બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / મુંબઈ / Politics / nitin gadkari breaks his silence on his comparision with shivaji maharaj

મહારાષ્ટ્ર / ગઠબંધન બચાવવા ગડકરી ખુદ આવ્યાં આગળ, શિવાજી સાથે પોતાની તુલના થતા બોલ્યાં આવું

Published By: Vaidehi

Last Updated: 08:11 PM, 21 November 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગડકરીએ કહ્યું, 'શિવાજી મહારાજ અમારા ભગવાન છે. અમે તેમનાં નામનું પોતાના માતા-પિતાથી પણ વધુ સન્માનથી લઇએ છીએ.' કોશ્યારીનાં નિવેદન પર નિતીન પટેલે પોતાનું મૌન તોડ્યું અને જવાબ આપ્યો હતો.

  • કોશ્યારીએ શિવાજી મહારાજની તુલના કરી ગડકરી સાથે
  • નિતિન ગડકરીએ ગઠબંધન બચાવવા તોડ્યું મૌન
  • કહ્યું, શિવાજી મહારાજ અમારા ભગવાન છે

રાજ્યપાલ ભગતસિંહ કોશ્યારીની તરફથી શિવાજી મહારાજની સાથે પોતાની તુલના કરવા પર સર્જાયેલ વિવાદ પર નિતિન ગડકરી સામે આવ્યા હતાં. તેમણે કહ્યું કે,  'શિવાજી મહારાજ અમારા ભગવાન છે. અમે તેમનાં નામનું પોતાના માતા-પિતાથી પણ વધુ સન્માનથી લઇએ છીએ.' કોશ્યારીનાં નિવેદન પર શરૂ થયેલ વિવાદ પર પહેલીવાર નિતીન ગડકરીએ પોતાનું મૌન તોડ્યું છે. 

ભગતસિંહ કોશ્યારીનું વિવાદસ્પદ નિવેદન
2 દિવસ પહેલા કોશ્યારીએ કહ્યું હતું કે 'શિવાજી મહારાજ તો હવે જૂનાં થયાં છે, હવે આજનાં સમયમાં તો નિતિન ગડકરી જ આપણાં આદર્શ છે.' તેમના આ નિવેદન બાદ જનતામાં નારાજગી જોવા મળી અને વિવાદોનાં લીધે ગઠબંધનનું ભવિષ્ય ડગમગતું જોવા મળ્યું હતું.

NCP અને શિવસેનાએ કર્યો વિરોધ
આ શબ્દો પર વિવાદો શરૂ થઇ ગયાં. NCP અને શિવસેનાએ જેવા દળોએ પણ જબરદસ્ત વિરોધ દર્શાવ્યો હતો તો ભાજપાની સાથે રાજ્ય સરકાર ચલાવી રહ્યાં એવા એકનાથ શિંદેએ પણ આ વાતનું સમર્થન કર્યું નથી. એકનાથ શિંદેએ તો કહ્યું કે તાત્કાલિક ભગતસિંહ કોશ્યારીને રાજ્યમાંથી ટ્રાન્સફર કરવી જોઇએ. કોશ્યરીએ કહ્યું કે પહેલા જ્યારે પૂછવામાં આવતું હતું કે તમારો આદર્શ કોણ છે તો જવાહરલાલ નહેરૂ, સુભાષ ચંદ્ર બોઝ અને મહાત્મા ગાંધીનું નામ લેવામાં આવતું હતું. મહારાષ્ટ્રની વાત કરીએ તો બીજે ક્યાંય જોવાની જરૂરત નથી. મહારાષ્ટ્રના ઘણાં આઇકોન રહ્યાં છે. જો કે શિવાજી મહારાજ હવે જૂનાં થયાં છે. હવે ભીમરાવ આંબેડકર અને નિતિન ગડકરી આદર્શ છે.

શિવસેનાએ કરી તીખી આલોચના
ભગતસિંહ કોશ્યારીએ નિતિન ગડકરી અને શરદ પવારને ડોક્ટરેટની ઉપાધી પ્રદાન કરતાં આ ટિપ્પણી કરી હતી. તેમની આ ટિપ્પણીની શિવસેનાએ પણ તીખી આલોચના કરી છે. શિવસેનાનું કહેવું છે કે ગવર્નરએ નિતિન ગડકરીની શિવાજી સાથે તુલના કરી અમારા નાયકનું અપમાન કર્યું છે. આ મુદે ઠાકરે એ એકનાથ શિંદેનાં મૌન પર પણ પ્રશ્નો ઉઠાવ્યાં હતાં. મામલો વધુ ગરમાતાં શિંદેએ કોશ્યારીને હટાવવાની માંગ કરી. 

સંકળાયેલા મુદ્દાઓ

Maharashtra Nitin Gadkari વિવાદાસ્પદન નિવેદન Maharashtra Politics

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ