બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 09:03 PM, 22 June 2026
કતરના રાસ લફાન એલએનજી કોમ્પ્લેક્સમાં થયેલા પ્રચંડ વિસ્ફોટમાં ભારતીયો સહિત 13 લોકો માર્યા ગયા અને 66 લોકો ઘાયલ થયા છે. ભારતીય દૂતાવાસે આ ઘટના પર ચિંતા વ્યક્ત કરી છે. ઈરાની મિસાઈલ હુમલાથી પ્રભાવિત ગેસ ફૈસિલિટી પર કામ ફરી શરૂ થઈ રહ્યું હતું ત્યારે આ ઘટના બની છે.
ADVERTISEMENT
કતરના અધિકારીઓએ આ ઘટનાને દેશના સૌથી મોટા એલએનજી ઉત્પાદન અને નિકાસ કેન્દ્ર, રાસ લફાન ઇન્ડસ્ટ્રિયલ સિટીનો ભાગ બર્ઝાન લોકલ ગેસ સપ્લાય ફેસિલિટીમાં ટેકનિકલ અકસ્માત ગણાવ્યો છે. કતારના ઉર્જા મંત્રાલયે કહ્યુ છે કે આ અકસ્માતમાં 13 લોકોના મોત થયા છે.
દોહા સ્થિત ભારતીય દૂતાવાસે આ અકસ્માત અંગે ઊંડી ચિંતા વ્યક્ત કરી છે. દૂતાવાસે જણાવ્યું હતું કે ઘણા લોકો ઘાયલ થયા છે અને કેટલાક ગુમ હોવાની જાણકારી પણ છે. કતારના ઉર્જા પ્રધાનએ સોમવારે દોહામાં મૃત્યુઆંકની પુષ્ટિ કરી તેને ઇંડસ્ટ્રિયલ દુર્ઘટના ગણાવી છે.
ADVERTISEMENT
ઈરાને હોર્મુઝ સ્ટ્રેટ પર કબજો મેળવ્યા પછી કતરે ઉત્પાદન બંધ કરી દીધું હતું. આનાથી વૈશ્વિક ઉર્જા બજાર પર અસર પડી, જેના કારણે કતાર તેના ગ્રાહકોને એલએનજી શિપમેન્ટ મોકલી શક્યો નહીં. યુદ્ધ સમાપ્ત કરવા માટે વાટાઘાટો શરૂ થયા પછી અને ઈરાનની પકડ નબળી પડી ગયા પછી નિકાસ ટર્મિનલ ફરી શરૂ કરવાના પ્રયાસો ચાલી રહ્યા હતા.

ADVERTISEMENT
આ પણ વાંચોઃ વિશ્વ / બ્રિટનના પ્રધાનમંત્રી સ્ટાર્મરે કર્યું રાજીનામાનું એલાન, લેબર પાર્ટીના નેતાનું પદ પણ છોડશે
સરકારી માલિકીની કતર એનર્જી અનુસાર રવિવારે રાત્રે બરજાન ગેસ સપ્લાય પેસિલિટીમાં કામ દરમિયાન વિસ્ફોટ થયો હતો, જેના પછી આગ લાગી હતી. કતર વિશ્વના સૌથી મોટા કુદરતી ગેસ ઉત્પાદકોમાંનો એક છે. રાસ લફ્ફાન જેવા મુખ્ય એલએનજી હબમાં આ ઘટના વૈશ્વિક ઉર્જા પુરવઠા અંગે નવી ચિંતાઓ ઉભી કરી રહી છે.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.