ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / સુરતના સમાચાર / nitin jani received fund from svaminarayan trust

સેવા / VIDEO: દુબઈથી આવતા વેંત ખજૂર ભાઈને BAPS સંસ્થાએ આપ્યું મોટું દાન, જાણો કેમ?

Published By: Jaydeep Shah

Last Updated: 06:18 PM, 3 May 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

દુબઈથી પરત ફરીને નીતિન જાની સુરત આવ્યા. અહી સ્વામીનારાયણ સંસ્થા તરફથી સેવા કાર્ય માટે તેમને 2.5 લાખનું દાન આપવામાં આવ્યું છે. જુઓ વીડિયો

ADVERTISEMENT

  • દુબઈથી પરત ફર્યા નીતિન જાની 
  • સ્વામીનારાયણ સંસ્થા દ્વારા સેવાકાર્ય માટે મળ્યા 2.5 લાખ 
  • વીડિયો કર્યો શેર 

દુબઈથી પરત ફર્યા નીતિન જાની 

નીતિન જાનીએ તૌકતે વાવાઝોડા થી જે ઘરોને નુકસાન થયા હોય તેમને ફરી બનાવી આપવાની જે ઝુંબેશ ઉપાડી હતી તેમાં 200 ઘર પુરા થયા હતા જેની ઉજવણી માટે તેઓ પોતાની ટીમ સાથે દુબઇ ફરવા ગયા હતા જ્યાં 5 દિવસ ના પ્રવાસની તસવીરો સોશિયલ મીડિયામાં વાયરલ થયા હતા જે લોકો ને ખુબ પસંદ પડ્યા હતા. 5 દિવસમાં નીતિન જાનીએ જે મજા કરી તે વીડિયોનાં માધ્યમે લોકો સુધી પહોંચાડી અને સૌને દુબઈને પ્રવાસ કરાવી દીધો. તેમની ટીમમાં ભીખાકાકા અને સોમા કાકા બંને મોટી ઉંમરનાં છે અને છતાં પણ તેમને સાથે રાખીને જ નીતિન જાની દુબઈમાં ફર્યા હતા. 

સ્વામીનારાયણ સંસ્થા દ્વારા સેવાકાર્ય માટે મળ્યા 2.5 લાખ 

દુબઈથી પાછા ફર્યા બાદ તેઓ સુરત ગયા હતા. ત્યાં સ્વામીનારાયણ મંદિરમાં નીતિન જાનીની ટીમએ સેવા કાર્ય માટે દાન આપ્યું હતું. તેઓ સેવા કાર્ય માટે હંમેશા ઉભા રહે છે. હાલમાં જ તેમણે સંકલ્પ કર્યો હતો કે ગુજરાતમાં જેટલા પણ કાચા મકાન છે, તે પાકા બનાવી આપવાની કોશિશ તેઓ ચાલુ રાખશે. 

વીડિયો કર્યો શેર 

સ્વામિનારાયણ સંસ્થા દ્વારા 2.5 લાખ ની રકમ સેવા કાર્ય માટે નીતિન જાનીને આપવામાં આવી હતી જે વિડિયોનાં માધ્યમથી નીતિન જાનીએ જણાવ્યું છે જ્યાં કાર્યક્રમ માં નીતિન જાની આવતા જ ચાહકોની ભીડ લાગી હતી અને નીતિન જાનીને ગાડી સુધી પહોંચવું પણ મુશ્કેલ બની ગયું હતું. 

મંદિરમાં દર્શન બાદ ત્યાં સભામાં નીતિન જાનીની ટીમનું સન્માન કરવામાં આવ્યું હતું અને તેમના સેવાના કાર્યોનાં વીડિયો બતાવી લોકોને પ્રેરણા આપવામાં આવી હતી. 
 

સંકળાયેલા મુદ્દાઓ

Gujarati News gujarat nitin jani surat નીતિન જાની Nitin Jani

Published by

Jaydeep Shah

Covering news that matters—Jr. News Editor & journalist at VTV Gujarati.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ