ન્યૂઝ અપડેટ્સ
VTV / ગુજરાત / પ્રથમ મેરેજ એનીવર્સરીના બીજા જ દિવસે રહસ્યમય મોત, પતિ પંખે લટકતો મળ્યો, પત્નીની લાશ જમીન પર પડી હતી
Last Updated: 01:10 PM, 20 July 2026
ADVERTISEMENT
સુરત શહેરમાં ફરી એક વાર હૃદય કંપાવી દેતી અને રહસ્યમય ઘટના સામે આવી છે. જેમાં કતારગામના ડભોલી ચાર રસ્તા પાસેની કિસ્મત કોલોનીમાં રહેતા દંપતીની લગ્નની પ્રથમ વર્ષગાંઠના બીજા જ દિવસે 19 જુલાઈએ બંનેના મોતે આખા વિસ્તારને સ્તબ્ધ કરી દીધો છે. જેમાં 23 વર્ષનો પતિ અભય ઘરના પંખા સાથે ફાંસો ખાધેલી હાલતમાં મળી આવ્યો, જ્યારે તેની 19 વર્ષીય પત્ની દિશા જમીન પર ચાદર ઓઢેલી મૃત હાલતમાં પડી હતી. આ જોઈને આખા વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે અને અનેક તર્ક-વિતર્ક ચાલી રહ્યા છે.
ADVERTISEMENT
મૂળ ભાવનગરના મહુવા તાલુકાના ખડસલીયા ગામના અભય ગિરીશભાઈ કાતરીયા લિફ્ટ રીપેરિંગનું કામ કરતો હતો. એક વર્ષ પહેલાં તેણે ઝારખંડની દિશા આહોજા (19) સાથે કોર્ટ મેરેજ કર્યા હતા. આ બંને પરિવાર સાથે રહેતા હતા.
ADVERTISEMENT
જેમાં રવિવારે અભયનાં માતા-પિતા કામે ગયા હતા. ઘરમાં માત્ર અભય અને દિશા જ હતાં. આ દરમિયાન અભયે અજાણ્યા કારણોસર પંખા સાથે દુપટ્ટો બાંધીને આત્મહત્યા કરી લીધી હોય તેમ લાગે છે, જ્યારે દિશા જમીન પર ચાદર ઓઢેલી હાલતમાં મૃત મળી આવી. કાકી પિન્કીબેને રૂમનો દરવાજો ખોલતાં જ આ ભયાનક દૃશ્ય જોઈને સ્તબ્ધ થઈ ગયાં હતા. અને તેમને તરત જ પરિવારને જાણ કરી અને 108ને બોલાવી હતી. જેમાં બંનેને મૃત જાહેર કરવામાં આવ્યા હતા.
ADVERTISEMENT
આ ઘટનાની સૌથી વધુ કરુણ વાત એ છે કે શનિવારે જ આ નવદંપતીની લગ્નની પ્રથમ વર્ષગાંઠ હતી. આ બંને બહાર ફરવા ગયાં હતાં. અભયના કાકા ખાસ કેક અને નવાં કપડાં પણ લાવ્યા હતા. પરંતુ અભયે થાક લાગવાનું કહીને કેક રવિવારે કાપવાનું કહ્યું હતું. કોણે વિચાર્યું હશે કે આ કેક કાપવાના બદલે તેમની જિંદગીનો અંત આવી જશે. દિશાની માતાએ પણ દીકરીને સોનાની બુટ્ટી ભેટ આપી હતી.
ADVERTISEMENT
દિશા જમીન પર ચાદર ઓઢેલી હાલતમાં મળી આવી હોવાથી અનેક શંકાઓ ઊભી થઈ છે. જેમાં શરીર પર કોઈ ઈજા છે કે નહીં, મોત ગૂંગળામણથી કે ઝેરથી થયું છે? આ બધું પોસ્ટમોર્ટમ રિપોર્ટ બાદ જ સ્પષ્ટ થશે. જેમાં પોલીસે આ બંનેના મોબાઈલ કબજે કરી લીધા છે અને કોલ્સ-ચેટની તપાસ કરી રહી છે. દિશા તેના માતા-પિતાની એકની એક દીકરી હતી અને અભય પરિવારનો કમાતો યુવાન હતો. જેથી બે પરિવારોમાં આક્રંદ છવાઈ ગયો છે.
સંકળાયેલા મુદ્દાઓ
સૌથી વધુ વંચાયેલું
ADVERTISEMENT
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
8th Pay Commission / આ જ અઠવાડિયે 8માં પગારપંચ પર થશે મોટી મીટિંગ, જાણો બેઠકનો મૂળ એજન્ડા
ADVERTISEMENT