બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / રાજકોટ / અન્ય જિલ્લા / 'આ માનવ સર્જિત દુર્ઘટના..' રાજકોટ અગ્નિકાંડ ઘટના પર ગુજરાત હાઈકોર્ટનું કડક વલણ

મોટા સમાચાર / 'આ માનવ સર્જિત દુર્ઘટના..' રાજકોટ અગ્નિકાંડ ઘટના પર ગુજરાત હાઈકોર્ટનું કડક વલણ

Priyakant

Last Updated: 12:24 PM, 26 May 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Rajkot Game Zone Fire Latest News : રાજકોટમાં TRP ગેમ ઝોન આગ દુર્ઘટના કેસમાં હાઇકોર્ટે કહ્યું કે, આ માનવસર્જિત આપત્તિ, હાઈકોર્ટે રાજકોટમાં લાગેલી આગની ઘટનામાં માસુમ બાળકોના જીવ ગુમાવવા અંગે સુઓમોટો લીધી

Rajkot Game Zone Fire : રાજકોટમાં TRP ગેમ ઝોન આગ દુર્ઘટના કેસમાં સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. વાત જાણે એમ છે કે, રાજકોટમાં TRP ગેમ ઝોનમાં ભીષણ આગને કારણે અત્યાર સુધીમાં 34 લોકોના મોત થયા છે. આ કેસની સુનાવણી હાઈકોર્ટની સ્પેશિયલ બ્રાન્ચ સમક્ષ ચાલી હતી. આ દરમિયાન જસ્ટિસ બિરેન વૈષ્ણવ અને દેવેન દેસાઈની ખંડપીઠે સુનાવણી હાથ ધરી હતી. આ દરમિયાન કોર્ટે કહ્યું કે, આ માનવસર્જિત આપત્તિ છે. નોંધનિય છે કે, હાઈકોર્ટે રાજકોટમાં લાગેલી આગની ઘટનામાં માસુમ બાળકોના જીવ ગુમાવવા અંગે સુઓમોટો લીધી છે.

ગુજરાત હાઇકોર્ટે કહ્યુ કે, ગેમિંગ ઝોનના નિર્માણ અને સંચાલન માટે નિયમિત અને યોગ્ય નિયમોનું પાલન કરવામાં આવતું નથી. આ સાથે કોર્ટે કહ્યું કે, અમદાવાદમાં સિંધુભવન રોડ, સરદાર પટેલ રિંગ રોડ અને એસજી હાઈવે પરના ગેમિંગ ઝોન જાહેર સલામતી માટે જોખમી છે. હાઇકોર્ટે અમદાવાદ, વડોદરા, સુરત અને રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન પાસે સ્પષ્ટતા માંગી હતી.

હાઇકોર્ટે કહ્યું કે, કોર્પોરેશને ખુલાસો કરવો પડશે કે કાયદાની કઈ જોગવાઈ હેઠળ આ ગેમિંગ ઝોનને ચલાવવાની પરવાનગી આપવામાં આવી હતી. હાઈકોર્ટે આદેશ કર્યો હતો કે કોર્પોરેશન એક દિવસમાં આ માહિતી આપે. આ સાથે કોર્ટે ફાયર સેફ્ટીના નિયમોના પાલન અંગે પણ સ્પષ્ટતા માંગી છે. તમને જણાવી દઈએ કે, આ મામલામાં આગામી સુનાવણી આવતીકાલે થશે. કોર્ટે ગઈકાલે રાજ્ય સરકારની સાથે તમામ મ્યુનિસિપલ કોર્પોરેશનોને સમન્સ પાઠવ્યા છે.

વધુ વાંચો : રાજકોટના TRP ગેમઝોનમાં મોતનું તાંડવ! અગ્નિકાંડમાં અત્યાર સુધી શું થયું, જાણો સમગ્ર ઘટનાક્રમ

નોંધનિય છે કે, ગઇકાલે રાજકોટના TRP ગેમ ઝોનમાં લાગેલ આગ બાદ અત્યાર સુધી 34 જેટલા લોકોના મોતના સમાચાર સામે આવ્યા છે. આ તરફ હવે મૃતદેહોની ઓળખ માટે તેમના DNA સેમ્પલ ગાંધીનગર મોકલવામાં આવ્યા છે.

સંકળાયેલા મુદ્દાઓ

Rajkot Game Zone Fire Rajkot Game Zone Fire Incident TRP Game Zone fire
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ