ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / NRI News / 80 % ભારતીય વિદ્યાર્થીઓના વિઝા રદ કરાયા! જાણો US બાદ હવે કયા દેશે આપ્યો ઝટકો

NRI / 80 % ભારતીય વિદ્યાર્થીઓના વિઝા રદ કરાયા! જાણો US બાદ હવે કયા દેશે આપ્યો ઝટકો

Last Updated: 12:38 PM, 10 September 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અમેરિકા બાદ કેનેડાએ પણ ભારતને ઝટકો આપ્યો છે. જેને વર્ષ 2025માં 80 ટકા ભારતીય વિદ્યાર્થીઓની અરજીઓ રદ કરી દીધી છે.

ADVERTISEMENT

અમેરિકાની ટ્રમ્પ સરકારે ભારતીય વિદ્યાર્થીઓ અને H-1B વિઝા ધારકો પર કડક પગલાં લીધા હતા, હવે તેના પડોશી દેશ કેનેડાએ પણ ભારતને મોટો ઝટકો આપ્યો છે. કેનેડાએ વર્ષ 2025 માં 80 ટકા ભારતીય વિદ્યાર્થીઓની વિઝા એપ્લિકેશન રદ કરી દીધી છે. જેમાં ઇમિગ્રેશન, રેફ્યૂજીસ એન્ડ સિટીઝનશિપ કેનેડા (IRCC) અનુસાર કેનેડાએ 2025 માં 80% ભારતીય વિદ્યાર્થી વિઝા અરજીઓ રદ કરી દીધી હતી. આ સાથે એશિયા અને આફ્રિકાના અન્ય દેશોના અરજદારોની વિઝા અરજીઓ પણ રદ કરાઈ છે. પરંતુ તેમાં ભારતીય વિદ્યાર્થીઓને સૌથી વધુ અસર થઈ છે.

કેનેડાના આ પગલાથી ત્યાંની કોલેજોમાં રજિસ્ટ્રેશન પર પણ અસર થઈ છે. કેનેડિયન સરકારના ડેટા મુજબ વર્ષ 2024 માં માત્ર 1.88 લાખ નવા ભારતીય વિદ્યાર્થીઓને કેનેડામાં એડમિશન અપાયુ હતુ. જ્યારે બે વર્ષ અગાઉ આ સંખ્યા બમણાથી વધુ હતી.

  • ટ્રેન્ડ હવે જર્મની તરફ વળ્યો
    કેનેડા અને અમેરિકા ભારતીય વિદ્યાર્થીઓ માટે પસંદગીનો દેશો રહ્યા છે, જ્યાં તેઓ લાંબા સમયથી ઉચ્ચ શિક્ષણ મેળવવા માટે પ્રયાસ કરે છે. પરંતુ આ બંને દેશોના ખરાબ વર્તનના કારણે ભારતીય વિદ્યાર્થીઓનો ટ્રેન્ડ હવે જર્મની તરફ વળ્યો છે. જર્મની ટોપના પસંદગીના દેશ તરીકે ઉભરી આવ્યું છે. કેનેડા હવે ફક્ત 9 ટકા વિદ્યાર્થીઓની પહેલી પસંદગી રહ્યુ છે.
  • કેનેડા આવું કેમ કરી રહ્યું છે?
    કેનેડાએ ભારત સહિત વિશ્વભરના દેશોના વિદ્યાર્થીઓ માટે તેના દરવાજા બંધ કરી રહ્યું છે. કેમ કે ત્યાં રહેણાંક સુવિધાઓનો ભારે અભાવ હોવાનું મનાય છે. આ સિવાય માળખાગત સુવિધાઓ પર પણ દબાણ છે. સ્થાનિક રાજકારણને કારણે કેનેડાને આ કાર્યવાહી કરવાની ફરજ પડી છે. વિદ્યાર્થીઓને વિઝા આપવા માટે કેનેડાએ હવે નિયમોમાં ફેરફાર કર્યો છે અને જણાવ્યું છે કે વિઝા માટે અરજી કરતા વિદ્યાર્થીઓએ પહેલા કરતાં વધુ આર્થિક જવાબદારીઓ નિભાવવી પડશે. એટલે હવે તેઓએ 20,000 કેનેડિયન ડોલરના પેપર બતાવવા પડશે. આ સિવાય વિગતવાર અભ્યાસ યોજના અને ભાષા પરીક્ષાના પરિણામો સબમિટ કરવા પડશે.
  • કેનેડા કરતા જર્મની પહેલી પસંદ
    પરંતું હવે જર્મની ભારતીય વિદ્યાર્થીઓની ટોપની પસંદગી તરીકે કેનેડાને પણ પાછળ છોડી રહ્યું છે. 31% લોકો આ દેશને પસંદ કરે છે. કેનેડાની પસંદગી 2022 માં 18% થી ઘટીને 2024 માં 9% થઈ ગઈ છે.  બીજી તરફ ભારતીય વિદ્યાર્થીઓ તરફથી યુએસ યુનિવર્સિટીઓમાં આવેદનોમાં પણ વાર્ષિક લેવલે 13 ટકાનો ઘટાડો થયો છે. તો વર્ષ 2024-25 માં જર્મનીમાં ભારતીય વિદ્યાર્થીઓના પ્રવેશમાં 32.6 ટકાનો વધારો નોંધાયો છે.

ઉલ્લેખનીય છે કે, એડટેક કંપની અપગ્રેડની ટ્રાન્સનેશનલ એજ્યુકેશન (TNE) રિપોર્ટ 2024-25 મુજબ કે યુએસ હવે ભારતીય વિદ્યાર્થીઓ માટે નેચરલ અને સૌથી વધુ પસંદગીનું શૈક્ષણિક સ્થળ નથી રહ્યું.  યુએસની યુનિવર્સિટીમાં અરજીઓમાં વાર્ષિક ધોરણે 13 ટકાનો ઘટાડો થયો છે, જ્યારે જર્મની (2022 માં 13.2 ટકાથી વધીને 2024-25 માં 32.6 ટકા) અને સંયુક્ત આરબ અમીરાત (જ્યાં 42 ટકા આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓ ભારતીય છે) જેવા યુરોપિયન સ્થળોમાં વૃદ્ધિ જોવા મળી છે.

વધુ વાંચો : 4700થી વધુ વિદ્યાર્થીઓના વિઝા રદ, નોકરીઓ પણ સંકટમાં, અમેરિકા જવા ઇચ્છુક ભારતીયો સાવધાન

  • પશ્ચિમ એશિયા પણ ઓપ્શન
    ભારતીય વિદ્યાર્થીઓ માટે પશ્ચિમ એશિયા ઝડપથી અભ્યાસ માટે એક સક્ષમ સ્થળ બની રહ્યું છે, જેમાં વૈશ્વિક કેમ્પસમાંથી ડિગ્રી પ્રોગ્રામ ઉપલબ્ધ છે. દુબઈ અને કતારના એજ્યુકેશન સિટીમાં જ્યોર્જટાઉન, જોન્સ હોપકિન્સ, આરઆઈટી, કાર્નેગી મેલોન અને વેઇલ કોર્નેલ સહિત યુએસ યુનિવર્સિટીઓના સેટેલાઇટ કેમ્પસ તેમની સ્થાનિક સંસ્થાઓ સમાન જ ડિગ્રીઓ આપે છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Indian Students Canada Emigrant
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ