બ્રેકિંગ ન્યુઝ
VTV / NRI News / અમેરિકામાં ભારતીય મૂળના વ્યક્તિની હત્યા, પત્ની-પુત્રની સામે કુહાડીથી કાપી નાખ્યું ગળું
Last Updated: 08:00 AM, 12 September 2025
અમેરિકાના ડલ્લાસમાં એક ભારતીય મૂળના વ્યક્તિની ક્રૂર હત્યા કરી દેવામાં આવી. માહિતી પ્રમાણે, 10 સપ્ટેમ્બરના રોજ ટેક્સાસના ડલ્લાસમાં ડાઉનટાઉન સ્યુટ્સ મોટેલમાં ભારતીય મૂળના 50 વર્ષીય ચંદ્રમૌલી નાગમલ્લૈયાની તેમની પત્ની અને દીકરાની હાજરીમાં કુહાડીથી ગળું કાપીને હત્યા કરી દેવામાં આવી.
ADVERTISEMENT
ટેક્સાસના ટેનીસન ગોલ્ફ કોર્સ નજીક ઇન્ટરસ્ટેટ 30 નજીક ડાઉનટાઉન સ્યુટ્સ મોટેલમાં આ હુમલો થયો. ડલ્લાસ પોલીસે આ હત્યા કેસમાં શંકાસ્પદ યોર્ડાનિસ કોબોસ-માર્ટિનેઝની ધરપકડ કરી લીધી છે. તેના પર હત્યાનો આરોપ લગાવવામાં આવ્યો છે. જેલ રેકોર્ડ મુજબ, આરોપી પર બિન-જમાનતી ધરપકડનો આદેશ છે અને તેના પર ઇમિગ્રેશન ડિટેનર પણ લગાવવામાં આવ્યો છે.
India in Houston tweets, "Consulate General of India, Houston, condoles the tragic death of Chandra Nagamallaiah, an Indian National, killed brutally at his workplace in Dallas, Tx. We are in touch with the family and offering all possible assistance. The accused is in the… pic.twitter.com/Mwdli53yZ3
— ANI (@ANI) September 12, 2025
ADVERTISEMENT
માહિતી અનુસાર, ચંદ્રમૌલી નાગમલ્લૈયા એ સમયે મોટેલમાં તેમની પત્ની અને દીકરા સાથે હતા, જ્યારે તેમણે યોર્ડાનિસ કોબોસ-માર્ટિનેઝ અને તેની મહિલા સાથીદારને કહ્યું કે તેઓ ખરાબ વોશિંગ મશીનનો ઉપયોગ ન કરે. પોલીસે જણાવ્યું કે નાગમલ્લૈયાએ તેની વાત મહિલા સાથીદાર દ્વારા કહેવડાવી જે આરોપી યોર્ડાનિસ કોબોસ-માર્ટિનેઝને પચ્યું નહીં.
આ રીતે કરી હત્યા
ADVERTISEMENT
આરોપી ગુસ્સામાં રૂમમાંથી બહાર આવ્યો, કુહાડી કાઢી અને ચંદ્રમૌલી પર હુમલો કરી દીધો. નાગમલ્લૈયા મદદ માટે બૂમો પાડતા મોટેલના પાર્કિંગ એરિયા તરફ દોડ્યા, પરંતુ કોબોસ-માર્ટિનેઝે તેનો પીછો કર્યો અને કુહાડીથી વારંવાર તેના પર હુમલો કર્યો. આ દરમિયાન, ફ્રન્ટ ઓફિસમાં હાજર નાગમલ્લૈયાની પત્ની અને દીકરો બહાર આવ્યા અને વચ્ચે પાડીને બચાવવાનો પ્રયાસ કર્યો, પરંતુ આરોપીઓએ તેમને ધક્કો મારીને અલગ કરી દીધા અને પછી ફરીથી હુમલો કર્યો.

ADVERTISEMENT
હત્યા પછી, ગળા પર લાત મારીને કચરાપેટીમાં ફેંકી
આ ઘટનાના સામે આવેલા CCTV ફૂટેજ પ્રમાણે, આરોપીએ ચંદ્રમૌલીના ગળા પર બે વાર લાત મારી, પછી તેને કચરાપેટીમાં ફેંકી દીધો. નજીકમાં હાજર ડલ્લાસ ફાયર-રેસ્ક્યૂ કર્મચારીઓએ લોહીથી લથપથ આરોપીનો પીછો કર્યો અને પોલીસ આવતાંની સાથે જ તેની ધરપકડ કરી લીધી.
ADVERTISEMENT
આ પણ વાંચો: 80 % ભારતીય વિદ્યાર્થીઓના વિઝા રદ કરાયા! જાણો US બાદ હવે કયા દેશે આપ્યો ઝટકો
આરોપીએ કબૂલી લીધો ગુનો
ADVERTISEMENT
પોલીસે કહ્યું કે આરોપીએ કુહાડીથી હત્યા કરી હોવાની વાત કબૂલી લીધી છે. જોકે, હજુ સુધી એ સ્પષ્ટ નથી થયું કે આ ઘટના પૂર્વઆયોજિત હતી કે નહીં. આ હત્યાથી ભારતીય સમુદાયમાં શોક અને ચિંતાની લાગણી ઉભરાઈ આવી છે. પોલીસ આ કેસની સંપૂર્ણ તપાસ કરી રહી છે અને તેમના દ્વારા ખાતરી આપવામાં આવી છે કે આરોપીઓ ટૂંક સમયમાં સજા કરવામાં આવશે.
સંકળાયેલા મુદ્દાઓ
Vidhata is the news editor at VTV Digital, highlighting voices and stories that matter.
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.