બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 12:39 AM, 23 June 2026
કુદરતી રીતે વ્યક્તિ ક્યારે મૃત્યુ પામશે? આ એક રહસ્યમય પ્રશ્ન છે જેનો જવાબ આજ સુધી કોઈ આપી શક્યું નથી. પરંતુ હવે વિજ્ઞાનની દુનિયામાં કંઈક એવું બન્યું છે જે આપણને આ રહસ્યને ઉકેલવાની ખૂબ નજીક લાવશે. વૈજ્ઞાનિકોએ એક એવું સાધન વિકસાવ્યું છે જે વ્યક્તિના જીનોમનું વિશ્લેષણ કરીને તેની જૈવિક ઉંમર અને તેનું શરીર કેટલું ચાલશે તેનો અંદાજ લગાવી શકે છે.
ADVERTISEMENT
જેમાં જાપાનની હાર્વર્ડ મેડિકલ સ્કૂલ અને તોહોકુ યુનિવર્સિટીના રિસર્ચરો દ્વારા કરવામાં આવેલ આ સ્ટડી નેચર જર્નલમાં પ્રકાશિત થઈ છે. આ નવી ટેકનોલોજીને વિજ્ઞાન સાહિત્યને હકીકતમાં ફેરવવા તરફ એક મુખ્ય પગલું માનવામાં આવી રહ્યું છે.
ADVERTISEMENT
અત્યાર સુધી આપણે આપણા જન્મ પછી વીતેલા વર્ષોની સંખ્યા દ્વારા આપણી ઉંમરનો અંદાજ લગાવીએ છીએ જેને ક્રોનોલોગીકલ ઉમર કહેવામાં આવે છે. પરંતુ વૈજ્ઞાનિકોએ હવે ટ્રાન્સક્રિપ્ટોમિક ક્લોક નામનું એક નવું સાધન વિકસાવ્યું છે જે વર્ષો કે મહિનાઓને બદલે આપણા શરીરના કોષોના કાર્યના આધારે જૈવિક ઉંમર માપે છે.
આ સાધન વિકસાવવા માટે વૈજ્ઞાનિકોએ ચાર અલગ અલગ પ્રજાતિઓ જેમ કે ઉંદર, ઉંદરની બીજી પ્રજાતિ, રીસસ મેકાક વાંદરાઓ અને મનુષ્યોના લગભગ 11,000 જનીન અભિવ્યક્તિ પ્રોફાઇલ્સ કે ટ્રાન્સક્રિપ્ટોમ્સનો અભ્યાસ કર્યો છે. તેઓએ શરીરના 25 વિવિધ ટીસ્યુને ચેક કર્યા કે વૃદ્ધત્વ દરમિયાન કયા જનીનો સક્રિય કે નિષ્ક્રિય થાય છે કે એપીજેનેટીક અસર કરતા ફેરફારો થાય છે.
ADVERTISEMENT

ADVERTISEMENT
વૈજ્ઞાનિકોએ અગાઉ ઉંમર નક્કી કરવા માટે એપિજેનેટિક કલોકનો ઉપયોગ કર્યો છે. જૂની ટેકનીક મુખ્યત્વે સમય અને તણાવને કારણે થતા ડીએનએમાં કેમિકલ ફેરફારો પર આધાર રાખતી હતી, જેમ કે મેથિલેશનની પ્રક્રિયા. જૂની ટેકનીક હંમેશા સચોટ પરિણામો આપતી નહોતી. પરંતુ આ નવી ટેકનીક ચોકસાઈ અને સટીકતા માં જૂની એપિજેનેટિક કલોકને ટક્કર આપે છે.
આ સ્ટડી દરમિયાન, વૈજ્ઞાનિકોએ કંઈક રસપ્રદ શોધ્યું હતું. તેઓએ અવલોકન કર્યું કે ઈમ્યુન સેલ હોય, સ્ટેમ કોષો હોય, લીવર કોષો હોય કે સ્નાયુ કોષો હોય, બધામાં વૃદ્ધત્વ સાથે સમાન પરમાણુ ફેરફારો થયા હતા. આ સ્ટડી ના મુખ્ય લેખક એલેક્ઝાન્ડર ટિશ્કોવ્સ્કીએ સમજાવ્યું કે જે કોષોમાં સ્વસ્થ કોષ વિભાજન અને ઘા રૂઝાવવા સાથે સંકળાયેલા જનીનો સક્રિય હતા તે ધીમા દરે વૃદ્ધ થઈ રહ્યા હતા. તેનાથી ઊંધું જે કોષોમાં બળતરા અને કોષ મૃત્યુ સાથે સંકળાયેલા જનીનો વધુ એક્ટીવ હતા તે વૃદ્ધ થઈ રહ્યા હતા અને ઝડપથી મૃત્યુ પામી રહ્યા હતા. માનવોમાં આ જનીનોના વર્તનના આધારે ભવિષ્યમાં વ્યક્તિ ક્યારે મૃત્યુ પામી શકે છે તેની આગાહી કરવી શક્ય બન્યું છે.
ADVERTISEMENT
આ સ્ટડીના લેખક વાદિમ ગ્લાડીશેવ કહે છે કે, આ 'એજિગ કલોક' ભવિષ્યની સારવાર પદ્ધતિઓને સંપૂર્ણરીતે બદલી શકે છે. આ સાથે ડોકટરો દર્દીની જૈવિક ઉંમર અનુસાર વ્યક્તિગત સારવારને અનુરૂપ બનાવી શકશે. જેમાં દવાઓના ક્લિનિકલ ટ્રાયલ્સમાં સૌથી મોટો ફાયદો થશે. આ ટ્રાન્સક્રિપ્ટોમિક કલોક સાથે વૈજ્ઞાનિકો ખૂબ જ ટૂંકા સમયમાં શરીરના બાયોમાર્કર્સ પર ચોક્કસ સારવારની અસરો જોઈ શકશે. તેનાથી ઉંદર અને મનુષ્યોમાં મેડીકલ ટેસ્ટ માટેનો સમય ઘણો ઓછો થશે.
ADVERTISEMENT
તે મૃત્યુની ચોક્કસ તારીખની આગાહી કરી શકશે?
વૈજ્ઞાનિકોએ સ્પષ્ટતા કરી છે કે આ સાધન હાલમાં માત્ર એક સ્ટડીનું સાધન છે. માનવો પર તેનો સીધો ઉપયોગ થાય તે પહેલાં હજુ ઘણા વધુ ટેસ્ટની જરૂર છે. આ સિવાય આ સાધન માત્ર કુદરતી વૃદ્ધત્વ અને બીમારીને કારણે મૃત્યુની આગાહી કરી શકે છે. તે માર્ગ અકસ્માતો, આફતો કે અચાનક બનેલી ઘટનાઓની આગાહી કરી શકતું નથી.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.