બ્રેકિંગ ન્યુઝ
VTV / ધર્મ / Politics / Budget / Now here the BJP government will spend Rs 2000 crore on this project, there will be solar city and multi level parking
ADVERTISEMENT
ઉત્તર પ્રદેશ સરકાર આયોધ્યાના વિકાસમાં ગતિ લાવવા માટે બે હજાર કરોડ રૂપિયા ખર્ચ કરવાની યોજના પર વિચાર કરી રહી છે. રાજ્યના માહિતી વિભાગે આપેલી માહિતી અનુસાર અયોધ્યાની પ્રાચીન શોભા પરત લાવવા માટે સરકાર કટિબધ્ધ છે.
અંદાજે 6 કરોડથી વધુ આવશે યાત્રાળુઓ
ADVERTISEMENT
એક અંદાજ પ્રમાણે સરકારને આશા છે કે ભવ્ય રામ મંદિર અને ભગવાન શ્રીરામની સૌથી ઊંચી મૂર્તિ બન્યા બાદ યાત્રાળુઓની સંખ્યા 2.2 કરોડથી વધીને દર વર્ષે 6.8 કરોડ સુધી પહોંચી જશે.
સમયસીમાની સાથે કામની ક્વોલિટીનું પણ રાખો ધ્યાન, CMનું અધિકારીઓને સૂચન
ADVERTISEMENT
અહેવાલો છે કે વિડીયો કોન્ફરન્સ પર અયોધ્યામાં ચાલી રહેલા નિર્માણ કાર્યોની સમીક્ષા બાદ મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે કહ્યું હતું કે સરકારે અયોધ્યાના સર્વાંગી વિકાસ માટે કામ કરવાનું છે. CMએ અધિકારીઓને દરેક કામો સમયસીમામાં પૂર્ણ કરવાની સાથે ક્વોલિટીનું પણ ધ્યાન રાખવાનું સૂચવ્યું છે. સાથે જ તેમણે કહ્યું હતું કે અયોધ્યા હાલમાં ધાર્મિક તીર્થસ્થળ તરીકે ઊભરી રહ્યું છે, માટે અહી વિકાસની ગતિ તેજ રહેવી જોઈએ અને તે માટે પૈસાની પણ કોઈ કમી રહેશે નહીં.
અયોધ્યાની બ્રાન્ડિંગ માટે સારા પ્રોફેશનલ્સની મદદ લેવાશે: મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ
ADVERTISEMENT
યોગી અધિકારીઓને કહયુ હતું કે હાલમાં તેઓ આ સિટીને સોલર સિટી બનાવવાની સંભાવનાઓ પર વિચાર કરે જેથી તેને અયોધ્યાની એક ઇમેજના રૂપમાં સ્થાપિત કરી શકાય. અયોધ્યાની બ્રાન્ડિંગ માટે પણ સારા પ્રોફેશનલ્સની મદદ લેવાની પણ તેમણે વાત કરી હતી. અયોધ્યાની ધાર્મિક અને ઐતિહાસિક વિરાસત સંરક્ષિત રહે તેવી રીતે અને આસપાસના ધાર્મિક સ્થળોને પણ ઠીક કરવામાં તેવી યોજના લાગૂ કરવાનું તેમણે કહ્યુંહતું.
યોગી આદિત્યનાથે તે પણ જણાવ્યું હતું કે અયોધ્યામાં એરપોર્ટ બનાવવા માટે 160 એકર જમીનનું અધિગ્રહણ થઈ ચૂક્યું છે જ્યારે 250 એકર જમીન વધુ અધિગ્રહીત કરાશે, સાથે જ અયોધ્યામાં બે બસ સ્ટેશન બનાવવાની પણ તેમણે વાત કહી હતી.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.