બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ધર્મ / કુંડળીમાં શુભ ગ્રહોને પણ ખરાબ કરી શકે છે તમારી આ 5 આદતો

photo-story

6 ફોટો ગેલેરી

જ્યોતિષ શાસ્ત્ર / કુંડળીમાં શુભ ગ્રહોને પણ ખરાબ કરી શકે છે તમારી આ 5 આદતો

Last Updated: 11:25 AM, 20 July 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

જ્યોતિષશાસ્ત્ર અનુસાર, ગ્રહો આપણા જીવનના વિવિધ પાસાઓ, જેમ કે સંબંધો, કારકિર્દી અને સ્વાસ્થ્ય પર પ્રભાવ પાડી શકે છે.જ્યાં ગ્રહોની પ્રતિકૂળ અસરો તમને મુશ્કેલીમાં મૂકી શકે છે, ત્યાં અનુકૂળ અસરો તમને સામાન્ય સ્થિતિમાંથી સમૃદ્ધિના શિખર સુધી પહોંચાડી શકે છે.

1/6

photoStories-logo

1. ખરાબ આદતોની ગ્રહો પર નકારાત્મક અસર

ઘણીવાર આપણી રોજિંદી આદતો ગ્રહોની સ્થિતિ પર નકારાત્મક અસર કરે છે, જેના પરિણામે જીવનમાં સમસ્યાઓ સર્જાય છે. કેટલીકવાર ધાર્મિક વિધિઓની અવગણના કરવી, ઘરમાં સ્વચ્છતા ન જાળવવી, પૂજા-ઘરખોટી દિશામાં હોવું અથવા તો ખાવા-પીવાની ખરાબ આદતો પણ તમારા જીવનમાં મુશ્કેલીઓ લાવી શકે છે. આવો આવી કેટલીક ખરાબ આદતો વિશે જાણીએ જે તમારા જીવન પર ગ્રહોની અસરોને નકારાત્મક રીતે પ્રભાવિત કરી શકે છે, એવી આદતો જેને તમારે તાત્કાલિક બદલવાની જરૂર છે.

આ તસવીર શેર કરો

logo logo logo

2/6

photoStories-logo

2. વડીલોનું સન્માન ના કરવુ

જો તમને વડીલો જેમ કે તમારા માતા-પિતા કે પરિવારના અન્ય વરિષ્ઠ સભ્યોનો અનાદર કરવાની અને કારણ વિના તેમની સાથે ખરાબ શબ્દોમાં વાત કરવાની આદત હોય, તો ધ્યાન રાખો કે આનાથી તમારા ગ્રહોના પ્રભાવ નબળા પડી શકે છે. આ નકારાત્મક આદત તમારી કુંડળીમાં સૂર્યની સ્થિતિ પર વિપરીત અસર કરે છે અને યોગ્ય દિશામાં આગળ વધી રહેલા કાર્યોમાં અવરોધ કે બગાડ સર્જે છે. ખાસ કરીને પિતાનો અનાદર કરવાથી સૂર્યનો પ્રભાવ નબળો પડે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

3/6

photoStories-logo

3. ઘરમાં સાફ-સફાઇ ના રાખવી

જો તમને તમારા ઘરની સ્વચ્છતા અને વ્યક્તિગત સ્વચ્છતા કે દેખાવ-સંભાળ બાબતે બેદરકારી રાખવાની આદત હોય, તો તમારા પર ગ્રહોની શુભ અસર નબળી પડવા લાગે છે. તેની સીધી અસર તમારી પ્રગતિ પર પડે છે. આવી બેદરકારી તમારા 'રાહુ'ને નબળો પાડી શકે છે, જેના પરિણામે જીવનમાં પ્રતિકૂળ અસરો જોવા મળે છે, જેમ કે સતત માનસિક તણાવ અથવા કારકિર્દીની પ્રગતિ અટકી જાય છે.

આ તસવીર શેર કરો

logo logo logo

4/6

photoStories-logo

4. વધારે લાલચ ના રાખો

જો તમે એવી વ્યક્તિ હોય કે જે કોઈપણ બાબતમાં અતિશય લાલચ રાખે છે, તો શક્ય છે કે તમારી કુંડળીમાં ગ્રહોની સ્થિતિ પ્રતિકૂળ હોય. ગ્રહોની પ્રતિકૂળ સ્થિતિ તમારી પ્રગતિને સંપૂર્ણપણે અટકાવી શકે છે અને તમને કોઈપણ કાર્યમાં સફળતા મેળવતા રોકી શકે છે. ઘણીવાર, અન્યના પૈસા પ્રત્યેનો અતિશય લોભ તમારા શુક્ર ગ્રહને નબળો પાડી શકે છે અને તમારી આર્થિક સ્થિતિને બગાડી શકે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

5/6

photoStories-logo

5. જરુરથી વધારે ગુસ્સો કરવો

જો તમે નાની-નાની બાબતો પર વારંવાર ગુસ્સે થઈ જતા હોવ, તો તમારી કુંડળીમાં મંગળની સ્થિતિ પ્રતિકૂળ હોઈ શકે છે. તમારે હંમેશાં તમારા ગુસ્સા પર નિયંત્રણ રાખવું જોઈએ, કારણ કે તેની સીધી અસર તમારી કારકિર્દી અને આર્થિક જીવન પર પડે છે.આ સાથે જ ગુસ્સામાં અન્ય લોકો પ્રત્યે અપશબ્દોનો પ્રયોગ કરવાથી તમારા બુધ ગ્રહ પર નકારાત્મક અસર પડી શકે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

6/6

photoStories-logo

6. જીવનમાં અનુશાસનનું પાલન ના કરવુ

જો તમે જીવનમાં શિસ્તનું પાલન ન કરો, તો તમારી કુંડળીમાં શનિ ગ્રહની સ્થિતિ નબળી પડી શકે છે. શનિ હંમેશાં તમારા કર્મોનું ફળ આપે છે અને જેઓ પ્રયત્ન કરતા નથી તેમને સફળતાથી વંચિત રાખે છે. સખત મહેનત, શિસ્ત અને સેવાભાવથી દૂર રહેવાથી તમારા ગ્રહોનો પ્રભાવ નબળો પડી શકે છે, અને તેની અસર તમારા રોજિંદા જીવનમાં સ્પષ્ટપણે જોવા મળે છે. જો તમારામાં આવી કોઈ નકારાત્મક આદતો હોય, તો તેને તાત્કાલિક બદલી લો, આમ કરવાથી ગ્રહોની સ્થિતિ અનુકૂળ રહેશે અને જીવનની સમસ્યાઓ ઘટાડવામાં મદદ મળશે. (DISCLAIMER ધર્મને લગતો આ આર્ટિકલ માત્ર અલગ-અલગ મળતી માહિતીને આધારિત છે. નહીં કે તમે તેને સત્ય જ માની લો. કારણ કે ધર્મ દરેકની આસ્થાનો વિષય છે. અહીં આપવામાં આવેલી જાણકારીને અનુસરતા પહેલા ધર્મ કે શાસ્ત્ર આધારિત જ્ઞાન ધરાવનારા વિદ્ધાનોની સલાહ લેવી અતિ આવશ્યક રહેશે. નહીં તો કોઇ મુશ્કેલી સર્જાય તો જવાબદારી vtvgujarati.com નહીં રહે. કારણ કે આ આર્ટિકલ ફક્ત ન્યૂઝના હેતુસર પબ્લિશ કરવામાં આવ્યો છે.)

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

horoscope weaken beneficial planets Change bad habits
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo
log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ