બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / NRI News / અમદાવાદના સમાચાર / અમેરિકામાં અભ્યાસ કરવા જતા વિદ્યાર્થીઓની સંખ્યા ઘટી, આ કારણે અન્ય દેશ તરફ વળ્યા સ્ટુડન્ટ

NRI News / અમેરિકામાં અભ્યાસ કરવા જતા વિદ્યાર્થીઓની સંખ્યા ઘટી, આ કારણે અન્ય દેશ તરફ વળ્યા સ્ટુડન્ટ

Last Updated: 10:56 AM, 31 August 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

છેલ્લા કેટલાય સમયથી ભારતથી અન્ય દેશમાં અભ્યાસ માટે જવાની જાણે હોડ લાગી છે. છેલ્લા કેટલાય સમયથી યુએસએ અભ્યાસ માટે ભારતભર માંથી વિદ્યાર્થીઓ જઈ રહ્યા છે. જોકે છેલ્લા કેટલાક સમયથી ભારતીય વિદ્યાર્થીઓ યુએસએ અભ્યાસ કરવા જવાનું ટાળી રહ્યા છે જેને કારણે 45 ટકા જેટલો સંખ્યામાં ઘટાડો નોંધાઈ છે. ત્યારે અચાનક આ વિદ્યાર્થીઓની સંખ્યામાં કેમ ઘટાડો આવ્યો જોઈએ અહેવાલ.

ભારતથી વિદેશમાં અભ્યાસ કરવા જવાના વિદ્યાર્થીઓની સંખ્યા ખૂબ વધારે છે. દર વર્ષે 3.5 લાખ જેટલા વિદ્યાર્થીઓ ભારતથી વિદેશ અભ્યાસ માટે જતા હોય છે. જેમાં યુએસએ, યુકે, કેનેડા સહિતના દેશનો સમાવેશ થાય છે. ખાસ કરીને ભારતથી યુએસએ અભ્યાસ માટે જતા વિદ્યાર્થીઓની સંખ્યા પણ ખૂબ વધારે છે.

જોકે છેલ્લા કેટલાક સમયથી આ સંખ્યામાં મહદઅંશે ઘટાડો થયો છે. છેલ્લા કેટલાક સમયમાં ભારતથી યુએસએ અભ્યાસ માટે જતા વિદ્યાર્થીઓમાં 40 ટકા જેટલો ઘટાડો નોંધાયો છે. હવે યુવાઓ અભ્યાસ માટે યુએસએ ની જગ્યાએ અન્ય દેશ પસંદ કરી રહ્યા છે.

ત્યારે આ ઘટાડાને લઈને વીટીવી દ્વારા વીઝા અને ઈમીગ્રેશન સાથે સંકળાયેલ અતુલ ગજ્જરનો સંપર્ક કરવામાં આવ્યો હતો. તેમણે જાણવ્યું હતું કે, યુએસમાં નિયમો ને લઈને સતત થતાં ફેરફારોને કારણે આ ઘટાડો નોંધાયો છે. છેલ્લા કેટલાક સમયથી એવી ચર્ચાઓ સામે આવી હતી કે, યુએસ સરકાર એચ 1 વીઝા બંધ કરી રહી છે તો એવી પણ ચર્ચા સામે આવી હતી કે, યુએસમાં હવે અભ્યાસ સાથે જોબ કરવાની સવલત બંધ કરવામાં આવશે.

છેલ્લા ઘણા સમયથી યુએસએ સરકાર દ્વારા એજ્યુકેશન વીઝા અને અન્ય નિયમોમાં સતત ફેરફારો કરી રહી છે જેને કારણે ભારતીય વિદ્યાર્થીઓ હવે અમેરિકાના બદલે અન્ય દેશ તરફ વળ્યા છે. ખાસ કરીને દુબઈ, નોર્થ કોરિયા જેવા દેશમાં વિદ્યાર્થીઓ હવે અભ્યાસ માટે જઈ રહ્યા છે.

આ પણ વાંચોઃ એર ઇન્ડિયાની દશા માઠી બેઠી, વધુ એક ફ્લાઈટનું ઈમરજન્સી લેન્ડિંગ, કારણ ચોંકાવનારું

એક્સપર્ટ એવું પણ જાણવ્યું હતું કે, અન્ય દેશોમાં અમેરિકા અને ભારત કરતાં અભ્યાસ ખર્ચ ઓછો છે તેમજ આ દેશોમાં અમેરિકા અને ભારત કરતાં અભ્યાસ ગુણવતા પણ સારી છે. આમ છેલ્લા કેટલાક સમયથી અમેરિકા અભ્યાસ કરવા જતા વિદ્યાર્થીઓની સંખ્યામાં મોટો ઘટાડો જોવા મળી રહ્યો છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લે સ્ટોર/ એપ સ્ટોર પર જઈને અથવા આ લાઈન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Study Abroad USA Study Abroad from India
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ