બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 02:36 PM, 7 February 2024
ADVERTISEMENT
ભવિષ્ય જોવાનો દાવો કરનાર વ્યક્તિ એથોસ સૈલોમે બ્રિટનના કિંગ ચાર્લ્સ તૃતીય અંગે એક ખાસ વાત જણાવી હતી, જે સાચી સાબિત થઈ છે. એથોસ સૈલોમ બ્રાઝિલમાં રહે છે અને તેની ભવિષ્યવાણીના કારણે તેને નાસ્ત્રેદમસ પણ કહેવામાં આવે છે. એથોસ સૈલોમ જણાવ્યું હતું કે, કિંગ ચાર્લ્સની તબિયત સારી નહીં થઈ શકે. તેમણે તેમની હેલ્થનું વધુ ધ્યાન રાખવાની જરૂર છે.
તેમણે જે પણ દાવા કર્યા હતા તે દાવા સાચા સાબિત થયા છે. આ દાવાઓમાં મહારાણી એલિઝાબેથ દ્વિતીયના મોતથી લઈને એલન મસ્કની કંપની ટ્વિટર X બનશે તે પણ શામેલ છે. કિંગ ચાર્લ્સને લંડનની એક હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. બકિંઘમ પેલેસે સોમવારે 5 ફેબ્રુઆરીના રોજ જણાવ્યું હતું કે, કિંગ ચાર્લ્સ કેન્સરથી પીડાઈ રહ્યા છે અને તેમનો ઈલાજ કરવામાં આવી રહ્યો છે. બકિંઘમ પેલેસ બ્રિટનની રોયલ ફેમિલીનું અધિકૃત નિવાસ સ્થાન છે.
ADVERTISEMENT
બકિંઘમ પેલેસે જણાવ્યું કે, કિંગ ચાર્લ્સનો હોસ્પિટલમાં ઈલાજ કરવામાં આવી રહ્યો હતો. કિંગ ચાર્લ્સને શેનું કેન્સર હતું તે અંગે જણાવવામાં આવ્યું નથી. કિંગ ચાર્લ્સ તેના ઈલાજ બાબતે સંપૂર્ણપણે પોઝિટીવ છે અને ટૂંક સમયમાં જાહેર જીવનમાં પરત આવવા માટે ઉત્સુક છે. મીડિયા રિપોર્ટ અનુસાર એથોસ સૈલોમે જણાવ્યું કે, કિંગ ચાર્લ્સ હોસ્પિટલમાં એડમિટ થયા તે દર્શાવે છે કે, તેમની ભવિષ્યવાણી સત્ય સાબિત થઈ છે. એથોસ સૈલોમે કિંગ ચાર્લ્સના રાજ્યાભિષેક સમયે જ જણાવ્યું હતું કે, કિંગ ચાર્લ્સે તેમની હેલ્થનું કાસ ધ્યાન રાખવું પડશે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.