બ્રેકિંગ ન્યુઝ
VTV / Tech & Auto / no more free calling from jio number customers will have to pay 6 paisa per minute
રિલાયન્સ જિયોએ પોતાના ગ્રાહકોને મોટો ઝટકો આપતા કૉલિંગ માટે પૈસા લેવાની જાહેરાત કરી છે. જિયોના ગ્રાહકોને હવે ફોન પર વાત કરવા માટે પૈસા આપવા પડશે. જિયોના એક નિવેદન પ્રમાણે જિયોના ગ્રાહકોને કોઇ બીજી કંપનીના નેટવર્ક પર કૉલ કરવા માટે પ્રતિ મીનિટ 6 પૈસા આપવા પડશે, જો કે જિયોથી જિયોના નેટવર્ક પર કૉલિંગ પહેલાની જેમ જ ફ્રી રહેશે.
ADVERTISEMENT

જિયોનું કહેવું છે કે એ પોતાના 35 કરોડ ગ્રાહકોને આશ્વસ્ત કરે છે કે આઉટગોઇંગ ઑફ નેટ મોબાઇલ કૉલ પર 6 પૈસા પ્રતિ મીનિટનો ભાવ ત્યાં સુધી જારી રહેશે જ્યાં સુધી TRAI પોતાના રેગ્યુલેશનના અનુરૂપ IUCને સમાપ્ત ના કરી દે. અમે TRAIએ વર્તમાન રેગ્યુલેશનના અનુરૂપ IUCને સમાપ્ત ના કરી દે. અમે TRAIની સાથે તમામ ડેટાને શેર કરીશું કારણ કે એ સમજી શકે કે શૂન્ય IUC યૂઝર્સના હિતમાં છે.
ADVERTISEMENT
વર્તમાનમાં 6 પૈસા પ્રતિ મીનિટ છે IUC શુલ્ક
જણાવી દઇએ કે આ સમગ્ર મામલો ઇન્ટરકનેક્ટ યૂઝેઝ ચાર્જથી જોડાયેલ છે. IUC એક મોબાઇલ ટેલિકૉમ ઑપરેટર દ્વારા બીજાને ચુકવણી કરવામાં આવતી રકમ છે. જ્યારે એક ટેલીકૉમ ઑપરેટરના ગ્રાહક બીજા ઑપરેટરના ગ્રાહકોને આઉટગોઇંગ મોબાઇલ કૉલ કરે છે ત્યારે IUCની ચુકવણી કૉલ કરનાર ઑપરેટરે કરવી પડે છે. બે અલગ અલગ નેટવર્કની વચ્ચે આ કૉલ મોબાઇલ ઑફ નેટ કૉલના રૂપમાં ઓળખાય છે. TRAI દ્વારા IUC શુલ્ક નિર્ધારિત કરવામાં આવે છે અને વર્તમાનમાં આ 6 પૈસા પ્રતિ મીનિટ છે.

ADVERTISEMENT
જિયો નેટવર્ક પર દરરોજ આવે છે 40 કરોડ મિસ્ડ કૉલ
જિયો નેટવર્ક પર મફત વૉયસ કૉલિંગ અને 2G નેટવર્ક પર અત્યધિક ટેરિફ હોવાના કારણથી Airtel અને Vodafone Idea ના 35 40 કરોડ 2G ગ્રાહક, JIO ગ્રાહકોને મિસ્ડ કૉલ આપે છે. JIO નેટવર્ક પર દરરોજ 25 થી 30 કરોડ મિસ્ડ કૉલ પ્રાપ્ત થાય છે. અન્ય નેટવર્કથી જિયો પર દરરોજ થનાર 25 થી 30 કરોડ કૉલિંગથી JIOને 35 થી 70 કરોડ મીનિટ ઇનકમિંગ ટ્રાફિક મળવો જોઇતો હતો.
જારી થયા 10 રૂપિયાથી લઇને 100 રૂપિયા સુધીનો પ્લાન
અન્ય કંપનીઓના નેટવર્ક પર કૉલિંગ માટે જિયો 10 રૂપિયાથી લઇને 100 રૂપિયા સુધીના ટૉપ અપ વાઉચર પણ જારી કરશે. 10 રૂપિયા વાળા પ્લાનમાં બીજા નંબર પર 124 મીનિટ કૉલિંગ કરી શકાશે. તો બીજી બાજુ 20 રૂપિયા વાળા પ્લાનમાં 249 મીનિટ અને 100 રૂપિયા વાળા પ્લાનમાં 1362 મીનિટ કૉલિંગ કરવામાં આવી શકશે.
ADVERTISEMENT

ટૉપ વાઉચરના બદલે ગ્રાહકોને મળશે ફ્રી ડેટા
જિયો પોતાના ગ્રાહકોને આ ટૉપ વાઉચરના બદલે ફ્રી માં ડેટા આપી રહી છે. 10 રૂપિયા વાળા પ્લાનની સાથે 1 જીબી ડેટા, 20 રૂપિયાની સાથે જીબી ડેટા, 50 રૂપિયાની સાથે 5 જીબી ડેટા અને 100 રૂપિયા વાળા પ્લાનની સાથે 10 GB ડેટા મળશે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.