ન્યૂઝ અપડેટ્સ
ADVERTISEMENT
ADVERTISEMENT
ડિઝિટલ પેમેન્ટની સુવિધા મળતા જ રોકડ વ્યવહારો ઘટી ગયા છે. પછી તે 100 રૂપિયાની વસ્તુ હોય કે 10 હજારની. પરંતુ ઘણીવાર એવુ બને છે કે પેમેન્ટ થતુ નથી અને તમારા એકાઉન્ટમાંથી પૈસા પણ કટ થઇ ગયા હોય તેવો મેસેજ આવે છે. ત્યારે હવે આવા સમયે તમારે ચિંતા કરવાની જરૂર નથી.કારણ કે નેશનલ પેમેન્ટ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા કે એનપીસીઆઇ યુપીઆઇ માટે રિયલ ટાઇમ પેમેન્ટ ડિસ્પ્યુટ રિઝોલ્યુશન સિસ્ટમ તૈયાર કરી રહ્યું છે. જે બાદ યુઝર્સને આ પરેશાનીમાંથી મુક્તિ મળી જશે.
રિઝોલ્યુશન સિસ્ટમ ક્યારે કાર્યરત થશે ?
ADVERTISEMENT
મળતા અહેવાલ મુજબ 'NPCIના MD અને CEO દિલીપ આસબેએ કહ્યું કે આ સિસ્ટમ સપ્ટેમ્બર 2022 સુધીમાં કાર્યરત થઈ જશે. ઇન એપ ફીચર લગભગ 80થી 90 ટકા પેમેન્ટ ફેલ્યોરને રિયલ ટાઇમમાં સમાધાન કરવાની આશા છે. આઇએમએફ-સિંગાપુર રિઝનલ ટ્રેનિંગ ઇન્સ્ટીટ્યૂટના એક વર્ચ્યુઅલ કોન્ફરન્સમાં અસ્બેએ કહ્યું કે " અમે આ પ્રકારના પ્રથમ ઓનલાઈન વિવાદના નિરાકરણ પર કામ કરી રહ્યા છીએ. આગામી ત્રણ મહિનામાં, UPI ઇકોસિસ્ટમમાં 80-90 ટકા વિવાદો ઓનલાઈન ઉકેલાઈ જશે.

ADVERTISEMENT
ગ્રાહકોએ બેંકમાં જવાની નહી રહે જરૂર
દિલીપ અસ્બેએ જણાવ્યું કે આગલા 3 મહિનામાં ગ્રાહકોને હવે બેંકને કોલ કરવાની કે બેંકમાં જવાની જરૂર રહેશે નહી. એપ પર જ યુપીઆઇ હેલ્પ મળી રહેશે અને ડિસ્પ્યૂટ રિયલ ટાઇમમાં ઓટોમેટેકલી ઉકેલ આવી જશે અને સપ્ટેમ્બરના અંત સુધી ઓછામાં ઓછી 90 ટકા યુપીઆઇ ફેલ્યોરને રિયલ ટાઇમમાં સોલ્વ કરી શકાશે.
ADVERTISEMENT

જાણો શું છે UPI?
ADVERTISEMENT
હવે વાત કરીએ UPI શું છે? UPI એ એક વાસ્તવિક સમયની ચુકવણી સિસ્ટમ છે જે એક બેંક ખાતામાંથી બીજા બેંક ખાતામાં ત્વરિત નાણાં ટ્રાન્સફર કરવાની મંજૂરી આપે છે. સૌથી મહત્વની વાત એ છે કે UPI દ્વારા તમે ગમે ત્યારે 24*7 પૈસા ટ્રાન્સફર કરી શકો છો.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો