિકામાં સૌથી સુરક્ષિત ગણવામાં આવે છે?

Jobs Abroad

આ સવાલનો જવાબ છે જોબ સિક્યુરિટી રેન્કિંગ 2025. આ રેન્કિંગ એવી નોકરીઓની યાદી છે, જ્યાં જોબ માર્કેટ સ્થિર છે અને નોકરી ગુમાવવાનું જોખમ ઓછું છે. આ માટે વર્તમાન બેરોજગારીનો દર, ભવિષ્યમાં નોકરી મળવાની શક્યતા અને આવતા દાયકામાં રોજગાર વૃદ્ધિ જેવી બાબતોનો અભ્યાસ કરવામાં આવ્યો હતો. આ તમામ ડેટા US બ્યુરો ઓફ લેબર સ્ટેટિસ્ટિક્સ તરફથી લેવામાં આવ્યો હતો.

jobs-2_Nja5WYM.width-800

નર્સ પ્રક્ટિશનરની નોકરી

આ રિપોર્ટ મુજબ, અમેરિકામાં નર્સ પ્રેક્ટિશનરની નોકરી સૌથી સુરક્ષિત ગણવામાં આવી છે. નર્સ પ્રેક્ટિશનરો માત્ર દર્દીઓની સંભાળ જ રાખતા નથી, પણ શારીરિક પરીક્ષણ, લેબ રિપોર્ટ ચકાસવું, દવાઓ આપવી અને જરૂરી સારવાર સુચવવાની મહત્વની જવાબદારી પણ સંભાળે છે. આ નોકરીને દેશની 100 શ્રેષ્ઠ નોકરીઓની યાદીમાં પ્રથમ સ્થાન મળ્યું છે અને સાથે જ તેને શ્રેષ્ઠ હેલ્થકેર નોકરીઓની શ્રેણીમાં પણ ટોચનું સ્થાન પ્રાપ્ત થયું છે. અમેરિકામાં હેલ્થકેર ક્ષેત્રની વધતી માંગને કારણે નર્સ પ્રેક્ટિશનરોની માંગ ઝડપથી વધી રહી છે.

app promo5

આ પણ વાંચો : કેનેડામાં જોબનું સપનું સેવનારા ભારતીયો ખાસ વાંચે, થવા જઇ રહ્યો છે મોટો ફેરફાર

જો કોઈ અમેરિકામાં નર્સ પ્રેક્ટિશનર બનવા માંગે, તો તેને પહેલા બેચલર ઓફ સાયન્સ ઇન નર્સિંગ (BSN) ડિગ્રી મેળવવી પડે છે. ત્યારબાદ NCLEX-RN પરીક્ષા પાસ કરવી જરૂરી છે. આ પરીક્ષા પાસ કર્યા પછી જ વ્યક્તિને નર્સ તરીકે પ્રેક્ટિસ કરવાની મંજૂરી મળે છે. હાલના આંકડા મુજબ, નર્સ પ્રેક્ટિશનરનું ક્ષેત્ર 46.3% ના દરે વૃદ્ધિ પામે છે, જે તેને ભવિષ્ય માટે વધુ સુરક્ષિત બનાવે છે. પગારની વાત કરીએ તો, અમેરિકામાં નર્સ પ્રેક્ટિશનરનો સરેરાશ વાર્ષિક પગાર આશરે 1.11 કરોડ રૂપિયા છે, જે આ વ્યવસાયને વધુ આકર્ષક બનાવે છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

nurse practitioner career safest job in America US job security 2025

Published by

Nidhi Panchal

Nidhi Panchal, I am having 8 years of experience in Media Industry & also work as field reporting. Working as Sub-Editor at VTVGujarati Digital

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ