બ્રેકિંગ ન્યુઝ

logo
logo

રાજકોટ ગેમઝોન આગમાં મૃતકોના DNA સેમ્પલ ટેસ્ટ માટે ગાંધીનગર મોકલાયા, 48 કલાક બાદ આવશે રિપોર્ટ

logo

રાજકોટની ઘટના બાદ મોરબી અને જુનાગઢમાં તંત્રની કાર્યવાહી, ગેમિંગ ઝોન બંધ કરવાના આદેશ

logo

દિલ્હીની ચિલ્ડ્રન હોસ્પિટલમાં ‘અગ્નિકાંડ’, 6 નવજાત બાળકોના મોત, 5ની હાલત ગંભીર

logo

રાજકોટ ગેમ ઝોન અગ્નિકાંડમાં 33 હોમાયા, મૃત્યુઆંક વધવાની શક્યતા

logo

રાજકોટમાં ગેમઝોનમાં આગ દુર્ઘટના: ક્રાઇમ બ્રાંચે ચાર લોકોની કરી ધરપકડ, ગેમઝોનના માલિક યુવરાજસિંહ સોલંકીની ધરપકડ, ગેમઝોનના પાર્ટનર પ્રકાશ જૈનની ધરપકડ,

logo

રાજકોટમાં ગેમઝોન આગ દુર્ઘટના મામલો, સીએમના આદેશ બાદ ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી રાજકોટ જવા રવાના

logo

રાજકોટમાં TRP ગેમઝોન આગ કેસ: રાહુલ ગાંધીએ રાજકોટની ઘટના પર વ્યક્ત કર્યુ દુઃખ

logo

અમદાવાદમાં ગેમ ઝોન કરાયા બંધ, સિંધુભવન પર ફનબ્લાસ્ટમાં ચેકિંગ

logo

રાજકોટમાં ગેમઝોન આગ દુર્ઘટના અંગે PM મોદીએ દુઃખ વ્યક્ત કર્યુ

logo

રાજકોટમાં આગની દુર્ઘટના: CM ભૂપેન્દ્ર પટેલે દુખ વ્યક્ત કર્યું, SITનું ગઠન, મૃતકોને 4 લાખની સહાય, ઘાયલોને 50 હજારની મદદ કરશે ગુજરાત સરકાર

VTV / ગુજરાત / અમદાવાદ / Nitin Patel's big announcement about outstanding arrears of government employees

ગાંધીનગર / સરકારી કર્મચારીઓનો શ્રાવણ સુધર્યોઃ મોંઘવારી ભથ્થાના બાકી એરીયર્સ અંગે નીતિન પટેલની મોટી જાહેરાત

Shyam

Last Updated: 05:29 PM, 30 July 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

નીતિન પટેલ કરી કે, રાજ્ય સરકારના અને પંચાયતના કર્મચારીઓ તેમજ પેન્શનરો મોંઘવારી ભથ્થાના બાકી એરીયર્સનો લાભ મળશે, ઓગસ્ટના પગારમાં ચૂકવાશે બાકીનું એરિયસ

  • ગુજરાતમાં સરકારી કર્મચારીઓ માટે મોટા સમાચાર
  • રાજ્ય સરકાર દ્વારા મોંઘવારી ભથ્થાના બાકી એરીયર્સની જાહેરાત
  • 9 લાખ 61 હજારથી વધુ કર્મચારીને મળશે લાભ

રાજ્ય સરકારના 9 લાખ 61 હજારથી વધુ અધિકારી, કર્મચારી, પેન્શનરોને મોંઘવારી ભથ્થાના બાકી એરીયર્સનો લાભ આપવાની જાહેરાત નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ કરી છે. રાજ્ય સરકારના અને પંચાયતના કર્મચારીઓ તેમજ પેન્શનરો મળી કુલ 9,61,638 કર્મચારીઓને તેનો લાભ મળશે. જેના માટે રાજ્ય સરકારને રૂ. 464 કરોડનો વધારાનો ખર્ચ થશે

નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જણાવ્યું કે, રાજ્ય સરકારના 9 લાખ 61 હજારથી વધુ અધિકારીઓ,કર્મચારીઓ અને પેન્શનરોને તા.1/07/2019થી 5% મોંઘવારી ભથ્થું આપવાનો રાજ્ય સરકારે નિર્ણય કર્યો હતો. આ મોંઘવારી ભથ્થુ જાન્યુઆરી-2020થી દર માસે પગાર સાથે ચુકવવામાં આવી રહેલ છે. તા.01/07/2019થી તા.31/12/2019 સુધી એમ કુલ-૬ માસના મોંઘવારી ભથ્થાના તફાવતની રકમ રાજ્યના કર્મચારીઓ તથા પેન્શનરોને ચુકવવાનો નિર્ણય કર્યો હતો. તે પૈકી જૂલાઈ-2019થી સપ્ટેમ્બર-2019ના રકમની ચૂકવણી કરવામાં આવી હતી અને બાકી રહેતા ઓક્ટોબર-2019થી ડિસેમ્બર-2019 સુધીના 3 મહિનાના મોંઘવારી ભથ્થાના એરીયર્સની ચુકવણી બાકી હતી. તે એરીયર્સની રકમ ઓગસ્ટ માસના પગારની સાથે ચુકવવાનો નિર્ણય કર્યો છે

મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણી સાથે પરામર્શ કર્યા બાદ અધિકારી/કર્મચારીઓ/પેન્શનરો રાજ્ય સરકાર દ્વારા આ બાકી મોંઘવારી ભથ્થાના તફાવતની રકમ ચૂકવવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. સાતમાં પગારપંચનો લાભ મેળવતાં રાજ્ય સરકારના તથા પંચાયતના અધિકારીઓ, કર્મચારીઓ, પેન્શનરોને ઓક્ટોબર-2019થી ડિસેમ્બર-2019 સુધી એમ 3 મહિનાના મોંઘવારી ભથ્થાના આ એરીયર્સની રકમ ઓગસ્ટ માસના પગારની સાથે ચુકવાશે. આ ચૂકવણાના કારણે રાજ્ય સરકારને અંદાજે કુલ-464 કરોડનું વધારાનું ભારણ થશે. રાજ્ય સરકારના કુલ-૫,૧૧,૧૨૯ જેટલા કર્મચારીઓ તથા ૪,૫૦,૫૦૯ જેટલા પેન્શનરોને આનો લાભ મળશે.    

સંકળાયેલા મુદ્દાઓ

Arius Governmetn Inflation Arius gandhinagar ગાંધીનગર મોંઘવારી ભથ્થુ allowance
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ