ન્યૂઝ અપડેટ્સ
Last Updated: 12:54 PM, 12 September 2025
ADVERTISEMENT
Canada Work Program for Indian Workers: જો તમે પણ નોકરીની શોધમાં ભારતની બહાર જવાનો વિચાર કરી રહ્યા છો અને એમાં પણ ખાસ કરીને કેનેડા તો તમારા માટે એક મહત્ત્વના સમાચાર છે. કેનેડા સરકાર કેટલાક મોટા ફેરફાર કરવા જઈ રહી છે. સરકાર 'ટેમ્પરરી ફોરેન વર્કર પ્રોગ્રામ' (TFWP) માં ફેરફાર કરવાની તૈયારી કરી રહી છે. આ પ્રોગ્રામમાં ફેરફાર થયા પછી કેનેડામાં નોકરી મેળવવી અઘરી થઈ શકે છે.
ADVERTISEMENT

ADVERTISEMENT
કેનેડા સરકાર તેના ટેમ્પરરી ફોરેન વર્કર પ્રોગ્રામ (TFWP) માં ફેરફારો કરી રહી છે. આ કાર્યક્રમનો ઉપયોગ ભારતીયો સહિત વિદેશી કામદારોને કેનેડામાં કામ કરવા માટે થાય છે. આ પ્રોગ્રામ હેઠળ, કેનેડિયન કંપનીઓ વિદેશી કામદારોને નોકરી પર રાખવા માટે 'લેબર માર્કેટ ઇમ્પેક્ટ એસેસમેન્ટ' (LMIA) પ્રમાણપત્ર મેળવે છે. આ પ્રમાણપત્રથી ખાતરી થાય છે કે વિદેશી કામદારોને નોકરી પર રાખવાથી સ્થાનિક રોજગાર બજાર પર કોઈ નકારાત્મક અસર થશે નહીં. LMIA મળ્યા બાદ જ વર્ક પરમિટ આપવામાં આવે છે.
વડાપ્રધાન માર્ક કાર્નીએ તાજેતરમાં જણાવ્યું હતું કે સરકાર TFWP માં સુધારા કરી રહી છે જેથી તે ચોક્કસ, વ્યૂહાત્મક ક્ષેત્રોની જરૂરિયાતો પૂરી કરી શકે. જોકે, તેમણે આ અંગે વધુ વિગતો આપી નથી. વિપક્ષી નેતા પિયર પોઇલીવરે આ કાર્યક્રમની ટીકા કરતા કહ્યું છે કે તે કેનેડિયનો માટે નોકરીની તકો ઘટાડે છે અને તેને નાબૂદ કરવાની પણ માગ કરી છે.
ADVERTISEMENT
ADVERTISEMENT
છેલ્લા 18 મહિનામાં TFWP માં ઘણા ફેરફારો કરવામાં આવ્યા છે. મુખ્ય ફેરફારો નીચે મુજબ છે:
ADVERTISEMENT
કેનેડાએ તેના ઇમિગ્રેશન નિયમોને કડક બનાવવાનું શરૂ કર્યું છે. જેના કારણે TFWP ફરી એકવાર સરકારના લક્ષ્યમાં આવી ગયો છે.
કેનેડામાં મોટા ભાગના ભારતીયો વસે છે અને અમેરિકા સાથે કેનેડા પણ ભારતીયો માટે હોટ ફેવરિટ કન્ટ્રી છે. નોકરી માટે કેનેડા જતા ભારતીયો સહિત વિદેશી કામદારો ફક્ત TFWP નો ઉપયોગ કરે છે. આ કાર્યક્રમ દ્વારા કેનેડિયન કંપનીઓ વિદેશી કામદારોને નોકરી પર રાખે છે. આ કાર્યક્રમ અંતર્ગત કંપનીઓએ ભરતી કરતા પહેલા સરકાર પાસેથી ‘લેબર માર્કેટ ઇમ્પેક્ટ એસેસમેન્ટ’ (LMIA) પ્રમાણપત્ર મેળવવું પડે છે. LMIA પ્રમાણપત્રમાં જણાવાયું છે કે જો વિદેશી કામદારોને નોકરી પર રાખવામાં આવે છે તો તેની નેગેટિવ અસર દેશના રોજગાર પર થશે નહીં. સરકાર તરફથી LMIA પ્રમાણપત્ર મેળવ્યા પછી જ વર્ક પરમિટ આપવામાં આવે છે.
ADVERTISEMENT
વધુ વાંચો: અમેરિકામાં ભારતીય મૂળના વ્યક્તિની હત્યા, પત્ની-પુત્રની સામે કુહાડીથી કાપી નાખ્યું ગળું

છેલ્લા કેટલાક વર્ષોમાં TFWP માં ઘણા ફેરફારો કરવામાં આવ્યા છે. તેને ફરી એકવાર બદલવાની તૈયારીઓ કરવામાં આવી રહી છે. કેનેડાએ તેના ઇમિગ્રેશનને કડક બનાવવાનું શરૂ કર્યું છે. જેના કારણે TFWP ફરી એકવાર સરકારના લક્ષ્ય હેઠળ આવી ગયું છે.
સંકળાયેલા મુદ્દાઓ
Priyankka Triveddi is the senior news editor at VTV Digital, highlighting voices and stories that matter.