બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 04:47 PM, 3 September 2025
યુનાઇટેડ કિંગડમમાં ગણેશ વિસર્જન પૂરુ કરીને પાછા ફરી રહેલા બે ભારતીય વિદ્યાર્થીઓનું માર્ગ અકસ્માતમાં દુર્ભાગ્યવશ મૃત્યુ નીપજ્યું છે. ડ્રાઇવરની એક ભૂલને કારણે આ દુર્ઘટના બની હોવાનું કહેવામાં આવી રહ્યું છે.
ADVERTISEMENT
આ બે ભારતીય વિદ્યાર્થીઓ તેલંગાણાના હૈદરાબાદના હતાં. આ ઘટના સોમવારની સવારે બ્રિટનના એસેક્સ વિસ્તારમાં એક કાર અકસ્માતના કારણે બની હતી. જેમાં 2 લોકોના મૃત્યુ થયા છે અને પાંચ લોકો ઘાયલ થયા હોવાનું જાણવા મળ્યું છે.
અકસ્માત કઈ રીતે થયો?
ADVERTISEMENT
આ અકસ્માત વહેલી સવારે અંદાજે 4.15 વાગ્યે રેલે સ્પર ગોલચક્કર પાસે થયો હતો. હૈદરાબાદના નવ ભારતીય વિદ્યાર્થીઓનું એક ગ્રુપ ગણેશ પ્રતિમાના વિસર્જન કાર્યક્રમ પછી બે કારમાં પરત ફરી રહ્યું હતું તે સમયે અકસ્માત સર્જાયો હતો.
એસેક્સ પોલીસે ખાતરી કરી છે કે 23 અને 24 વર્ષના બંને ડ્રાઇવરની ખતરનાક રીતે ગાડી ચલાવવા, મોત અને ગંભીર ઇજા પહોંચાડવાના ગુનામાં ધરપકડ કરવામાં આવી છે. અધિકારીઓએ જણાવ્યું કે, બંને ડ્રાઇવર પણ એ જ વિદ્યાર્થી જૂથના સભ્યો છે અને હાલમાં પોલીસ કસ્ટડીમાં છે.
ADVERTISEMENT
મૃતકોની ઓળખ
નાદરગુલના 23 વર્ષીય ચૈતન્ય તારે નામના વ્યક્તિનું ઘટનાસ્થળે જ મોત થયું હતું અને બોડુપ્પલના 21 વર્ષીય ઋષિતેજા રાપુ નામના યુવકનુ હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત નીપજ્યું છે.
ADVERTISEMENT
ભારત આવવાના હતાં મૃતક વિદ્યાર્થીઓ
બંને મૃતક વિદ્યાર્થીઓ આ વર્ષના પ્રારંભે ઉચ્ચ શિક્ષણ માટે યુકે ગયા હતા. ચૈતન્યના પરિવારજનો જણાવે છે કે તે ફેબ્રુઆરીમાં માસ્ટર્સ પ્રોગ્રામ શરૂ કરવા માટે યુકે ગયો હતો. એક સગાએ કહ્યું કે,
ADVERTISEMENT
"અમે સાંભળ્યું કે અકસ્માત થયો છે, પરંતુ જ્યારે તેના મિત્રોને ફોન કર્યો ત્યારે તેમણે જણાવ્યું કે તેનું મૃત્યુ થઈ ગયું છે."
એસેક્સ પોલીસએ નિવેદનમાં જણાવ્યું કે,
ADVERTISEMENT
"અમને વહેલી સવારે 4.15 વાગ્યે રેલે સ્પર ગોલચક્કર પાસે બે વાહનોની અથડામણ અંગે જાણ થઈ. ખતરનાક રીતે ગાડી ચલાવીને મોત અને ગંભીર ઈજા પહોંચાડવાના આરોપમાં બંને ડ્રાઇવરની ધરપકડ થઈ છે અને હજુ કસ્ટડીમાં છે."
વધુ વાંચો: અમેરિકામાં અભ્યાસ કરવા જતા વિદ્યાર્થીઓની સંખ્યા ઘટી, આ કારણે અન્ય દેશ તરફ વળ્યા સ્ટુડન્ટ
નેશનલ ઈન્ડિયન સ્ટુડન્ટ્સ એન્ડ એલ્યુમની યુનિયન યુકેએ શોક વ્યક્ત કરતાં કહ્યું છે કે યુવાન વિદ્યાર્થીઓના અવસાનથી તેઓને અત્યંત દુઃખ પહોંચ્યું છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.