બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / NRI News / 4700થી વધુ વિદ્યાર્થીઓના વિઝા રદ, નોકરીઓ પણ સંકટમાં, અમેરિકા જવા ઇચ્છુક ભારતીયો સાવધાન

NRI / 4700થી વધુ વિદ્યાર્થીઓના વિઝા રદ, નોકરીઓ પણ સંકટમાં, અમેરિકા જવા ઇચ્છુક ભારતીયો સાવધાન

Published By: Priyankka Triveddi

Last Updated: 11:54 AM, 4 September 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અમેરિકન રાષ્ટ્રપતિ એક બાજુ ભારત પર હેવી ટેરિફ લગાવી રહ્યા છે તો બીજી તરફ અમેરિકામાં રહેતા વિદ્યાર્થીઓ માટે પણ કડક નિયમો લાગુ કર્યા છે. અને ટ્રમ્પના આ નવા નિયમોના લીધે ત્યાં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.

NRI News: અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના વહીવટીતંત્ર દ્વારા લાદવામાં આવેલા કડક વીઝા અને ઇમિગ્રેશન નિયમોને કારણે ત્યાં અભ્યાસ કરી રહેલા ભારતીય વિદ્યાર્થીઓ માટે ગંભીર સમસ્યાઓ ઊભી થઈ છે. આ નિયમોના કારણે હજારો વિદ્યાર્થીઓએ પોતાની પાર્ટ-ટાઈમ નોકરીઓ ગુમાવી છે, જેના લીધે તેમને જીવનનિર્વાહ માટે આર્થિક સંઘર્ષ કરવો પડી રહ્યો છે. પાર્ટ ટાઈમ નોકરી ના કરી શકવાના લીધે હાલ વિદ્યાર્થીઓને રોજીંદા ખર્ચ અને ઘરના ભાડા ચૂકવવામાં પણ તકલીફનો સામનો કરવો પડી રહ્યો છે.

પાર્ટ-ટાઈમ નોકરીઓ પર પ્રતિબંધ

ટ્રમ્પના કડક શાસનમાં સરકારી એજન્સીઓ દ્વારા સતત થઈ રહેલી તપાસના ડરથી ઘણા અમેરિકન નોકરીદાતાઓ હવે ભારતીય વિદ્યાર્થીઓને નોકરી આપતા ખચકાઈ રહ્યા છે. જે નોકરીઓ મળે છે તેમાં પણ કામના કલાકો ખૂબ જ ઓછા કરી દેવાયા છે. જેનાથી વિદ્યાર્થીઓની આવક લગભગ નહીવત થઈ ગઈ છે. અગાઉ મોટાભાગના ભારતીય વિદ્યાર્થીઓ પાર્ટ-ટાઈમ નોકરી કરીને પોતાના અભ્યાસ અને રોજિંદા ખર્ચાઓ જેવા કે ભાડું અને ભોજનનો ખર્ચ સરળતાથી કાઢી લેતા હતા. પરંતુ હવે આર્થિક તંગીને કારણે તેમને કાં તો પોતાના પરિવાર પર આધાર રાખવો પડી રહ્યો છે અથવા તો ભારે કરકસર કરવી પડી રહી છે.

students-new-logo

4700થી વધુ વિદ્યાર્થીઓના વીઝા રદ

નવા સરકારી આંકડાઓ મુજબ પૂરતી હાજરી ન હોવા અને ગેરકાયદેસર નોકરી કરવાને કારણે તાજેતરમાં 4700 થી વધુ વિદ્યાર્થીઓના વિઝા રદ કરવામાં આવ્યા છે. લોસ એન્જલસના એક 25 વર્ષીય વિદ્યાર્થીએ પોતાની વ્યથા વ્યક્ત કરતાં જણાવ્યું કે સરકારી તપાસને કારણે તેની પાર્ટ-ટાઇમ રેસ્ટોરન્ટની નોકરી છૂટી ગઈ, જેના કારણે તેની આર્થિક મુશ્કેલીઓ વધી ગઈ છે. અગાઉ તે અભ્યાસની સાથે દિવસના આઠ કલાક કામ કરી પોતાનો ખર્ચ સરળતાથી કાઢી લેતો હતો.

દિવસમાં માત્ર ત્રણ કલાક કામ

અન્ય એક વિદ્યાર્થીએ જણાવ્યું કે તેને એક રેસ્ટોરન્ટમાં નોકરી તો મળી પરંતુ તેને દિવસમાં માત્ર ત્રણ કલાક કામ કરવાની મંજૂરી આપવામાં આવી હતી. ઓછી કમાણીને કારણે તે ન તો યોગ્ય રીતે ભાડું ચૂકવી શકે છે કે ન તો પોતાનો ભોજનનો ખર્ચ કાઢી શકે છે. આ પરિસ્થિતિએ ઘણા વિદ્યાર્થીઓને નાના ઘરમાં રહેવા કે એક જ રૂમમાં અનેક લોકો સાથે રહેવા મજબૂર કરી દીધા છે.

વધુ વાંચો: UKમાં ગણેશ વિસર્જનથી પરત ફરતા બે ભારતીય વિદ્યાર્થીઓના મોત, કારણ દર્દનાક

vtv app promotion

નોંધણીમાં 28%નો ઘટાડો

આ કડક નિયમોની અસર વિદ્યાર્થીઓની નોંધણી પર પણ સ્પષ્ટ દેખાય છે. એટલાન્ટામાં અભ્યાસ કરતા એક વિદ્યાર્થીએ જણાવ્યું કે "પહેલા હું દર મહિને લગભગ 1200 ડોલર કમાતો હતો. જે મારા માટે પૂરતા હતા. હવે મારી કમાણી માત્ર 300 ડોલર સુધી સીમિત થઈ ગઈ છે. આર્થિક સંકડામણને કારણે મારે બે બેડરૂમના મકાનમાં છ લોકો સાથે રહેવું પડે છે." સરકારી આંકડાઓ મુજબ, માર્ચ 2025 સુધીમાં ભારતમાંથી અમેરિકામાં વિદ્યાર્થીઓની નોંધણીમાં વાર્ષિક 28%નો ઘટાડો નોંધાયો છે. જે દર્શાવે છે કે આ પરિસ્થિતિ કેટલી ગંભીર બની છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

US Visa Indian Students ટ્રમ્પ ટેરિફ

Published by

Priyankka Triveddi

Priyankka Triveddi is the senior news editor at VTV Digital, highlighting voices and stories that matter.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ