ન્યૂઝ અપડેટ્સ
VTV / Now you can do shopping with WhatsApp
Last Updated: 04:36 PM, 10 November 2020
ADVERTISEMENT
ADVERTISEMENT

મળતી માહિતી અનુસાર મંગળવારે ભારત સહિત દુનિયાભરમાં વૉટ્સઍપ શોપિંગ બટન રોલઆઉટ કરવામાં આવ્યું છે અને હવે તેના માધ્યમથી કસ્ટમર પ્રોડક્ટ દેખાવાની સાથે ચૅટ દ્વારા પણ ખરીદી કરી શકાશે.
ADVERTISEMENT
હવે બિઝનેસ એકાઉન્ટ યુઝર્સ પોતાના ગ્રાહકોને પોતાના પ્રોડક્ટનુ કેટલોગ ચૅટ વિન્ડોમાં જ મોકલી શકશે અને તેને જોઇને કસ્ટમર ચેટના માધ્યમથી ખરીદી કરી શકશે.
આ નવા ફીચરમાં બિઝનેસ નામની જમણી બાજુ સ્ટોર ફ્રન્ટ આઇકન જોવા મળશે. ત્યાં યુઝર્સ કેટલોગ ડિસ્કવર અને સર્વિસ વિશે જાણી શકશે. પહેલા યુઝર્સે કેટલોગ ડિસ્કવર કરવા માટે બિઝનેસ પ્રોફાઇલ પર ક્લિક કરવુ પડતું હતુ. હવે આ નવું બટન પ્રોડક્ટની વિઝીબિલીટી વધારવામાં મદદ કરશે અને તમારા બિઝનેસને અતિ સરળ બનાવશે.
ADVERTISEMENT
વૉટ્સઍપ બિઝનેસ અકાઉન્ટ પર રોજ 175 મિલીયનથી વધારે લોકો મેસેજ કરે છે અને મહિને 40 મિલીયન લોકો બિઝનેસ કેટલોગ જુએ છે. ભારતમાં 3 મિલીયનથી વધારે યુઝર્સ છે. સ્ટડી પ્રમાણે ભારતના 76 ટકા લોકો ઇચ્છે છે કે તે એવી કંપની સાથે બિઝનેસ કરે જેની સાથે સરળતાથી મેસેજ દ્વારા કમ્યુનિકેટ કરી શકાય.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો