બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 03:18 PM, 10 October 2025
નોબેલ શાંતિ પુરસ્કાર 2025 ના વિજેતાની જાહેરાત કરવામાં આવી છે. આ વખતે વિજેતા વેનેઝુએલાના મારિયા કોરિના મચાડો છે. મારિયાને આ પુરસ્કાર વેનેઝુએલાના લોકો માટે લોકશાહી અધિકારોને પ્રોત્સાહન આપવા માટેના તેમના અથાક કાર્ય અને સરમુખત્યારશાહીથી લોકશાહીમાં ન્યાયી અને શાંતિપૂર્ણ સંક્રમણ પ્રાપ્ત કરવા માટેના તેમના સંઘર્ષ માટે એનાયત કરવામાં આવ્યો છે. મારિયા કોરિના મચાડો પેરિસ્કા વેનેઝુએલાના રાજકારણી અને ઔદ્યોગિક એન્જિનીયર છે. તે વેનેઝુએલામાં વિરોધ પક્ષના હાલના નેતા પણ છે.
ADVERTISEMENT
આ પણ વાંચોઃ ટ્રમ્પને નહીં, આ મહિલાને મળ્યો નોબેલ શાંતિ પુરસ્કાર, નામ જાણીને ચોંકી જશો
મારિયા કોરિના મચાડો પેરિસ્કાનો જન્મ 7 ઓક્ટોબર, 1967 ના રોજ થયો હતો. તેમણે 2011 થી 2014 સુધી વેનેઝુએલાની રાષ્ટ્રીય સભાના ચૂંટાયેલા સભ્ય તરીકે સેવા આપી હતી.
ADVERTISEMENT
2024 ની ચૂંટણી પહેલાં મચાડો વિપક્ષના રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર હતા. જોકે, સરકારે તેમને ઉમેદવારી કરવા નહોતી દીધી. ત્યારબાદ મચાડોએ એક અલગ પક્ષના પ્રતિનિધિ એડમુન્ડો ગોન્ઝાલેઝ ઉરુટિયાને ટેકો આપ્યો હતો.તે સમય દરમિયાન રાજકીય ભેદભાવથી ઉપર રહીને લાખો સ્વયંસેવકો જોડાયા. તેમને પારદર્શી અને ન્યાયી ચૂંટણી માટે મતદાન નિરીક્ષક તરીકે તાલીમ આપી. સ્વયંસેવકો પર હિંસા થઈ હતી સાથે જ ધરપકડ પણ કરાઈ હતી છતાં દેશભરના નાગરિકોએ હિંમત બતાવીને મતદાન કેન્દ્રો પર નજર રાખી હતી.

ADVERTISEMENT
નોબેલ શાંતિ પુરસ્કાર વિજેતા માચાડોએ 2002 માં તેમની રાજકીય કારકિર્દી શરૂ કરી. તેમણે વોટ-મોનિટરિંગ ગ્રુપ સુમાટેની સ્થાપના કરી અને તેના સ્થાપક બન્યા. માચાડોએ વેન્ટે વેનેઝુએલા રાજકીય પક્ષની રચના કરી, જેના રાષ્ટ્રીય સંયોજક અલેજાન્ડ્રો પ્લાઝ હતા. વેનેઝુએલામાં નિકોલસ માદુરો સરકારે માચાડોને વેનેઝુએલા છોડવા પર પ્રતિબંધ મૂક્યો છે.
ADVERTISEMENT
નોબેલ કમિટીએ કહ્યું કે મારિયા કોરિના મચાડોએ બતાવી દીધું કે લોકશાહીના સાધનો શાંતિના સાધનો પણ બની શકે છે. મચાડો એવી ભવિષ્યની આશા દર્શાવે છે, જ્યાં લોકોના મૂળભૂત હકની રક્ષા થશે અને લોકોનો અવાજ સાંભળવામાં આવશે.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
Middle East conflict / અમેરિકાનો ઈરાની ટાપુ પર હુમલો, IRGCના દાવા વચ્ચે અમેરિકાએ કહ્યું ''ખોટું"
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.