બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / વિશ્વ / ટ્રમ્પને નહીં, આ મહિલાને મળ્યો નોબેલ શાંતિ પુરસ્કાર, નામ જાણીને ચોંકી જશો

બિગ બ્રેકિંગ / ટ્રમ્પને નહીં, આ મહિલાને મળ્યો નોબેલ શાંતિ પુરસ્કાર, નામ જાણીને ચોંકી જશો

Jay Bhatt

Last Updated: 03:23 PM, 10 October 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

નોબેલ શાંતિ પુરસ્કારની જાહેરાત કરી દેવામાં આવી છે, અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ટ્રમ્પને મોટો ઝટકો લાગ્યો છે, ટ્રમ્પને નહીં પણ આ ખાસ વ્યક્તિને પુરસ્કાર મળ્યો છે.

Nobel Peace Prize 2025 : નોબેલ શાંતિ પુરસ્કારની જાહેરાત કરવામાં આવી છે. જગત જમાતદાર અમેરિકાના પ્રમુખને સમાચાર સાંભળીને મરચા લાગ્યા હશે, કારણ કે ટ્રમ્પને નહીં પણ આ નેતાને પુરસ્કાર મળ્યો છે.

મારિયા કોરિના મચાડોને મળ્યો નોબેલ શાંતિ પુરસ્કાર

આ વર્ષના વિજેતા વેનેઝુએલાના મારિયા કોરિના મચાડો છે, જેમને શાંતિ નિર્માણ અને વૈશ્વિક સંઘર્ષો ઘટાડવામાં તેમના યોગદાન બદલ સન્માનિત કરવામાં આવ્યા છે. યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ આ વર્ષના નોબેલ શાંતિ પુરસ્કાર દાવો કરી રહ્યા હતા પરંતુ તેમને આ પુરસ્કાર મળ્યો નથી. આ પુરસ્કાર દર વર્ષે એવી વ્યક્તિઓ અથવા સંસ્થાઓને આપવામાં આવે છે જેમણે વૈશ્વિક શાંતિ, માનવ અધિકારો અને સંઘર્ષ નિવારણમાં મહત્વપૂર્ણ યોગદાન આપ્યું છે.

વધુ વાંચો : કોણ છે મારિયા કોરિના મચાડો? જેને મળ્યો 2025નો નોબેલ શાંતિ પુરસ્કાર

જીવના જોખમે પણ સંઘર્ષ ચાલુ રાખ્યો

નોબેલ સમિતિએ જાહેરાત કરતા જણાવ્યું હતું કે, 'નોબેલ શાંતિ પુરસ્કાર વિજેતા મારિયા કોરિના મચાડોએ છેલ્લા એક વર્ષથી છુપાઈને રહેવાની ફરજ પડી હોવા છતાં તેમણે સંઘર્ષ ચાલુ રાખ્યો હતો. તેમના જીવને ભયાનક જોખમો હોવા છતાં, તેઓ દેશમાં રહ્યા હતા. તેમની ચૂંટણી લાખો લોકોને પ્રેરણા આપશે.'

મારિયાને આટલા પુરસ્કાર મળી ચૂક્યા છે

  • લોકશાહીની લડાઈમાં તેમના કાર્ય માટે નોબેલ શાંતિ પુરસ્કાર મળ્યો.
  • માનવ અધિકારો માટે જીનીવા સમિટ દ્વારા તેમને અને ગોન્ઝાલેઝને 2025નો કરેજ પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો.
  • યુરોપિયન સંસદે મચાડો અને એડમંડો ગોન્ઝાલેઝને લોકશાહીના બચાવ માટે 2024માં સખારોવ પુરસ્કાર એનાયત કર્યો.
  • યુરોપ કાઉન્સિલે માનવ અધિકારો માટેના તેમના સખત કાર્યનું સન્માન કરીને 2024માં વાક્લાવ હાવેલ માનવ અધિકાર પુરસ્કાર એનાયત કર્યો.
  • BBCએ તેમને વિશ્વની 100 સૌથી પ્રભાવશાળી મહિલાઓમાં સામેલ કરીને 2018 BBC ઓનર્સનો પુરસ્કાર આપવામાં આવ્યો હતો.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

nobel peace prize 2025 maria Machado
Jay Bhatt

Jai Bhatt is Sr. Sub Editor and working in journalism from more than 10 years. He is an expert of reporting and writing human interest news tories.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ